Get The App

સ્વાસ્થ્ય માટે લાભદાયી પાંચ પ્રકારના તેલમાલિશ

Updated: Feb 15th, 2021

GS TEAM


Google News
Google News
સ્વાસ્થ્ય માટે લાભદાયી પાંચ પ્રકારના તેલમાલિશ 1 - image


હૃષ્ટ-પુષ્ટ સ્વાસ્થ્ય માટે માલિશ ફાયદાકારક છે.તેલમાલિશ છેલ્લા ૨૦૦ વરસોથી કરવામા ંવે છે. ભારતમાં તેની લોકપ્રિયતા આયુર્વેદના કારણે છે. પરંતુ આ અન્ય સંસ્કૃતિઓનો પણ હિસ્સો રહ્યું છું. મસાજ થેરપી એટલે કે માલિશ ચિકિત્સામાં શરીરના વિભિન્ન હિસ્સાઓ પર તેલ લગાડીને માલિશ કરવામાં ાવે છે. જેથી માંસપેશિઓને આરામ મળે છે. 

હાડકાઓને મજબૂત કરવા, સારી નિંદ્રા પામવા, શરીરને ટોન કરવા, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને શાંત કરવા અને પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ સાથેસાથે માલિશ યોગ્ય તેલથી થવું જરૂરી છે. દરેકતેલની પોતાની અલગ ખૂબીઓ હોય છે. 

ઓલિવ ઓઇલ

ઓલિવ ઓઇલ હળવા માલિશ માટે એક બહેતરીન તેલ છે. આ તેલ માંસપેશિઓને આરામ  આપી ત્વચાને નરમ બનાવે છે. તેમજ રક્તસંચારને વધારે છે. માંસપેશિયોજકડાઇ જવી તેમજ કોઇપણ પ્રકારના દુખાવા અથવા સોજામાં આસાનીથી રાહત આપે છે.નિયમિત આ તેલથી માલિશ કરવાથી ત્વચા ઓક્સીડેટિવ તનાવથી બચી શકે છે. 

તલનું તેલ

તલના તેલનું માલિશ હાડકાને મજબૂત કરવા અને મગજને શાંત રાખવા માટે કરવું જરૂરી છે. તલના તેલને તલના બિયામાંથી બનાવામા ંઆવે છે. જેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, કોપર ઓમેગા-૩ ફેટ અને પ્રોટીન ભરપૂરમાત્રાાં સમાયેલા હોય છે. તલનું તેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે અન ેતેમાં સમાયેલા વિટામિન ઇ ત્વચા પરસ્ટ્રેચ માર્કસ ઓછા કરવાની સાથેસાથે વધતી વયના નિશાન પાડતા રોકે છે. 

કોપરેલ તેલ

પહેલાના સમયમાં વાળને મજબૂત, આકર્ષક અને ચમકીલા રાખવા માટે કોપરેલથી વાળમાં માલિશ કરવામાં આવતું,હજ પણ મોટા ભાગના લોકો વાળ માટે કોપરેલનો જઉપયોગ કરે છે. કોપરેલ ત્વચા માટે પણ ફાયદાકારક છે. 

તેમાં મોઇશ્ચરાઇઝિંગનો ગુણ છે જે ત્વચાને સાફ કરવાની સાથેસાથે હાઇડ્રેટ કરવામાં  પણ મદદ કરે છે. આ તેલને ક્લિન્જર અને લિપ બામ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. 

આલમંડ ઓઇલ

આલમંડ ઓઇલ એક લોકપ્રિય મસાજઓઇલ છે. આ તેલ સરળળતાથી હાથ પર ફેલાઇ જાય છે તેમજ ત્વચા સાથે ભળી જાય છે. વિટામિન ઇથી ભરપૂર હોવાથી આ તેલમાં ત્વચાને સૂરજથી પ્રાપ્ત થનારા દરેક ગુણ સમાયેલા છે. તે ત્વચાને વૃદ્ધ થતા રોકે છે. તેનામાં રહેલા એન્ટીફંગલ ગુણ એથલીટ ફૂટસની સમસ્યાને દૂર કરવામા ંપ્રભાવશાળી છે. તેમજ રિંગવોર્મ, એક્ઝિમા અને સોરાયસિસ જેવા ફંગલઇન્ફેકશનથી બચાવામાં મદદ કરે છે. 

સરસવનું તેલ

પ્રાચીન કાળમાં સરસવના તેલનો ઉપયોગ શરદી,ઊધરસ અને શ્વાસ સંબંધિત બીમારિઓ અને એલર્જી દૂર કરવા માટે, વાળની વૃદ્ધિ અને હેલ્ધી સ્કિન માટે કરવામાં આવે છે. સરસવનું તેલ ચીકણું  હોવાથી માલિશ માટે ઉત્તમ માનવામાં આવે છે. તે સોજા અને દુખાવાને ઓછું કરવા માટે ઉપયોગી છે. કાસ કરીને ઠંડી ઋતુમાં સરસવના તેલથી માલિશ કરવાથી ત્વચાની રૂક્ષતા દૂર થાય છે.  સરસવના તેલમાં કપાઉન્ડસ કેન્સર સેલની વૃદ્ધિને ધીમી કરીને આઇક્રોફોબિયસ વિકાસને રોકવવામાં પ્રભાવશાળી છે. સરસવના તેલમાં સમાયેલા ઓમેગા ૩ ફેટી એસિડ વાના કારણે થતા સાંધા જકડાઇ જવાની સમસ્યામાં આ તેલનું માલિશ ફાયદાકારક રહે છે. સરસવનું તેલ આંખની આસપાસ લાગી જવાથીબળતરા થવાની શક્યતા રહે છે. તેથી તે આંખની આસપાસ લાગે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું.

મસાજ ક્યારે કરવું જોઇએ

સવારે સ્નાનના ૩૦ મિનીટ પહેલા શરીરે તેલનું મસાજ કરવાનો યોગ્ય સમય કહેવાય છે. હાથમાં થોડું તેલ લઇ પૂરા શરીર પર ૧૫ મિનિટ સુધી ધીરે- ધીરે માલિશ કરવું. જેથી તેલ ત્વચામાં સમાઇ જાય. એક મહિનો કરવાથી ફાયદો થાય છે.  

- મિનાક્ષી

Tags :