Get The App

મૂડ સુધારતાં ફૂડ .

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
મૂડ સુધારતાં ફૂડ                                                     . 1 - image


- 'યાર મૂડ નથી,' આ વાક્ય ઘણા લોકોના મુખમાંથી નીકળતું હોય છે. કોઇ ચોક્કસ કારણ વગર પણ ઘણી વખત મૂડ નથી હોતો.જોકે મૂડ સુધારવાના ઘણા રસ્તા અને તરીકા હોય છે, જેમાં એક ફૂડનો પણ સમાવેશ છે. મૂડ વારંવાર ખરાબ થઇ જતો હોય તો ખુશ રહેવા માટે રોજિંદા આહારમાં એવા ખાદ્યપદાર્થોને સામેલ કરવા જોઇએ જેના સેવનથી મૂડ સારો રહે.

મૂડ સુધારતાં વિવિધ ફૂડસ

 - ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટ ખાવાથી મૂડ સારો થાય છે. તેમાં સમાયેલા એન્ટી ઓક્સીડન્ટ ગુણ તાણને ઓછી કરવામાં મદદ કરે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી હેપ્પીનેસ હોર્મોન્સ વધે છે. જે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની હોય તેણે ડાર્ક ચોકલેટ જરૂરથી ખાવી જોઇએ. ડાર્ક ચોકલેટનું સેવન હૃદય માટે પણ ફાયદાકારક છે. 

- કોફી

કોફીમાં કેફીનની માત્રા ઘણી હોય છે. ખરાબ મૂડને સુધારવા માટે કોફીનું સેવન કરી શકાય છે. જોકે કોફીને સીમિત માત્રામા ં જ પીવી જોઇએ. વધુ પડતા કેફીનનું સેવનથી અનિંદ્રાની તકલીફ થઇ શકે છે. 

- કેળા

કેળામાં વિટામિન બી-૬, પોટેશિયમ, મેગ્નેશિયમ ભરપુરમ ાત્રામાં સમાયેલા હોય છે. જે ખાવાથી મન ખુશ થવાની સાથેસાથે તાજગી અનુભવે છે. સવારે દૂધ સાથે કેળાનું સેવન કરવાથી આખો દિવસ મૂડ સારો રહે છે. 

- અખરોટ

અખરોટમાં ઓમેગા ૩, ફેેટી એસિડ અને મેગ્નેશિયમ સમાયેલા હોય છે. અખરોટ તાણ દૂર કરવાનો ઉત્તમ સ્ત્રોત છે. તેના સેવનથી સેરોટોનિનની માત્રા વધે છે. જેથી હેપ્પીનેસ લેવલ પણ વધે છે. સવારે નિયમિત રીતે ૨ અખરોટ ખાવાથી મૂડ સારો થાય છે. 

- ઓટસ

ઓટસમાં ફાઇબર અને આર્યન ભરપુર માત્રામાં સમાયેલા હોય છે. તેથી જ મોટા ભાગના સ્વાસ્થ્ય નિષ્ણાંતો ઓટસને સવારના નાસ્તામાં સામેલ કરવાનીસલાહ આપતાં હોય છે. ફાઇબર શરીરમાં શુગરનું સ્તર વધતું અટકાવે છે. જ્યારે આર્નય શરીરમાંના ઓક્સીજન સ્તરને વધારે છે. તેથી સ્વયંને એનર્જેટિક અને હેપ્પી ફીલ થાય છે.

ઓટસને વિવિધ સ્વરૂપે ખાઇ શકાય છે. જેમ કે મૂસલી, ઓટમીલ, ગ્રનોલા બાર અથવા તો અન્ય રીતે પણ તેનુ ંસેવન કરી શકાય છે. 

ઓટસ પાચનમાં હળવું હોય થે તેમજ ધીરે-ધીરે પચતું હોવાથી પેટને ભરેલું રાખે છે તેમજ તેના આરોગવાથી પેટ ભારી નથી થઇ જતું હોતું.  

- ગ્રીન ટી 

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં એન્ટીઓક્સીડન્ટ અને એમિનો એસિડ ભરપુર માત્રામાં સમાયેલા હોય છે. તેનુ ંસેવન કરવાથી મૂડ સારો થાય છે. 

- શકરિયાં

શકરિયામાંમાં કાબ્રોહાઇડ્રેટની માત્રા અધિક હોય છે. તેના સેવનથી સેરોટોનિન લેવલ વધે છે જે મૂડને સારો કરવામાં મદદ કરે છે. 

- સૂકા મેવા અને બિયાં

બદામ,અખરોટ, અલસી અને કોળાના બિયાંમાં ટટોયરોસિનની ઊચ્ચ માત્રા જોવા મળે છે. જેનાથી ડોપામાઇનનું સ્તર વધે છે. દિવસ દરમિયાન મુઠ્ઠી ભર નટ્સ અને બિયાંને આહારમાં સામેલ કરવાથી ડોપામાઇનની કમીને દૂર કરી શકાય છે. તે શેકેલા, રાતના પાણીમાં પલાળીને સવારે અથવા તો એમજ પણખાઇ શકાય છે. 

- હળદર

નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ હેલ્થના અનુસાર, હળદને આહારમાં સામેલ કરવાથી શરીરને કરક્યૂમિન તત્વની પ્રાપ્તિ થાય છે. જેથી ડોપામાઇનના સ્તરમાં વૃદ્ધિ થાય છે. હળદર મૂડ બસ્ટર તરીકે કામ કરે છે. હળદરને વિવિધ વાનગીઓમાં ભેળવીને, પાણીમાં ઉકાળીને અથવા તો દૂધમાં ભેળવીને પી શકાય છે. હળદરના સેવનથી શરીર સ્ફૂર્તિલું રહે છે. 

- એવોકાડો

મૂડ બૂસ્ટ કરવા એવોઠાડોનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળ ડિપ્રેશનનું જોખમ ઓછું કરીને મૂડને સારો બનાવી શકે છે.

- સંતરા

સંતરા ખાવાથી પણ મૂડ બૂસ્ટ થઇ શકે છે. અમેરિકન હાર્ટએસોસિએશનના અનુસાર સંતરા બ્રેન હેલ્થને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સંતરામાં વિટામિન સી પ્રચૂર માત્રામાં સમાયેલું હોય છે. ડ્રિપેશનનો શિકાર બનતી વ્યક્તિમાં મોટાભાગે વિટામિન સીની કમી થવા લાગી હોય છે. સંતરામાં હેસ્પરિડિન જેવા ફ્લેવોનોઇડ્સ હોય છે જેમાં એન્ટી ઓક્સીડન્ટ ગુણસમાયેલા હોય છે. જે મગજમાં સોજાને ઓછો કરવામાં મદદ કરે છે જેથી મૂડમાં સ્થિરતા જળવાઇ રહે છે. 

- જયવિકા આશર


Google NewsGoogle News