Get The App

વાચકની કલમ .

Updated: Nov 7th, 2022


Google NewsGoogle News
વાચકની કલમ                                           . 1 - image


શું વાંક છે?

ઢળતી ઉંમરે ક્યાંક સ્વપ્નો જોવાઈ જાય

એમાં મારો શું વાંક છે?

કાયદાને વાયદાની વચ્ચે ક્યાંક

અપેક્ષા આવી જાય એમાં 

મારો શું વાંક છે?

સમય સાથે ચાલે છે સમુધરુ

પણ ક્યાંક સમય ચાલ્યો જાય

એમાં મારો શું વાંક છે?

પવનોની ગતિ પર્વતો આંબી જાય

પણ ક્યારેક લીસોટો પાડી જાય

એમાં મારો શું વાંક છે?

મેઘધનુષના રંગોથી આકાશ સજી જાય

પણ ક્યાંક ચંદ્રનો ડાઘ વચ્ચે આવી જાય

એમાં મારો શું વાંક છે?

શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)

જિંદગી

કોશિશ ઘણી કરી મેં ચાહત માટે

જિંદગી રહી ગઈ અધુરી ચાહત વગર

વફાદારીનો હિસાબ માગે છે જિંદગી

શબ્દો નથી મળતા એ જિંદગી!

કંઈક ઓછું પડે છે પ્રેમને પામવા માટે

નથી મળતી તારી હાજરીનું પ્રમાણપત્ર!

કેમ તે કેવી રીતે 'સૃષ્ટિ' સર્જી

સતત દોડતી રહી જિંદગી..

મૃગજળ પાછળ ભટકતી રહી જિંદગી

થોડી લાલચ થોડો લોભ થોડી ઈર્ષ્યા-દ્વેષ

અંતે તો ખાલી હાથે 

વિદાય લેતી આ જિંદગી..

મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)

તારા વગર

ઘર આખું સુનું સુનું લાગે 'તારા વગર'

યાદ તારી આવતા આંખો ભીંજાય 

'તારા વગર' તું તો જતી રહી મને છોડી 

સાત સમુંદર પાર

કોને કહું મારા હૃદયની 

વાત 'તારા વગર'

સપના જોયા હતા તારી સાથે જીવવાના

અધુરું જ રહી ગયું જીવનમાં બધું 

'તારા વગર'

હવે તો એક ચિતા 

જ દેખાય છે સ્મશાનની

'જીગર' તો ચાલ્યો આપણો 

ભૌતિક પ્રેમ

લઈ સ્વર્ગમાં 'ભાવિ' 'તારા વગર'

જિજ્ઞોશ જોશી 'ભાવિજીગર' (કાલોલ)

વાહ રે જિંદગી

રૂપિયાની ભૂખ એવી લાગી

કમાવા નીકળી ગયા, પણ

જ્યારે રૂપિયા મળ્યા ત્યારે સંબંધો

હાથથી જતા રહ્યા વાહ રે જિંદગી

સંતાનો સાથે રહેવાનો 

સમય ન મળ્યો અને

જ્યારે સમય મળ્યો 

ત્યારે સંતાનો

રૂપિયા કમાવવા નીકળી 

ગયા વાહ રે જિંદગી..

જિંદગીની અડધી ઉંમર 

સુધી રૂપિયા કમાવા

આ શરીરને ખરાબ કર્યું અને

બાકી અડધી 

જિંદગી એ જ રૂપિયા

શરીર સારું કરવા વાપર્યા

અંતે શરીર ન રહ્યું ન રૂપિયા

કહે 'ધરમ' વાહ રે જિંદગી વાહ..

મગનલાલ પ્રજાપતિ 'ધરમ' 

(મગુના-લાલજીનગર)

પહેલી પ્રિત

તમે હળવેથી પાંપણો ઉઠાવી

નજર ભરીને જોઈ લો મને

મારા હૃદયમાં વળશે ટાઢક

કે જતાં ફરીને જોઈ લો મને

હું બેસીશ પંથના ચૌબારે

તમે વળતાં દર્શન દઈ દેજો

હું તો જોઈશ તમારી રાહ

પ્રિયે ઝાજુ મોડું ન કરશો

આ પ્રિત છે પહેલી મારી

તમે દલડાના દાન કરી દેજો

જો વળતા જુવે કોઈ જુવાન

તો ઘુંઘટનો છેડો તાણી લેજો

નિત્ય અહીં છે મારો મુકામ

તમે સથવારો કરતા રહેજો

ભવ ભવનાં ભાંગી દો મ્હેણાં

મારા તનમાં પ્રાણ બની રહેશ

મને એક તમારી છે આશા

ભવસાગર પાર કરી દ્યો

હવે ઝાજુ શું બોલું તમને

તમે થોડામાં સમજી લેજો

રામજી ગોવિંદ કુંઢડિયા (વિદ્યાવિહાર, મુંબઈ)

વિદાય

કદમ ઉપાડું ને કદમ થંભી જાય છે

યાદોની હારમાળા જાણે રોકી રાખે છે

કેમેય કરીને નથી ઉપડતા કદમ

સખીયોનો સાથ જાણે રોકી રાખે છે

ને પિતાને સંગ બજારે જતી વેળા

હેતથી ઝાલેલો હાથ જાણે રોકી રાખે છે

માથે મુકેલા મમતા ભરેલા હાથને

ભાંડરડાંની ભીની આંખો 

જાણે રોકી રાખે છે

વિદાયની વેળા બહુ વસમી લાગે છે

આંગણ બાબુલનું જાણે રોકી રાખે છે

મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

અભિલાષા

મનેઅમાસની રાતના અંધારા બોલાવે

મને પુનમની રાતની ચાંદની બોલાવે

મને સાગરના ઉછળતા અને 

ઘૂઘવટા મોજાં બોલાવે

મને પહાડોના ઉતુંગ શિખરો 

અને ઝરણાં બોલાવે

જ્યારે જોઉં છું અનંત 

આકાશના અસંખ્ય તારાને

અને સંતાકૂકડી રમતા 

શ્વેત અને શ્યામ વાદળોને

આવે છે ત્યારે ઈર્ષ્યા જોઈ 

વીજળીની ચમક મારા નયનોને

મુગ્ધભાવે નિરખુ છું હું ઉષાની લાલિમાને

સાંભળું છું હું પક્ષીઓના 

કર્ણ-પ્રિય કલરવને

રંગીન ફૂલો પરથી નથી હટતી 

મારી નજર

અલ્પ સમયમાં બની જશે 

તેના આંસુ ઝાકળ

વૃક્ષોના પર્ણ અને કાળ નમી કરે છે 

મારું સ્વાગત

શીતળ પવનનું સંગીત લાગે છે 

મને આહ્લાદક

કરે છે શરારત તે મારા રેશમી કેશ સાથે

કરે છે સ્પર્શ તે મારા કોમળ અંગ સાથે

હે ઈશ્વર તને તો સાથ છે ચાંદ, 

તારા અને સૂરજનો

દૂર કર મારી એકલતા, 

ઇન્તઝાર કરીએ છીએ તારા દર્શનનો

ફિઝ્ઝા એમ આરસીવાલા (મુંબઈ)

ઇઝહાર કરજ

નયનોએ નિરખી છે તુજને

મૂક ગુફતેગુ આપણે કરતાં જ્યાં

મને ઇંતેઝારી બહુ જ હતી ઉરમાં

મારા ઈશારાને નજરઅંદાજ કરી ગઈ

મેં સ્મિત આપ્યું તારા સન્મુખ જ્યાં

પથ્થર દિલ છે મારું 

તું મોમની જેમ પીગાળજે

સ્નેહાળભર્યા મારા ભારાને ઈઝહાર કરજે

તારી મુમત ભરી જિંદગીને સુધારી લેજે

કંટકભર્યા સામાજિક 

માહોલ ઈઝહાર કરજે

પ્રેમાળભર્યું વર્તન મારા ઉરમાં છલકાવજે

નજરોમાં તું મારી સાથે નજરો મિલાવજે

મારો સ્નેહાળભર્યો 

પૈગામનો ઈઝહાર કરજે

પરેશ જે. પુરોહિત (કલોલ)


Google NewsGoogle News