વાચકની કલમ .
રેશમી રૂમાલ
હરીણી જેવી ચાલ છે,
ગુલમ્હોર જેવા ગાલ છે.
મહેંદી રચી તેં તારા હાથમાં,
ને હાથ મારા થયા લાલ છે.
રાસ રમે છે બહુ ગોપીઓ,
વાંસળી વગાડે ગોપાલ છે.તારી આંખોનું
બનું સપનું,
રાત પણ કેવી બેમિશાલ છે.
જેનો હોય તે આવી લઈ જાય,
મને મળ્યો રેશમી રૂમાલ છે.
રજનીકાન્ત ઓઝા (ભુજ, વેસ્ટ કચ્છ)
દીકરી
સુનું રાખી આગન લીલી
વનરાઈ આપી છે
રાખી દુ:ખનો તાપ ને સ્
ાુખની છાંપ આપી છે
કરી કાળજું કઠણ ને
ઘરથી જુદાઈ આપી છે
અશ્રુ ભરી આંખે દીકરીને
વિદાય આપી છે
કદમ રોકીને ટુકડો
જિગરનો કરે છે અલવિદા
એને તાતની આંતરડી
એ લાખો દુવાઈ આપી છે
મણીલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
જિંદગી તું ય થાકી ગઈ હશે
તું રહીને જેટલું
નથી શિખવાડી ગઈ
એટલું
જઈને શિખવાડી ગઈ
હવે રોજ વરસવા માંગે છે
આંખો મુશળધાર
કાયમ પડયો છે
કોઈની હુંફનો દુકાળ તેથી
એ જિંદગી
આવ બેસ
ચા પીએ
તું પણ થાકી ગઈ હશે
મને ભગાવતાં ભગાવતાં
'મીત' (સુરત)
ઈશ્વર સુધી
આ ચરણ મને લઈ જાય છે મંદિર સુધી
આચરણ મને લઈ જાય છે ઈશ્વર સુધી
હું નથી જાણતો કે આ મંદિરમાં છે ઈશ્વર
પણ શ્રધ્ધા મને લઈ જાય છે મંદિર સુધી
એક દિવસ મે અમસ્તું જ પૂછ્યું પૂજારીને
રોજ આરતી ને ઘંટારવ કરીશું ક્યાં સુધી?
ખૂબ મનોમંથન કરીને બોલ્યા પૂજારીજી
શ્રધ્ધા અને વિશ્વાસ લઈ જશે મંદિર સુધી
આરતી અને ઘંટારવ તો રસ્તા છે મનના
એના અભ્યાસથી રસ્તો
બને છે ઈશ્વર સુધી
ઉપગ્રહ સુધી પહોંચી
ગયો છે આ માનવી
પણ જઈ શક્યો નથી
માનવીના મન સુધી
જન્મ અને મરણનો
ભેદ છે પરિવર્તન
એમાં સમજણનો છે
રસ્તો ઈશ્વર સુધી
શુધ્ધ અને પવિત્ર મન માનવીનું,
તો છે મંદિર
આ જો સમજાય
તો નહિ જવું પડે મંદિર સુધી
ભગુભાઈ ભીમડા
(હલદર-ભરૂચ)
હૃદયના દ્વાર ખોલો
રોજ રોજ સપનામાં શીદને
નીંદ ઉડાડી મારી
હૈયાની વાતો હૈયામાં રાખીને
શાને સ્વપ્નામાં સતાવો મુજને
ચૂપકે ચૂપકે શાને હૃદયના દ્વાર
ખખડાવો ઉષા
કાલા ઘેલા વચનો શીદને ઠુકરાવો
વસંત ભવસાગર
તરી ગયો તમારે સહારે
શામળીયાના સંગે
રાધાના અંગે નિહાળુ
ભલેને વાતો કરે સૌ
તમારી મારી ગોઠડીની
શીદને તડપાવો આનંદને
તમારા માસુમ ચહેરાની
યાદમાં ખોવાઈ ગયો
વસંત આઈ. સોની (અમદાવાદ)
આવી તો જો
દિલ કોઈનું તોડવું આસાન છે,
એ દિલમાં કોઈને
વસાવી તો જો.
દરિયાદિલી રાખવી સહેલી નથી,
સાગર જેવું દિલ તું
બનાવી તો જો.
દોસ્તી રાખો કૃષ્ણ સુદામા જેવી,
મિત્ર કાજે સર્વસ્વ લૂંટાવી તો જો.
જે કૂંડેથી છોડ
ઉખાડી તેં દીધો,
તે કૂંડે નવો છોડ તું વાવી તો જો.
ભરેલો જામ ઢોળવો આસાન છે,
એ જામ મેળેથી તું ભરાવી તો જો.
મહેમાનગતિમાં ના કદી પાછો પડું,
મારા દ્વારે કોક દિ આવી તો જો.
યોગેશભાઈ આર. જોશી (હાલોલ)
આંગળી પકડી ચાલું
(ગઝલ)
આંગળી પકડી ચાલું જેની
માંડતો ડગલું થામું જેની
હાથમાં આવે એવી ક્યાં છે
જિંદગી જેની માણું જેની
મા જ છે મારી
વ્હાલી વ્હાલી
એટલે જીવી જાણું જેની
ચાલવું છે મારે તો સારી
રાહ પર આથી,
પકડું જેની
દોડશે ક્યાંથી માન્યાં એને
આપણાંમાંનાં રાખું જેની
સાચવી માતા આજે છે તો
બસ પછી છાયાંમાં હું જેની
હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)
સુંદરતા
તારી આંખોમાંથી છિનવી લીધું છે કાજળ આ વાદળોએ
તારા લાંબા કેશ-કલાપને બનાવ્યા છે શ્યામ આ રાત્રિના અંધકારએ
તારી નજરનો ભાર સહન નહિ કરી શકે આ ધરતી
તું મારી સામે જુએ કે ન જુએ એ હશે તારી મરજી
તારા ગરમ શ્વાસોની ગરમી ફેલાઈ રહી છે હવામાં
તારા કંપતા અધરોની કંપન છે દરેક દિશામાં
તારા ગાલોની લાલિમા સામે શરમાઈ રહી છે ઉષાની કિરણ
તારુ મંદ-મંદ સ્મિત કરે છે આગાહી જલ્દી થશે હવે આપણું મિલન
તુજ છે સાક્ષાત મારી સૌંદર્ય-મૂર્તિ નથી મને ઇચ્છા જોવાની કુદરતની કારીગરી
તારા ચાલની ગતિમાં છે હિરણની ગતિ
જોઈને તારી સુંદરતા, કરતી હશે ઈર્ષા તારી સખી
કરે છે શરારત પવન તારા ઉડતા કેશ સાથે
ભ્રમર કરે છે ગૂંજન ઉપવનના ગુલાબી ફૂલો સાથે
આવ આપણા આલિંગનમાં સમેટી લઈએ સમસ્ત સૃષ્ટિને
પ્રેમની શક્તિ સામે મિટાવી દઈએ ત્રિવિદ્ય તાપના બીજને
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)