Get The App

મેકઅપની કમાલથી મેળવો ગુલાબી ગાલ-પરવાળા જેવા ઓષ્ટ

Updated: Apr 19th, 2021


Google NewsGoogle News
મેકઅપની કમાલથી મેળવો ગુલાબી ગાલ-પરવાળા જેવા ઓષ્ટ 1 - image


- કજરારી આંખોવાલી કે ગાલ ગુલાબી હોંઠ શરબતી

માનુનીના સૌંદર્યના વાત આવે ત્યારે ગુલાબી ગાલ અને પરવાળા જેવા હોઠનો ઉલ્લેખ અચૂક થાય. આવા રૂપની  પ્રકૃતિદત્ત ભેટ બધી યુવતીઓને તો ન જ  હોય. પરંતુ સુંદર દેખાવાની લાલસા કઈ પામેલના ન હોય?  જે માનુનીઓ કુદરતી રીતે ઝાઝી ખૂબસુરત ન હોય તે મેકઅપ દ્વારા પોતાને આકર્ષક બનાવી શકે. તેવી જ રીતે સુંદર યુવતી પોતાના રૂપને મેકઅપ કરીને અનોખો નિખાર આપી શકે.

ગોરી ત્વચા પર કોઈ પણ મેકઅપ તરત ઉઠી આવે છે. તેથી આવી યુવતીઓએ ગાલ પર હળવું બ્લશઓન લગાવવું.  વધારે ઘેરુ બ્લશઓન લગાવવા જતાં ચહેરા પર પેઈન્ટ કર્યું હોય એવું લાગશે. સાથે હોઠ પર રાતા રંગની લિપસ્ટિક શોભી ઉઠે છે. ખાસ કરીને સાંજની પાર્ટીમાં જાઓ ત્યારે આવોે મેકઅપ અત્યંત  આકર્ષક લાગે છે. કોઈ પણ મોસમમાં ઈવનિંગ પાર્ટીમાં કાળો રંગ ઈન રહે છે.

તેથી કાળા અથવા કાળો-લાલ બંને કલર ધરાવતા પરિધાન સાથે આવોે મેકઅપ ખૂબ  જચે છે. જો લાલ લિપસ્ટિક લગાવવાની ઈચ્છા ન હોય તો સ્ટ્રોબેરી અથવા ચેરી ફ્લેવરનું લિપ ગ્લોસ અથવા લિપ બામ પણ લગાવી શકાય. સાથે કાળા  રંગની આઈ લાઈનર આંખોને આકર્ષક  બનાવે છે.

વીસ-બાવીસ વર્ષની યુવતીએ જો પોતાના વાળને સોનેરી રંગે રંગ્યા હોય તો કાળા રંગના મસ્કરા લગાવવાને બદલે ટ્રાન્સપરન્ટ મસ્કરા  લગાવે તો તે વધુ આકર્ષક લાગશે. પરંતુ જો વાળ કાળા હોય તો મસ્કરા પણ કાળા રંગના જ લગાવવા. રેડ કલરની લિપસ્ટિક સાથે પીચ,  બ્રોેન્ઝ, બ્રાઉન અથવા રસ્ટ કલરના આઈશેડો ખૂબ જચે છે. જો વધુ મેકઅપ ન કરવો હોય તો માત્ર લાલ રંગનું લિપ ગ્લોસ અને કાળી આઈ લાઈનર લગાવી લો.

ગોરી ત્વચા ધરાવતી માનુનીઓ મોટે ભાગે એમ માનતી હોય છે કે ઘઉંવર્ણી કે શ્યામવર્ણી યુવતીના ચહેરા પર મેકઅપ તેમના ચહેરા  જેટલો ન ઉઠે. પરંતુ તેમની વાતો સાંભળીને શ્યામ રંગની પામેલાઓને નિરાશ થવાની કે લઘુતાગ્રંથિ અનુભવવાની જરૂર નથી. આ યુવતીઓની ત્વચા મુલાયમ હોય અને નેણ-નાક આકર્ષક હોય તો મેકઅપ દ્વારા તેને વધુ ખૂબસુરત બનાવી શકે છે. ઘઉંવર્ણી કે શ્યામવર્ણી યુવતીએ લિપસ્ટિકમાં લાલ સાથે  રસ્ટ શેડ મિક્સ કરીને લગાવી  જોવો.

આ સિવાય મેટ ફિનિશિંગવાળી રેડ કલરની લિપસ્ટિક પણ સુંદર દેખાશે. તેમાંય જો ગોલ્ડન યેલો અથવા સી ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો હોય તો રાતો મેકઅપ એકદમ આકર્ષક દેખાશે. બ્રોન્ઝ અને રેડ મિક્સ આઈશેડો સાથે બ્રાઉન આઈલાઈનર અને બ્રાઉન મસ્કરા લગાવો. આવા મેકઅપ અને ડ્રેસના કલરનું કોમ્બિનેશન તમારી ખૂબસુરતીને નવોે નિખાર આપશે. તેવી જ રીતે જો તમારું પરિધાન સફેદ અથવા આસમાની રંગનું હોય તો મેટ ફિનિશિંગની રેડ લિપસ્ટિક સરસ દેખાશે.

શ્યામવર્ણી યુવતી મેટ ફિનિશિંગની ફ્યુશિયા પીંક લિપસ્ટિક સાથે પ્લમ કલરનું આઈશેડો લગાવે તો તેનો ચહેરો નિખરી ઉઠશે. આ યુવતીઓ રોજિંદા મેકઅપમાં ગુલાબી રંગના લિપ ગ્લોસ અથવા  લિલી પીંક કલરની લિપસ્ટિકનો ઉપયોગ કરી શકે. પ્રસંગોપાત ગાલ પર થોડું ડાર્ક બ્લશઓન અને કાળી આઈલાઈનર સુંદર દેખાશે. બ્રોેન્ઝ શેડના બ્લશઓન પર  મોવિશ પીંક કલરની લિપસ્ટિક પણ આકષર્ક લાગશે.


Google NewsGoogle News