સહિયર સમીક્ષા .
- અમારા લગ્નને એક વરસ થયું છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. અમારા રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસોએ સંબંધ બાંધવાથી ગર્ભ રહી શકે છે?
હું ૨૦ વરસની છું. ૨૫ વર્ષના એક યુવક સાથે મારા વેવિશાળ થયા છે. અમારા લગ્નને હજુ બે વર્ષ છે. પરંતુ મારા મમ્મી-પપ્પા મને એને મળવા દેતા નથી. તેમજ ફોન પર વાતો પણ કરવા દેતા નથી. મારે શું કરવું એ સમજાતું નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (ગુજરાત)
અફકોર્સ તમારે એને મળવાની જરૂર છે. બન્ને મળશો તો તમારી વચ્ચે પરિચય વધશે અને એકબીજાની પસંદ-નાપસંદ વિશે જાણવા મળશે. જે ભવિષ્યમાં તમને ઘણી સહાયરૂપ બનશે. તમે આ વાત તમારા મમ્મી-પપ્પાને સમજાવો. અથવા તો તમારા ભાવિ પતિ સાથે વાત કરી તેમના માતા-પિતા દ્વારા તમારા મમ્મી-પપ્પાને સમજાવવાનો પ્રયાસ કરજો. બે વરસના ગાળામાં તમે એકબીજાને સારી રીતે સમજી શકશો. કોઈ ઉપાય શોધો. હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે અને લગ્નપૂર્વે બન્ને મળે એ વાત હવે સામાન્ય બની ગઈ છે. તમારા મમ્મી-પપ્પાને તમારાથી સમજાવી શકાય હોય નહીં તો ઘરના કોઈ વડીલની મદદ લો.
હું ૨૬ વર્ષની છું. મારી સમસ્યા એ છે કે મારા સ્તનોનો વિકાસ થયો નથી. આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે. શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો? શું હું મારા પતિને સંતોષ આપી શકીશ?
એક યુવતી (મુંબઈ)
આ કારણે તમારે હીનભાવના અનુભવવાની જરૂર નથી. તમે પેડેડ બ્રા પહેરી શકો છો. આની કોઈ દવા નથી. કોસ્મેટિક સર્જરી એક વિકલ્પ છે. પરંતુ એની સલાહ બધા ડોક્ટર આપતા નથી. આથી આ પૂર્વે તમારે કોઈ નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જરૂરી છે. રહ્યો પ્રશ્ન પતિને સંતોષ આપવાનો તો જણાવવાનું કે સેકસોલોજીસ્ટોને મતે નાના સ્તનોને કારણે વધુ સંતોષ મળે છે. આથી િંચંતા છોડી દો.
તમારો આત્મવિશ્વાસ ગુમાવો નહીં. તેમજ નિસંકોચ બહાર હરો ફરો. નિષ્ણાતની સલાહ લઈ બ્રેસ્ટને લગતી એકસરસાઈઝ કરવાથી થોડો ઘણો ફાયદો થઈ શકે છે. સેક્સની રોચકતા સાથે આને કોઈ સંબંધ પડતો નથી.
અમારા લગ્નને એક વરસ થયું છે. મારી પત્નીને ગર્ભ રહેતો નથી. તેનું વજન પણ થોડું વધારે છે. અમારા રિપોર્ટ નોર્મલ છે. કયા દિવસોએ સંબંધ બાંધવાથી ગર્ભ રહી શકે છે?
એક યુવક (સુરત)
સંભોગ દરમિયાન કોઈ જેલી જેવો કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો એ બંધ કરો. કારણ કે એનાથી શુક્રજંતુની ગતિ મંદ થઈ જાય છે. સ્ત્રી બીજાશયમાંથી ઈંડુ બહાર આવે એના ૨૪થી ૪૮ કલાકની અંદર સંભોગ કરવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા છે. આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી શકાય છે. આજકાલ સોનોગ્રાફીની મદદથી એ જાણી શકાય છે. આ ઉપરાંત માસિક પછીનું એક અઠવાડિયું છોડી બીજે તેમજ ત્રીજે સપ્તાહે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક સુધી સુઈ રહે તો પણ ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. તમે કોઈ સારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. આપણે પ્રયત્નો કરવાના બાકી બધુ ઈશ્વરની ઇચ્છા પર છોડી દેવું.
હું ૨૬ વર્ષની પરીણિત યુવતી છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. પતિ રોજ સહયાસની ઇચ્છા રાખે છે જે મને પસંદ નથી. આ કારણે મારું વજન વધતું હોય એમ મને લાગે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (અમદાવાદ)
વધુ સહવાસને કારણે વજન વધે એ તમારો ભ્રમ છે. આ બન્ને વચ્ચે કોઈ સંબંધ નથી. સેક્સ બાબતે પતિ-પત્ની બન્નેની ઇચ્છાને મહત્ત્વ આપવું જરૂરી છે. આથી તમારે તમારા પતિ સાથે આ બાબતની ચર્ચા કરી કોઈ મધ્યમ માર્ગ શોધવાની જરૂર છે. જેમાં બન્નેની ઇચ્છાને માન આપવામાં આવે. સુખી લગ્ન જીવન માટે એકબીજાની પસંદ-નાપસંદનો ખ્યાલ રાખવો જરૂરી છે.
- નયના