સહિયર સમીક્ષા .
- * હું ૪૭ વર્ષની ઘરેલુ મહિલા છું. છેલ્લાં થોડા સમયતી મને ડાબો પગ જકડાઈ ગયો હોય તેવું અનુભવાય છે અને મને સંતુલન જાવી રાખવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
* હું ૪૨ વર્ષની એન્જિનિયર છું અને કામના કારણે મારે પૂરો દિવસ કમ્પ્યુટર પર જ વિતાવવો પડે છે. આમ તો હું સ્વસ્થ છું અને મારું વજન પણ સામાન્ય છે, પરંતુ થોડા દિવસથી મારા ડાબા હાથની આંગળીઓમાં ધુ્રજારી અનુભવાય છે. શું આમ વધારે બેસી રહેવાના અને નસ દબાવાને કારણે થાય છે કે પછી પાર્કિંસન્સ બીમારીના લક્ષણ છે?
એક મહિલા (વલસાડ)
* જેવું તમે કહી રહ્યા છો કે તમારું કામ પૂરો દિવસ કમ્પ્યુટર પર બેસવાનું છે ત્યારે આ સ્થિતિમાં વધારે સમય સુધી બેસી રહેવાના કારણે નસ દબાઈ જાય છે, જેથી પીડા જેવી સમસ્યા થવા લાગે છે, પરંતુ જો તમારા હાથમાં અને આંગળીઓમાં ધુ્રજારી સતત આવી રહી હોય, તો તમારે સમય ગુમાવ્યા વિના ડૉક્ટરને બતાવી દેવું જોઈએ.
* હું ૪૭ વર્ષની ઘરેલુ મહિલા છું. છેલ્લાં થોડા સમયતી મને ડાબો પગ જકડાઈ ગયો હોય તેવું અનુભવાય છે અને મને સંતુલન જાવી રાખવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જો આ બીમારીનો ઈલાજ શક્ય હોય, તો તમારે કઈ થેરાપિ અથવા સારવાર કરાવવી જોઈએ અને આ ઈલાજની શું સાઈડ ઇફેક્ટ્સ થઈ શકે છે?
એક મહિલા (સુરત)
* આ લક્ષણ પાર્કિંસન્સ બીમારી સાથે જોડાયેલા છે. આ બીમારીની સારવાર થઈ શકે છે. તમે ન્યૂરોલોજિસ્ટ પાસેથી સલાહ લઈ શકો છો. જો આ બીમારી પ્રારંભિક સ્ટેજમાં હશે તો દવાથી તેને કાબુમાં લઈ શકાય છે, પરંતુ જો આ સ્થિતિ એડવાન્સ સ્ટેજમાં હશે તો ડીબીએસ વધારે સારો અને અસરકારક ઉપાય છે. આ થેરાપિની સાઈડ ઇફેક્ટ્સ ખૂબ જ ઓછી છે. દવાઓની સાઈડ ઇફેક્ટ્સ વધારે હોય છે, પરંતુ આ થેરાપિ પછી ખૂબ ઓછી દવા લેવી પડે છે, જેથી સાઈડ ઇફેક્ટ્સ પણ ઓછી થઈ જાય છે.
* મારી મમ્મી ૬૬ વર્ષની ઘરેલુ મહિલા છે. તેમને માથામાં કોઈ ઈજા નથી થઈ તેમજ તેમની સાથે કોઈ દુર્ઘટના પણ નથી ઘટી, પરંતુ થોડા સમયથી તેઓ પાર્કિંસન્સ બીમારીના લક્ષણ અનુભવી રહ્યા છે જેમ કે ચાલતાચાલતા ધુ્રજારીનો અનુભવ થવો અને લખવામાં પણ મુશ્કેલી પડવી. શું આ ઉંમરમાં શારીરિક ઈજાના કારણે પાર્કિંસન્સ બીમારી થવી સંભવ છે? શું અમારે ન્યૂરોલોજિસ્ટને બતાવવું જોઈએ કે પછી આ માત્ર નબળાઈના લક્ષણ છે?
એક યુવતી (રાજકોટ)
* પાર્કિંસન્સને વૃદ્ધોની બીમારી કહેવામાં આવે છે અને આ બીમારી સામાન્ય રીતે ૬૦ વર્ષ પછી થતી હોય છે. તમારી મમ્મીને લખવામાં અને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે તો આ લક્ષણ આમ તો પાર્કિંસન્સ બીમારીના છે, પરંતુ જરૂરી નથી કે માથામાં ઈજા થવી અથવા કોઈ દુર્ઘટનાના કારણે જ પાર્કિંસન્સ બીમારી થવી સંભવ છે. તેથી સમયસર તમે તમારી મમ્મીને કોઈ ન્યુરોલોજિસ્ટને બતાવી લો.
* મારા પિતા ૬૩ વર્ષના રિટાયર બેંક મેનેજર છે. તેમનામાં પ્રથમવાર પાર્કિંસન્સ બીમારીના લક્ષણ ૫૯ વર્ષની ઉંમરમાં દેખાવા લાગ્યા હતા, જેના કારણે તેમણે જલદી રિટાયરમેન્ટ લઈ લીધું. પહેલા તેમની જમણા હાથની આંગળીઓમાં ધુ્રજારી આવતી હતી અને બીમારીની જાણ થતાં જ તેમની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ હવે સમય જતા તેમની સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. આજકાલ તો તેઓ બિલકુલ જકડાઈ જવાની સ્થિતિમાં આવી જાય છે અને તેમને ચાલવામાં પણ મુશ્કેલી પડવા લાગી છે. હવે દવાઓની તેમના પર કોઈ અસર નથી થઈ રહી. આ સ્થિતિમાં કોઈ ઈલાજ શક્ય છે?
એક યુવાન (મુંબઈ)
* જો તમારા પિતા પર દવાઓની કોઈ અસર ન થઈ રહી હોય તો તમે ડીપ બ્રેઈન સ્ટિમ્યુલેશન (ડીબીએસ) થેરાપિ કરાવી શકો છો. ડીબીએસ થેરાપિ દ્વારા પાર્કિંસન્સ બીમારીની મુશ્કેલીઓ જેમ કે ધુ્રજારી, જકડાઈ જવું અને ચાલવામાં મુશ્કેલી વગેરેની સારવાર કરાવી શકાય છે, તેથી ડૉક્ટરની સાથે ચર્ચા કરીને તમારા પિતાનું ડીબીએસ કરાવી શકો છો.
* મારા ૧૨ વર્ષના દીકરાને પાર્કિંસન્સ બીમારી છે. બાળપણથી જ તેની સારવાર ચાલી રહી છે, પરંતુ તે કોઈ ખાસ અસર કરી રહી નથી. મેં ડીપ બ્રેઈન સ્ટિમ્યુલેશન થેરાપિ વિશે સાંભળ્યું છે. શું તે સુરક્ષિત અને અસરકારક છે? શું હું મારા દીકરાને આ સારવાર અપાવી શકું છું?
એક પુરુષ (નવસારી)
* જ્યારે દવાઓની અસર નથી થતી, ત્યારે દર્દી માટે ડીપ બ્રેઈન સ્ટિમ્યુલેશન જ એકમાત્ર વિકલ્પ બાકી રહે છે. આ થેરાપિ સુરક્ષિત અને અસરકારક છે. તેનો ઉપયોગ કરવાથી ન માત્ર દવાઓ ઓછી થઈ જાય છે, બલ્કે દવાઓની સાઈડ ઇફેક્ટ પણ ઘટી જાય છે તેમજ લક્ષણો પર પણ કાબુ મેળવી શકાય છે. તમે ડૉક્ટરની સલાહ લઈને આ સારવાર કરાવી શકો છો.
- નયના