Get The App

વાચકની કલમ .

Updated: May 10th, 2021


Google NewsGoogle News
વાચકની કલમ                        . 1 - image


જિંદગી અણમોલ  છે!

શેરીઓ ન વાળો તો કાંઈ નહિ

પણ રસ્તા પર થૂંકવાનું ટાળો

આખો  દિવસ  ન ન્હાવ તો કાંઈ નહિ

પણ વારંવાર હાથ ધોવાનું રાખો

દેશ માટે ન લડો તો કાંઈ નહિ

પણ 'કોરોના વોરિયર્સ' ને 

સહકાર આપો.

ઘરમાં એકલા ન રહો તો  કાંઈ નહિ

પણ બહાર નીકળતાં 

સામાજિક અંતર જાળવો

પૂરું શરીર ન ઢાંકો તો કાંઈ નહિ

પણ મોઢે  માસ્ક બાંધવાનું અવશ્ય રાખો

કેમ કે, જો એકવખત 

ચડી ગયા સંક્રમતિની જપેટમાં

તો મરી જશો કોરોનાની લપેટમાં

માટે જ, હું કહું છું,

જિંદગી અણમોલ છે,

તેને આમ ન વેડફો!

-  હેતાલી પી. પરમાર 

(જેની) : (અમરેલી)

નહિ  ભુલાય કદી વિદાય

આંખો હજી નિહાળે છે

અંતર હજી  પહરે છે

આપનું  સ્મરણ થાય છે ત્યારે

મન  મુકીને રડાવે છે.

અમને   કલ્પી ન શકાય તેવી

આપની અણધારી વસતી વિદાય

કાળજું  કંપાવી નાખે છે

મન હજી માનતું નથી કે આપ 

હૃદય  ના  કદી ઝુકાશે નહીં

મૃત્યુના આસું  કદી સુકાશે નહીં

તમારી આ ઓચિંતી   

વિદાય કદી ભુલાશે નહીં.

- નીલ એસ. ભટ્ટ  : (ભાવનગર)

પ્રેરણા 

પ્રેમને કલંક  સમજનારી આ  દુનિયામાં

એક સ્ત્રી માટે

કોઈની પત્ની બનવું

કોઈની પ્રેમિકા બનવું

ઘણું સહેલું હશે

પણ સંસ્કારના નામે 

ઢોંગી આજ  દુનિયામાં

એક સ્ત્રી માટે

કોઈને ધ્યેય તરફ પ્રેરતી

પ્રેરણા બનવું  ઘણું કપરું છે

મને ગર્વ છે એ વાતનો હું આજ દુનિયામાં

જન્મી એક સ્ત્રી છું,

દીકરી  છું, બહેન છું,

સૌભાગ્યથીય વધુ ભાગ્યશાળી  છું.

કારણ હું, પણ એક નિર્દોષ,

 નિસ્વાર્થ હૃદયની પ્રેરણા છું.

- ભાવિની એમ. પટેલ :

  (સિણઘઈ - ઉનાઈ)

ખ્વાઈશ યે  હૈ કિ ખ્વાઈશ ના હો

ખ્વાઈશ યે હૈ કી અબ કોઈ ખ્વાઈશ 

ના હો,

દર્દ  કી અબ કોઈ ગુંજાઈશ ના હો

સુકુન હો તો, યકીનન સુકુન હો,

મેરી મુસ્કુરાહટ મૈં ભી દર્દ કિ 

નુમાઈશ ના હો,

બેદખલ  કરહું મેં અશ્કો કો આંખો સે

કિ, આંખો સે અશ્કો  કી બારીશ ના હો

મેરે દર્દ કા ઔર કોઈ વારીશ ના હો

જિંદગી કે જામ  કો મન ભરકે પીલુ

નશે  કિ ફિર કોઈ ફરમાઈશ ના હો

મૈં જૈસા હું વૈસા હી બના રહું

મેં ચાહું મુજશે ભી ખુદ કાં 

બદલને કિ સાજિશ ના હો

- સોલંકી રાકેશ સવિતાબેન 'શબ્દ' : 

(નવા વાડજ)

દીલની દાદ આપ 

મારી ગઝલના દરદને

તું  દીલની દાદ આપ

તારા દીધેલાં ઘાવને

ધન્યવાદ આપ

તારા વિનાં વિતાવવાનાં

રાત અને દિવસ

તારા વિચાર અને સ્વપ્ન 

અને  તારી યાદ આપ

તારા પ્રકાશ પૂંજમાં

પણ પવિત્રતા

તારા પ્રણયનો થોડો

પ્રભુનો પ્રસાદ આપ

દુ:ખ થાય તને

એવું  સુખ ન મને જોયે

જેમાં પ્રસન્ન હોય તું

એવો વિષાદ આપ

કરતો રહીશ હું

સદા તારા નામ જાપ

હું પણ સાંભળું ક્યારેક

મને તુંય સાદ આપ

- જયદેવ મોહનલાલ કાપડિયા : 

(સોમપુરા) 

ગીત થઈ રહેજો 

પ્રીત લઈ આવ્યાં  છો 

 તો મીત થઈ રે' જો

મારાં હોઠો પર હંમેશાં, 

ગીત થઈ રે'જો....

કેવી ડંખે છે વેરણ રાતો

પ્રેમ તરસ્યા દલડાની વાતો

થોડી મારી સુણજો 

થોડી તમારી કે'જો

મારાં હોઠો પર હંમેશા, 

ગીત થઈ રે' જો

આંખ મારી સમણાં  તમારા

દિલ ક્યાં છે વશમાં અમારા?

હૈયું  થયું તમારું એની 

સંભાળ તમે લે' જો

મારાં હોઠો પર હંમેશા, 

ગીત થઈ રે' જો....

થઈ  ગયો હું તમારો દીવાલો

હવે શાનો ડર મને પડવાનો?

પગ મારાં  જો લથડે 

તો હાથ તમારો દે' જો

મારાં હોઠો પર હંમેશા, 

ગીત થઈ રે' જો.....

- પંકજ ગજ્જર   : (વડોદરા)


Google NewsGoogle News