ગણેશજીને પસંદ મોદક બન્યા ફેન્સી: 12થી વધુ ફ્લેવર્ડ મોદકનો પ્રસાદ
- ગણેશજીને સાદા મોદકને બદલે ફેન્સી મોદક ચઢાવવાનો ભક્તોનો ક્રેઝ :
ભારતમાં ઉજવાતા ગણેશ ઉત્સવની ઉજવણીમાં વિવિધ થીમ સાથે પ્રસાદ પણ થીમ બેઝ થઈ ગયો છે. સમયની સાથે શ્રીજીને ધરાવવામાં આવતાં પ્રસાદમાં પણ જાત જાતની વેરાઈટી દેખાઈ રહી છે. પહેલાં માત્ર ચુરમાના લાડું-મોદકનો પ્રસાદ હતો પણ હવે મોદક પણ ફ્લેવર્ડ વાળા બની ગયાં છે. ફ્લેવર્ડવાળા મોદકની ડિમાન્ડ વધતાં જાત જાતની ફ્લેવર્ડના મોદક બની રહ્યાં છે.
ગણેશોત્સવમા અગાઉ માત્ર ચુરમાના મોદક બતા હતા. પણ ગણેશ મંડળો અન્યો કરતા કંઇક જુદુ કરવાની ઇચ્છા રાખતા હોવાથી મીઠાઇની જુદી-જુદી ફ્લેવર્ડના મોદક બનાવવાનું શરૂ કરાયું. હાલમાં ૧૦થી ૧૨ જાતના મોદક બનાવવામાં આવી રહયા છે. મીઠાઈના મોદક ઉપરાંત હોમ મેઈડ ચોકલેટના મોદક પણ સુરતમાં બની રહયા છે. ગણેશ મંડળમાં અન્ય પ્રસાદ સાથે મોદકના પ્રસાદનું મહત્વ ઘણું રહેલું હોય છે. તેથી ગણેશ મંડળો દ્વારા અન્ય કરતાં મંડપથી થીમ સાથે પ્રસાદ પણ અલગ થીમ પર રાખતા હોવાથી ફ્લેવર્ડ મોદકની ડિમાન્ડમા વધારો થયો છે.
મોદકને લાડવાં, ગણેશજીના લાડકાં!
અત્યારે ગણેશજીના આગમનની તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. થોેડા દિવસોમાં 'બાપ્પા'ની પધરામણી થશે. ગલીઓ હોય કે ઘર બાપ્પાની આગળ પ્રસાદ તરીકે બે ચીજો અવશ્ય મૂકાય- અને તે છે મોદક અને લાડવા.
ભાદરવાની ગરમીમાં શાંત અને શીતળ પ્રકૃતિ ધરાવનાર ગણપતિ તમારે આંગણે પધારે છે - ત્યારે મૂકાતા પ્રસાદ પણ ઠઆ ગરમીની ઋતુમાં શીતળતા આપે એવો જ હોવો જોઈએ નહીં? આ ભાદરવાની ગરમી જેને અંગ્રેજો 'ઓક્ટોબર હીટ' કહીને ઓળખતા એ ખરેખર ઉનાળાના - એપ્રિલ-મે કરતાંય વધુ નુકસાનકારક ગરમી હોય છે. આ ગરમીમાં- ચોમાસાનો ભેજ હોઈ તે વધુ રોગ ફેલાવનારી હોય છે. એમ્ય પિત્તના રોગો તો ખૂબ જ વકરે. આપણે જે લાડવા બનાવીએ છીએ તેમાં ઘઉંનો લોટ, ગોળ અને ઘી-હોય છે. કેટલાક લોકો 'ગોળ' ની જગ્યાએ સાકર વાપરે છે તો કેટલાંક લોકો ભાખરીમાં ગોળ ઉમેરીને - લાડવા બનાવે છે. રીત ગમે તે હોય પરંતુ આ પ્રસાદમાં જે પણ દ્રવ્યો વપરાય છે તે સ્વાદમાં મધુર અને ગુણમાં પિત્તને શાંત કરનારા ઠંડી પ્રકૃતિના હોય છે. આવો પ્રસાદ ખાવાથી અને તમામ ભક્તોને વહેંચવાથી મોઢું તો ગળ્યું થાય છે સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી પણ જળવાઈ રહે છે.
હવે, મરાઠી લોકો જે મોદક બનાવે છે તેની વાત કરીએ. તેઓ ચોખાના લોટનો પિંડ બાંધે છે. એમાં ખમણેલું નાળિયેર, સાકર કે ગોળ, એલચી વિ. નાખી પૂરણ તૈયાર કરે છે. આ પૂરણને ચોખાના લોટની પૂરીમાં ભરી પિરામિડ આકારમાં પેક કરે છે. પછી ધીમા તાપે સાંતળી લે છે. ચોખા પણ પિત્તનાશક છે. નાળિયેર પણ ઠંડક આપનાર છે. ગયા સોમવારે તમે જાણ્યું કે નાળિયેરના પણ કેટલા બધા શારીરિક અને માનસિક ફાયદા છે. માથામાં ગરમી વધી ગઈ હોય તો કોપરેલ તેલ ઘણી ઠંડક આપે છે, નહિ?
ઘણાં લોકોના મનમાં એવી છાપ હોય છે કે મિઠાઈની દુકાનોવાળા જે પેંડાને પિરામીડ આકારમાં મૂકે તેને મોદક કહેવાય એ ભ્રમ પણ હકીકતથી દૂર થશે.
અલબત્ત પેંડા- બરફી પણ મધુર- ગળ્યા હોઈ, એસિડીટી જેવા પિત્તજન્ય રોગોમાં લાભકારક છે. પરંતુ માવામાંથી બનેલી આ મિઠાઈઓ વરસાદના ભીના દિવસોમાં પચવામાં ભારે પડે છે. વળી લાંબો સમય સુધી ટકી રહેતી નથી. જ્યારે ગોળ-ઘીના લાડવા- પચવામાં હલકાં હોય છે અને લાંબો સમય સુધી બગડતાં નથી. એટલે પેંડા-બરફી જેવા પ્રસાદને શિયાળા માટે અનામત રાખી આ શરદ ઋતુમાં ક લાડવા કે મોદક જેવા 'પ્રસાદ' ખાશો તો તેઓ આ સમયની 'દવા' બનીને શરીરને સ્વસ્થ રાખશે એમાં બે મત નથી.
મોટા એક કિલોના મોદક માટે એડવાન્સ બુકીંગ
નાના મોદક સાથે શ્રીજીના હાથમાં મુકવા માટે મોટા એક કિલોના મોદક પણ ઓર્ડરથી બને છે. મોટા ભ ાગના મંડળવાળા પહેલા દિવસે આ મોદક મુકે છે. જ્યારે કેટલાક લોકો પોતાની આરતી હોય કે છપ્પન ભોગ હોય ત્યારે મોટા એક કિલોના મોદક મુકતાં હોય છે.ગણેશ ઉત્સવ હોવાથી અનેક મંડળો મોટા એક કિલોના મોદક માટે એડવાન્સ બુકીગ કરાવતાં હોય છે.
400થી માંડીને 1000 રૂપિયે સુધીના મોદકનું વેચાણ
શ્રીજીના મોદક મોંઘા પણ બન્યા છે. સાદા પેંડાના બનતાં મોદકમાં ફ્લેવર્ડ ઉમેરી ૪૦૦ રૂપિયે કિલો વેચાય છે. તેમાં ડ્રાયફ્રુટ ઉમેરાય ત્યારે ભાવ રૃા.૯૦૦ પહોંચે છે. હોમ મેઈડ ચોકલેટના મોદક રૃા.૮૦૦થી ૧૦૦૦ પ્રતિકિલો અને મિક્સ મોદક રૃા.૫૦૦ પ્રતિ કિલો વેચાય છે.
મોદકની આટલી ફ્લેવર્ડ
- ચોકલેટ મોદક
- ડિલાઈટ મોદક
- રોઝ મોદક
- ટોપરા મોદક
- ચોકલેટ મોદક
- ડ્રાયફ્રુટ મોદક
- વેનીલા મોદક
- પાઈનેપલ મોદક
- ઓરેન્જ મોદક
- ચુરમાના
મોદક
- કાજુ મોદક
- બોન્ટી મોદક