Get The App

સહિયર સમીક્ષા .

Updated: Dec 5th, 2022


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- હું 30 વર્ષનો છું. મારી બાજુમાં રહેતી ૩૦ વર્ષની પરિણિતા એ બે બાળકોની માતા સાથે મને પ્રેમ છે. તેને મળ્યા વિના હું રહી શકતો નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ છે. 

હું ૨૮ વર્ષનો યુવાન છું. મારી સગાઇ થઇ છે સગાઇ થયે છ મહિના થાય છે. મારે હવે લગ્ન કરવા છે. પરંતુ તેઓ એક વર્ષ સગાઇ લંબાવવાની વાત કરે છે. બે વખત લગ્ન લંબાવવાના કારણે સગાઇ તૂટી ગઇ છે. ત્રીજી વખત તૂટી જશે એનો ડર લાગે છે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક ભાઇ (મુંબઇ)

*  બે વખત કડવો અનુભવ થયો આથી આ સમયે પણ એવો જ અનુભવ થશે એમ માની ન લો છોકરીવાળા સગાઇ કમ લંબાવવા માગે છે એ વાતનો તેમની પાસે ખુલાસો માગો. પૈસાનું કારણ હોય તો સાદાઇમાં લગ્ન કરી લો. ''કંકુ અને કન્યા'' સ્વીકારી સામે વાળાના માથા પરનો બોજો હળવો કરો અન્ય કોઇ કારણ હોય તો તેનો ઉકેલ આણી લગ્ન જલદી આરોપી લો. તેઓ લગ્ન કેમ લંબાવવા માગે છે. અથવા તો સગાઇ તોડી નાખવા અથવા માટે આ બહાનું આગળ ધરે છે.

એ વાતનો સ્પષ્ટ ઉત્તર મેળવો અથવા તમારા વેવિશાળ ગોઠવવામાં મહત્ત્વનો ભાગ ભજવેલ વ્યક્તિને છોકરીવાળા સાથે સ્પષ્ટ વાત કરવા કહો, કોઇ ઠોસ કારણસર તેઓ સગાઇ લંબાવવા માગતા હોય તો ગભરાવ નહીં.

મારી ઉંમર ૩૫ વર્ષ છે. લગ્ન પછી છ મહિનામાં જ મારા પતિનું એક અકસ્માતમાં મૃત્યું થયું હતું. આ પછી મારી સાસુએ મારા માતા - પિતાએ તેમ જ તેમણે આપેલા બધા જ દાગીના મારી પાસેથી પડાવી લીધા હતા. અને પોતાની પુત્રીઓને આપી દીધા હતા. મારા પતિની જગ્યા પર મને નોકરી મળતી હતી એ પણ તેમણે કરવા દીધી નહીં. આખો દિવસ સંયુક્ત પરિવારનો ઢસરડો કરવો પડે છે. આ વાતને પાંચ વર્ષ થઇ ગયા છે. હવે મારે મારા પગ પર ઊભા રહેવું છે. યોગ્ય સલાહ આપો.

એક યુવતી (લુણાવાડા)

* તમારા પિયરમાં કોઇ તમને મદદરૂપ થાય એમ છે?

પ્રશ્નનો ઉત્તર હામાં હોય તો તેમને વિશ્વાસમાં લઇ તમારી આપવિતી જણાવો. જોકે તમારે આ પૂર્વે જ આ પગલું લેવું જોઇતું હતું. તમારા કોઇ શુભચિંતકની સલાહ લો. શક્ય હોય તો પિયરમાં રહી કોઇ નોકરી શોધી લો. આજે તો વિધવા - વિવાહ પણ શક્ય છે. કોઇ સારો સાથી જોઇ પરણી જવામાં પણ વાંધો નથી. પરંતુ આ પૂર્વે તમારે હિંમત કરી તમારા સાસરામાંથી બહાર નીકળી તમારે પિયર જતા રહેવું પડશે.

મારી પુત્રીની ઉંમર ૧૯ વર્ષ છે. છેલ્લાં બે - ત્રણ મહિનાથી તે હોસ્ટેલમાં રહી ભણે છે. આ વખતે તે રજામાં અમદાવાદ આવી છે ત્યારની ઉદાસ રહે છે. આવી તે ત્યારની અહીં જ રહીને ભણવું છે હોસ્ટેલમાં જવું નથી એમ જીદ પકડીને બેઠી છે તે ભણવામાં હોશિયાર છે. આ પૂર્વે તણે ક્યારે પણ આવી ફરિયાદ કરી નથી. શું કરવું એ મને સમજાતું નથી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક માતા (અમદાવાદ)

* તમે તેને હોસ્ટેલમાં ભણવા કેમ મૂકી છે ? અમદાવાદમાં પણ સારી કોલેજો છે. લાખા વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે તો પછી તેને તમારી પાસે રાખીને કેમ ભણાવતા નથી ! ખેર, તમારી પાસે રાખીને કેમ ભણાવતા નથી ! ખેર, લાગે છે કે હોસ્ટેલમાં તેને કોઇ માનસિક તણાવનો સામનો કરવો પડયો હશે તો તમે તેની સાથે મૈત્રી ભાવે આ વાતની ચર્ચા કરો. અથવા તો તમે તેની સાથે ભણતી કોઇ બહેનપણીને પણ પૂછી શકો છો. તેની સાથે ધીરજથી કામ લો. ગુસ્સો કરવાથી બાજી બગડી  જવાની શક્યતા છે.

 હું ૩૦ વર્ષનો છું. મારી બાજુમાં રહેતી ૩૦ વર્ષની પરિણિતા એ બે બાળકોની માતા સાથે મને પ્રેમ છે. તેને મળ્યા વિના હું રહી શકતો નથી. અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ છે. ગયે વર્ષે તેના પતિને અમારા સંબંધો વિશે જાણ થઇ ગઇ હતી. 

પરંતુ તેણે આ વાતની ચર્ચા આજ સુધી મારી કરી નથી મારી પ્રેમિકાએ પણ આ સંબંધ ચાલુ રાખ્યો છે. તે આજ સુધી મારી પાસેથી પૈસા અન ભેટ ...... સ્વીકારે છે. તે મારા પ્રેમમાં હોવાનું કહે છે. મારે શું કરવું  એ જણાવવાની વિનંતી.

એક ભાઇ (રાજકોટ)

* લાગે છે તમારી પ્રેમિકા તમારો લાભ ઉઠાવી રહી છે પૈસા અને ભેટ સોગાદો માટે પણ તેણે આ સંબંધ ચાલુ રાખ્યો છે. અને આ જ કારણે તેનો પતિ પણ આંખ આડા કાન કરતો રહેશે. અથવા તો તેનું તેની પત્ની પાસે કંઇ ઉપજતું નહીં હોય. કારણ જે હોય તે પરંતુ શક્ય હોય એટલું ઝડપથી આ પ્રકરણ પર પૂર્ણ વિરામ મૂકી કોઇ સારો જીવન સાથી શોધી પરણી જાય એમાં જ તમારા બધાની ભલાઇ છે.

- નયના


Google NewsGoogle News