Get The App

સહિયર સમીક્ષા .

Updated: Jul 11th, 2022


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                    . 1 - image


- હું પચ્ચીસ વરસની છું. ટૂંક સમયમાં મારા લગ્ન થવાના છે. મારા ભાવિ પતિ સાથે મેં કેટલીક વાર સેક્સ માણ્યું , આ પછી મારું માસિક અનિયમિત થઈ ગયું છે.  પિરિયડ આવવાના કોઈ ખાસ લક્ષણો હોય છે? 

હું ૨૦ વરસની છું. મારા ગાલ ઘણા ફૂલેલા છે જ્યારે મારું શરીર પાતળું છે. મારે નિયમિત એન્ટિ ડિપ્રેશન્ટ્સ લેવી પડે છે. પરંતુ આ દવાઓની આડઅસર નહીં હોવાનું મારા મનોચિકિત્સકનું કહેવું છે. મારે મારા ગાલ સામાન્ય બનાવવા માટે શું કરવું? શું ચ્યુઇંગગમ ખાવાથી ફાયદો થશે. આ માટે કોઈ વ્યાયામ છે? યોગ્ય સલાહ આપશો.

એક યુવતી (મહેમદાબાદ)

તાજેતરમાં ભૂતકાળમાં તમને કોઈ સ્ટેરોઈડ દવા આપવામાં આવી હોવાનું તમારા ડોક્ટરને પૂછે. સ્ટેરોઇડની ગોળી કે ઇન્જેક્શન લેવાથી ગાલ ફૂલી જવાની આડઅસર જોવા મળે છે. આ દવા આપવામાં આવી ન હોય તો ડોક્ટરની સલાહ લઈ બીજી કોઈ સમસ્યા છે કે નહીં એની તપાસ કરાવો. આમાની કોઈ તકલીફ ન હોય તો કોઈ પ્લાસ્ટિક સર્જનની સલાહ લો. ચ્યુઇંગગમથી કોઈ ફાયદો થશે નહીં. તેમ જ આ માટે કોઈ વ્યાયામ પણ નથી.

હું ૨૦ વરસની છું. મારું વજન ૪૭ કિલો અને ઊંચાઈ ૧૫૨ સે.મી. છે. મારા સ્તનની સાઈઝ ઘણી ઓછી છે માટે આ વધારવી છે. શું હું મારા આહારમાં ચરબીજન્ય પદાર્થોનો ઉમેરો કરી શકું છું? નિયમિત  વ્યાયામ અને આહારથી ફાયદો થઈ શકે છે? ઓપરેશન સિવાયના બીજા કોઈ વિકલ્પ વિશે જણાવવા વિનંતી.

એક યુવતી  (સુરત)

સ્તનની સાઇઝ વધારવા માટે કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ નથી. બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ દ્વારા તમારી આ ઇચ્છા પૂરી થઈ શકે છે અને આ સર્જરીનો એક પ્રકાર હોવાથી તમારે કોઈ નિષ્ણાત પ્લાસ્ટિક સર્જન સાથે આ બાબતની ચર્ચા કરવી જરૂપી છે. વ્યાયામ, મસાજ તેમ જ વજન વધવાથી થોડો ફેર પડી શકે છે. પરંતુ આ કારણે તમારું વજન વધી જશે. મારી સલાહ એ છે કે તમે આ ચિંતા છોડી દો અને તમારા આત્મવિશ્વાસ પર આની અસર થવા નહીં દો. આ કારણે સેક્સ લાઈફ કે માતા બનવામાં કોઈ તકલીફ પડવાની નથી. તમે પેડેડ બ્રા વાપરી શકો છો.

હું ૧૮ વરસનો છું. મારા જેવા વિચારો ધરાવતા અંગત મિત્રોની મને જરૂર છે. મારે ઘણા મિત્રો છે. પરંતુ હું તેમની સાથે ભળી શકતો નથી. મારા પરિવારના સભ્યો પણ મને ગમતા નથી. ઇમોશનલ તેમ જ અસભ્ય હોવાનું કહી તેઓ હંમેશાં  મારા પર ગુસ્સે થાય છે. તેમને મારા તરફ પ્રેમ છે કે નહીં તે હું જાણતો નથી. પરંતુ તેઓ દાવો કરે છે કે મને કંઈ મુશ્કેલી હશે તો તેઓ મને મદદ કરશે પરંતુ તેમની પાસે મારે માટે સમય નથી. હું મારા પરિવારના સભ્યો સામે તરત જ ગુસ્સે થી જાઉં છું. શું મને કોઈ માનસિક સમસ્યા છે?

એક યવુક (મુંબઈ)

ના, તમને કોઈ માનસિક સમસ્યા નથી. આ ઉંમરમાં આવી સમસ્યા ઊભી થવી સામાન્ય છે. હોર્મોન્સમાં થતા ફેરફારને કારણે ટીનએજમાં આવા વિચારો આવે છે. તમારા પરિવારને તમારા તરફથી કેટલીક અપેક્ષા છે અને એ અપેક્ષા અલગ જ છે. આ બે પેઢીઓ વચ્ચેનું અંતર છે જે સદીઓથી ચાલ્યું આવે છે. તમને સારી રીતે ઓળખતી હોય એવી કોઈ વ્યક્તિ સાથે તમારે વાત કરવાની જરૂર છે. આ ઉપરાંત તમે કોઈ કાઉન્સેલરની સલાહ પણ લઈ શકો છો. 

હું પચ્ચીસ વરસની છું. ટૂંક સમયમાં મારા લગ્ન થવાના છે. મારા ભાવિ પતિ સાથે મેં કેટલીક વાર સેક્સ માણ્યું અમુક સમયે એમે સલામત દિવસોએ કંડોમના વપરાશ વિના પણ સમાગમ માણ્યું હતું. આ પછી મારું માસિક અનિયમિત થઈ ગયું છે. પરંતુ એક મહિના દરમિયાન અને સેક્સથી દૂર રહ્યા તો મારું માસિક નિયમિત હતું. પિરિયડ આવવાના કોઈ ખાસ લક્ષણો હોય છે? યોગ્ય સલાહ આપશો.

એક યુવતી (મુંબઈ)

સેક્સ અને માસકિને એકબીજા સાથે સંબંધ નથી. આથી સેક્સનો અનુભવ લો નહીં ત્યારે માસિક નિયમિત આવે છે એ એક યોગાનુયોગ જ છે. હકીકતમાં તો કહેવાતા સલામત દિવસો જ વધુ અસલામત છે. અનિયમિત માસિક આવતું હોય એ સ્ત્રીએ આ દિવસો પર વિશ્વાસ રાખવો નહીં. કારણ કે દરેક મહિને તેનો ઓવ્યુલેશન સમય બદલાતો રહે છે. ઓવ્યુલેશન દરમિયાન યોનીમાંથી વધુ પ્રમાણમાં સ્રાવ થાય છે અને ચારથી પાંચ છ કલાક સુધી પેટમાં દુ:ખાવો રહે છે. પરંતુ આ લક્ષણોને સમજવા મુશ્કેલ છે અને અજાણતા જ ગર્ભવતી બનવાની શક્યતા છે.

- નયના


Google NewsGoogle News