Get The App

સહિયર સમીક્ષા .

Updated: Apr 10th, 2023


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- હું 27 વર્ષની છું, છેલ્લા ત્રણ વરસથી એક યુવકના પ્રેમમાં છું. તે 30 વર્ષનો છે. મારી ઑફિસના એક સહકર્મચારીએ મને આ સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. મારે તેની સાથે શારીરીક સંબંધો પણ છે.

હું ૨૭ વર્ષની છું, છેલ્લા ત્રણ વરસથી એક યુવકના પ્રેમમાં છું. તે ૩૦ વર્ષનો છે. મારી ઑફિસના એક સહકર્મચારીએ મને આ સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. મારે તેની સાથે શારીરીક સંબંધો પણ છે. પરંતુ મને લાગે છે કે તે મારે માટે યોગ્ય નથી. અમારા વડીલો પણ અમારા પર લગ્ન કરવા માટે દબાણ  કરે છે. પરંતુ મારુ દિલ માનતું નથી મારે શું કરવું એ જણાવવા  વિનંતી

- એક યુવતી (મુંબઈ)

* દિલ માને નહીં એ કામ કરવું નહીં તમારે કોઈ માર્ગદર્શનની જરૂર જ નથી. એ છોકરાને સ્પષ્ટ શબ્દોમાં ના કહી દો. કોઈના દબાણથી સંબંધ બાંધવાની કે લગ્ન કરવાની વાત મૂર્ખામાં ખપે છે. અવિશ્વાસના પાયા પર લગ્નજીવનની ઈમારત ચણવાથી નુકસાન થાય છે. આ તમારું જીવન છે. અને તમારી રીતે જીવવાનો તમને પૂરેપૂરો અધિકાર છે. તમે દબાણને વશ થઈને લગ્ન કરશો તો એ લગ્નજીવન સુખી થશે નહીં. આ સંબંધમાંથી મુક્ત થઈ તમારા જીવનમાં આગળ વધો. 

હું ૨૨ વર્ષની છું. મારી જ ઉંમરના એક યુવક સાથે મને ત્રણ વર્ષથી પ્રેમ છે. એક ગેરસમજ થતા અમે છૂટા પડી ગયા હતા. પરંતુ હું તેને ભૂલી શકતી નથી. અમારો સંબંધ તૂટયાને છ મહિના થઈ ગયા છે પરંતુ હું આ આઘાતમાંથી બહાર આવી શકી નથી. ઘણી વાર તેની પાસે પાછા ફરવાનો વિચાર થાય છે પરંતુ તે બીજી યુવતી સાથે ફરે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

- એક યુવતી (વલસાડ)

* તમારી લાગણીીઓ  પર કાબુ મેળવવાનું કામ તમારા જ હાથમાં છે. તમારા પત્ર પરથી લાગે છે કે યુવકને હવે તમારામાં જરા પણ રસ રહ્યો નથી. આથી હવે તેની પાછળ આંસુસારીને બેસવાનો કોઈ અર્થ નથી. એને ભૂલીને તમે તમારા જીવનમાં આગળ વધી જાવ એમા જ તમારી ભલાઈ છે. ૨૦  વર્ષની ઉંમરે તમારી સામે ઘણા દ્વાર ખુલ્લા છે. આ સંબંધ લગ્નમાં  પરિણમે તેવો નથી. પ્રેમ સિવાય પણ બીજી ઘણી વસ્તુઓ છે એનો આનંદ માણો. દુ:ખી થઈને તમારું જીવન બગાડો નહીં. જીવનમાં આગળ વધતા શીખો. 

હું ૨૮ વર્ષની હાઉસવાઈફ છું, મારા હાથના નખમાં વારે વારે ફંગલ ઈન્ફેક્શન થયા કરે છે છેલ્લા એક વરસથી મને આ સમસ્યા છે. ડોક્ટરની દવા લઉ તો થોડો વખત ફાયદો જણાય છે. દવા બંધ કરતા જ આ સમસ્યા પાછી શરૂ થાય છે. શું હોમિયોપથીથી ફાયદો થઈ શકે છે?

- એક બહેન (વલસાડ)

* તમારા  પત્ર પરથી તમને નખમાં ઈન્ફેક્શન હોય એમ લાગે છે. આ પ્રકારનું ઈન્ફેક્શન હાઉસવાઈફ અને ઘરકામ કરનારાઓને વધુ થાય છે. પાણીમાં હાથ વધુ સમય રહેવાને કારણે તેમ જ ડિટર્જન્ટ અને વાસણ ધોવાના પાવડરને કારણે આમ થાય છે. આના કણો નાના મૂળમાં ભરાઈ ડજાય છે. અને ફંગસ થાય છે. તમારે ઉચ્ચ ગુણવત્તા ધરાવતો ડિટર્જન્ટ અને પાવડર વાપરવાની જરૂર છે. તેમ જ પાણીમાં હાથ નાખવા પડે એવા કામ દરમિયાન હાથ મોજા પહેરવાનું રાખો. અને કામ પત્યા પછી ભરત જ હાથ સૂકા કરી નાખો અને એન્ટી-ફંગલ-ક્રીમ વાપરો. હોમિયોપથી તમને કામ આવી શકે છે. કોઈ સારા હોમિયોપથની સલાહ લો.

હું ૨૩ વરસની અપરિણીત યુવતી છું. બે વર્ષ પહેલા મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. ગુજરાતમાં ભણી હોવાથી મારું અંગ્રેજી થોડું કાચું છે. મારે એ સુધારવું છે. આ માટે મારે ઈંગ્લિશ સ્પિકિંગ ક્લાસમાં નામ નોંધાવવું છે પરંતુ મારા માતા-પિતા આ માટે મને મંજુરી આપે તેમ નથી તેઓ મારે માટે યોગ્ય જીવન સાથી શોેધી રહ્યા છે મારે શું કરવું તે જણાવશો.

- એક યુવતી (ગુજરાત)

* અંગ્રેજી શીખવાનો શ્રેષ્ઠ વિકલ્પ અંગ્રેજી પુસ્તકો તેમ જ મેગેઝિનો વાચવાનો છે. વ્યાકરણ પર કાબુ અને શબ્દ ભંડોળ કેળવી તમે આગળ વધી શકો છો. એક સારી ડિક્શનરી ખરીદો જેથી તમને અઘરા શબ્દોનો અર્થ સમજાય. એક વાર અર્થ સમજાઈ જાય પછી એનો વાક્યમાં પ્રયોગ કરતા શીખો. આથી આ દરેક શબ્દનો વાક્યમાં પ્રયોગ કરી વાક્ય લખતા જાવ. આ ઉપરાંત  અંગ્રેજી બોલવાનો પ્રયાસ કરો. તમારી જાત સાથે અંગ્રેજીમાં બોલો. તમારો આત્મવિશ્વાસ વધતો જશે તેમ તમારી મુશ્કેલીઓ દૂર થશે. આ ઉપરાંત હવે સીડી પણ ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો અને મને લાગે છે કે આ સમસ્યા લગ્ન આડે આવે તેમ નથી. લગ્ન પછી પણ તમે આમ કરી શકો છો.

- નયના


Google NewsGoogle News