Get The App

વાચકની કલમ .

Updated: Sep 12th, 2022


Google NewsGoogle News
વાચકની કલમ                                          . 1 - image


જીવનનો  મર્મ  

કોયલના કંઠને ઝીલ્યો મેં  દિલમાં

ને પૂછ્યું  આ રાગ તને  ક્યાંથી મળ્યો

કળાયેલ મોરલાને પૂછ્યું  જઈ ચોકમાં

તારી કળાનો કારીગર ક્યાંથી મળ્યો

ખળખળ વહેતા ચપળ ઝરણાંઓ જોઈ

હું સાગરના તરંગોમાં જઈને ભળ્યો

ઊંચે ગગનમાં ઝબૂકતા તારલાઓ

તને સૂરજ કં ચંદ્ર   ક્યારેક મળ્યો?

જળથી ભરેલી પેલી વાદળીને પૂછ્યું

તે કોઈકની તૃષાનો મર્મ કદી જાણ્યો

મુક્તમને  વિહરતા પેલા પંખીના વૃંદને

આનંદ અને કિલ્લોલ કયાંથી મળ્યો?

વગડામાં  જઇને મેં પૂછ્યું એક વૃક્ષને

તને સહનશીલતાનો ગુણ ક્યાંથી મળ્યો?

સુખ દુ:ખમાં ગૂંચવાયેલા માનવી એના

જીવનના  મર્મને    કદી ના સમજી શક્યો

- ભગુભાઈ ભીમડા (હલદર- ભરુચ)

મને ગમતું નથી આજે

ક્યારે પડે કાલ સવાર

આ  દિવસ ગ્યો  નકામો

મારે કરવાં ઘણાં કામ

નિત્ય કરવી પૂજા પાઠ

મારે લઈને રામનું નામ

સૌની સેવા ચાકરી  કરવી

પછી કરવા પુણ્ય દાન

નિવૃત્ત થઈને ઘેર બેઠો

છતાંય મળ્યો ન વિશ્રામ

શરીરને  સંપત્તિ તો

સચવાતાં જ સચવાય

સૌને લગે છે સરળ

ઘણાં અઘરાં હોય કામ

જીવન તો સંઘર્ષ છે

કોઈક વેઠવું ખોવું પડે

આ જવાબદારીનો ભાર

કેમ કરવાં તીર્થધામ

ઘરની સૌફરજ બજાવી

મારે ઉતરવું ભવ પાર 

રામગોવિંદ કુંઢડિયા

નજરાણું 

એ  કેમ ભુલાઈ નજર- મળીને

કર્યું  હેત ભર્યું સ્મિત

મળ્યું  આપના તરફથી એ તો

નાહકનાં કદી અશ્રુઓ

આવે નહિ આંખોમાં

લાગે છે ગમ ભર્યું

આજ દિલ છલકાણું છે

સવાર-સાંજ રોજ

યાદ  કરવાનું ટાણું છે

ભૂલી કેમ જાઉ યાદો તો

જીવન ભરનું  સંભારણું છે

કદીક તો થશે હકીકત

દૂર થઈને  જશે કયાં સુધી?

જેને માન્યું  આપણું છે

મણીલાલ ડી. રૂધાણી (રાણાવાવ) 

એ  ઘરને સારું કર

 મારી ભક્તિ તારી શક્તિ મિક્ષ કર

એ ઘરને  સારું કર

રહે જ્યાં મારી બહેન એને પણ

આખાં ઘરનું સારું કર

થોડી  તો કૃપા કાના કર

તારાં પરની મારી શ્રધ્ધા   મિક્ષ કર

એને  અગ્નિપરીક્ષા કેવી કેટલી હદે

આઝાદ  કર એમાંથી કેવી કેટલી હદે

ખબરઅંતરે પૂછ્યાં કે  નહીં માલતીબેનનાં

તે કદી કનૈયા કનૈયા તારું જ સ્મરણ પણ

તારાં સિવાય ન કોઈ બીજું અમારું

જિંદગીભર તારું જ ગીત ગવાય

ભક્તિને  શક્તિ તારી અંદરમાં સદા

 એ  ઘરની પીડાને જો  દુ:ખદ આજે

ભગવદ્ગીતા રોજની મોઢે  બોલાય

મારી ને તારી અનોખી 

 લાગણી પ્રેમભાવના

મારું માન એ ઘરને બિમારીમુક્ત કર

સાંભળે કાના, સમીપમાં  

જન્માષ્ટમી  આવી રહી

દોડી દોડી આવ કનૈયા 

મારી બહેનને સારી કર

પ્રયત્નો અખંડ  કીધાં ખુદ  શક્તિશાળી

આવ્યું  ભારી સંકટપૂર, આવીને રક્ષા કર

હિતેશ. આર. પટેલ 'સાવન' (બારડોલી)

આનંદનું  આગમન

શું કરું?

ક્યારે કરું? સમજાતું નથી

કહ્યા વિના રહેવાતું નથી

તારી ચાહતમાં રાહત મળે છે

તારી મુલાકાતમાં 

 પ્રસન્નતા મળે છે

તારા વિનાં - હતાશ રહું છું.

નિરાશ રહું છું

એકલો  થયો છું.

તારા સાથમાં- 

પ્રભુની કૃપા  વરસે છે

આનંદનું  આગમન થાય છે

નિહાળીને તને 

મારા-નયનો ઠરે છે

મનને  શાંતિ મળે છે

મારું અપૂર્ણ 

જીવન સંપૂર્ણ લાગે છે

- સતીશ ભુરાની : (અમદાવાદ)

વ્યથા

એક પરબમાં ખારું પાણી

બધ્ધાને એ સમાવી  લે

ખારા બાષ્પને વરસાદ બનાવે

એ વરસાદ અમૃત થૈ વરસે

પણ..... 

બીજી પરબતે આંખ મારી

એ પરબમાંય ખારું પાણી

રોજ  પિરસાતી હૈ વ્યથા

એ  દાતાનું 'તુ' નામ

વ્યાકુળ થૈ  વહે વ્યથા

એ  વ્યથાને ય તારા સિવાય

કોણ સમજી શકે.....!

'મીત' : (સુરત)

રસોડાની રાણી

હતી તું 

રસોડાની રાણી

માં, તારી વાતો લાગતી 

હતી ઘણી પ્યારી,

વાસણોની ખણખણ- કરતા તારી બંગડિયોનો રણકાર હતો ઘણો સૂરીલો

જોતો  હતો તને મેં હસતી,

 તારો સ્વભાવ હતો ઘણો મોજીલો

બાંધ્યો હતો સમયને 

તે પાલવમાં, ઘડિયાળની ટીક-ટીકની  

ન હતી તને કોઈ ફરિયાદ

સ્વાદિષ્ટ ભોજન રાંધી,  

જોતી હતી  તું તારો  સુખી પરિવાર.

ભરપેટ જમાડીને  પણ 

કરતી હતી તું મીઠો છણકો,

અમારી  થાળીમાં  આગ્રહ કરી 

મૂકતી હતી તું ભાખરીનો એક વધુ ટુકડો

ન જોવાયું  ભાગ્યથી તારું આ સ્વર્ગીય સુખ 

મૃત્યુએ છિનવી લીધી તને, 

આપી અને અનહદ દુ:ખ.

મા,  તું જીવિત રહેશે હમેશાં, 

હમારી હર શ્વાસમાં

ભૂખ્યા હશુ જ્યારે  ત્યારે આપતી રહેશે ઠપકો તારી આંખો   અમને અમારા સંસારમાં.

ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)

''હું'' 

કોઈક નો 'શ્વાસ' છું હું તો 

કોઈકની માટે વિશ્વાસ છું હું

કોઈકની 'મનગમતો પાત્ર' છું હું તો

કોઈકની માટે સરતાજ છું હું

કોઈકનો પ્રેમ છું હું તો

કોઈકની 'છલકતી લાગણી' છું હું

કોઈકનો અવાજ છું હું તો

કોઈકની માટે મૌન છું હું

કોઈકને હર ઘડી યાદ આવતો 

રણકાર છું તો

કોઈકના દિલમાં 

'હર -પલ' વરસતો વરસાદ છું હું

કોઈકની માટે સવાલ છું હું તો

કોઈકના હજારો સવાલોનો જવાબ છું હું

જાણું  છું હું ચાહે છે ''તું મને''

તારાથી પણ વધારે

''કદાચ સૌથી વધારે''

પણ કોઈ  દિવસ કંઈ કહેતી નથી,

''બધું સમજી જાઉં છું હું''

''જોઈ  તારી આંખોમાં  

તને  જાણી જાઉં છું હું.''

હું  ક્યાંય પણ હોઈશ

પણ તને સંભળાઈશ તારી ધડકનોમાં

કરીશ કંઈક એવો પ્રેમ તને

જે પવિત્ર હશે જે સૌથી અલગ હશે

''જે  જન્માંતર હશે જે ક્ષણે ક્ષણ હશે''

નિમિષા  ગલિયા છેડા 

(બોરીવલી-  યોગી રત્ન)


Google NewsGoogle News