Get The App

ફેશનના ફિતૂર: યૌવન ઝુમી ઊઠે

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
ફેશનના ફિતૂર: યૌવન ઝુમી ઊઠે 1 - image


ભાગ્યે જ કોઈ નારી એવી હશે જેના વોર્ડરોબમાં માળા (ચેઈન), બ્રેસલેટ, બંગડી, લટકણિયા કે બુટ્ટીઓ, નાકની જડ, ચાંદલા બ્રીચ, બેલ્ટ જેવી વસ્તુઓ જોવા નહિ મળે. ીનું પર્સ અને વોર્ડરોબ ફંફોસીને જરૂરી એવી વસ્તુ શોધવી એટલે મુસીબતને નિમંત્રણ આપવા બરાબર છે. આ બધી વસ્તુઓને વાપરવા માટે પણ કળા અને સૂઝની જરૂર પડે છે. એક્સેસરી (આ સર્વસામગ્રીઓ) ક્યારે અને કેવી રીતે પહેરવી જે કારણે હાસ્યાસ્પદ પરિસ્થિતિ જન્મે એ માટે કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે. પ્રસંગ, વય, ચહેરાનો નાક-નકશો જોઈને આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી સૌંદર્ય ઓર નિખરી ઉઠશે એમાં શંકાને સ્થાન નથી. ચોકર ગ્લેમર આપે છે. ચહેરાનો નાક નકશો ધ્યાનમાં રાખીને પહેરવામાંઆવેતો જાઉંટ મોતીઓ ચહેરાની સુંદરતામાં વધારો કરે છે. મોનીઓની બનેલી ધણી ચેઈન પ્રભાવશાળી અને સુધડ વ્યક્તિત્વની છાપ ઊભી કરે છે. બે બંગડીઓ ઈન્ટરલોક કરી અલગ ભાગ ઉત્પન્ન કરી શકાય છે, તો બે રંગના ચાંદાઓ વ્યવસ્થિત રીતે એ ક બીજા પર લગાડવામાં આવે તો ડ્રેસના બે રંગોને મેચ થતો ચાંદલો ચહેરાની પ્રતિભામાં વધારો કરશે એ વાતની નવાઈ નથી. 

- ચેઈન કેવી રીતે પહેરવી?

જરા અક્કલ વા૫૨વામાં આવે તો ચેઈન ફેશનનું એક મહત્વનું અંગ બની શકે છે. 'લુઝ લીન્ક' વેરાયટી કરતાં પાતળી ચેઈન વધુ સારી પસંદગી કરશે. ચેઈન જેમ લાંબી, તેમ વધુ સારું. ચેઈન લાંબી બનાવવા એક ચેઈનની રીંગમાં બીજી ચેઈનનું ફાસ્ટનર ભેગુ કરી શકાય છે.

ચેઈન ડબલ કરી પેન્ડન્ટને બદલે ગાંઠથી અલગ રૂપ આપી શકાય છે. ગળા ફરતે વીંટાળેલી ચેઈનચોકરનો આભાસ આપે છે. કાંડાની આસપાસ મેચીંગ ચેઈન વીંટાળવાથી બંગડીની અસર ઉપજાવી શકશે. પાર્ટીમાં પહેરવાના પ્લેઈન ડ્રેસ પર પટ્ટા ચેઈન વીંટાળવાથી ડ્રેસની શોભા વધી જશે. ખભાના પટ્ટા તરીકે પણ ચેઈનનો ઉપયોગ કરવામાં વાંધો નથી.

- બુટ્ટી પહેરવાની કળા

બુટ્ટી હેરસ્ટાઈલ અને પ્રસંગને અનુરૂપ પહેરવી જોઈએ. લાંબા વાળ માથા ઉપર બાંધવા હોય કે નાના કપાવ્યા હોય તો આકર્ષક બુટ્ટી વડે સમતુલા જાળવી શકાય છે. વાંકડિયા વાળને છૂટ્ટા રાખ્યાં હોય તો મોટા લુપ અથવા લાકડાના કે બ્રાસના લટકણિયા મનમોહક સાબિત થશે. ભરાવદાર ગોળ ચહેરા પરથી ધ્યાન ખેંચવા માટે ગોળ બુટ્ટી પસંદ કરો. ચહેરો પાતળો હોવાનો આભાસ ઉત્પન્ન કરવો હોય તો જાડી, લાંબી બુટ્ટી પહેરો. લાંબી અને ત્રિકોણાકાર બુટ્ટીઓ શ્રેષ્ઠ વિકલ્પ ઠરશે. ચોરસ ચહેરા પર ગોળ બુટ્ટી પરંતુ ઉપસેલી ડિઝાઈન સારી લાગશે. સાંકડા ચીરા પર મોટી, ચોરસ, બુટ્ટીઓ પહેરવામાં આવે તો પહોળા ચહેરાનો આભાસ લાવવામાં સફળતા મળશે અથવા તો કાન ઢાંકી દે તેવા બુટ્ટીયા પણ પહેરી શકાય.

બુટ્ટી માત્ર કાનમાં જ પહેરી શકાય તેવું નથી. બ્રોચ, કફલીંક, દુપટ્ટાને તેની જગ્યા પર રાખવા અથવા તો ક્લાસિક બુટની શોભા વધારવા વાપરી જુઓ. કફલીંગ તરીકે વાપરવા માટે સ્ટ્રોંગ શેપ અને રંગ પસંદ કરો.

- વીટી પસંદ કરવાની કળા

વીંટીની પસંદગી પણ પ્રસંગ અનુસાર જ કરવી. હાથ અને આંગળીની શોભા વધારે એવી જ વીંટી પહેરવી. આમિર ખાને ગુલામ ફિલ્મમાં ચારેચાર આંગળીમાં વીંટી પહેરી છે એટલે આપણે પહેરવી જોઈએ એવું નથી. ફેશન જરૂર કરવી પરંતુ શોભે તેવી જ કરવી એ સૂત્ર હંમેશા ધ્યાનમાં રાખવું. ટૂંકી આંગળીઓમાં અંડાકાર અથવા લંબચોરસ વીંટી અંગુલીઓ લાંબી હોવાનો આભાસ આપે છે. જાડી આંગળીઓની ઉણપ ઢાંકવી હોય તો ગોળાકાર વીંટી પહેરવી.

- કાંડા ઘડિયાળ

બજારમાં અનેક જાતની ઘડિયાળો મળેછે, તમારા કાંડાને અને પ્રસંગને શોભે તેવી ઘડિયાળ પસંદ કરો.

સાંજે પાતળી, આકર્ષક તેમ જ નાજુક કાંડા ઘડિયાળ પસંદ કરવી. ફેશન સાથે ચાલનાર માટે ફેશન ઘડિયાળો શ્રે વિકલ્પ સાબિત થશે.

જોકે આ ઘડિયાળ લાંબા સમય સુધી કામ આપતી નથી. બ્રેસલેટ વોચ બધા માટે આદર્શ છે. સ્પોર્ટ્સના ચાહકોએ ક્રોનોગ્રાફ વોચ પસંદ કરવી. સૌથી અલગ તરી આવવું હોય તો પોકેટ વોચ વાપરવી અગાઉના લોકો આ પ્રકારની ઘડિયાળ ખિસ્સામાં રાખતા હતા. નાજુક ચેન સાથે આ ઘડિયાળ સારી શોભશે.

- બ્રોચ

બ્રોચ પહેરવાની પણ અલગ અલગ કળા છે. કળાત્મક રીતે પહેરાયેલા બ્રોચ વોની શોભા વધારે છે. એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. નાનકડા જંતુ કે ફૂલોના આકારનાં થોડાં બ્રોચ ગળાથી ખભા સુધી આકર્ષક રીતે ગોઠવવાથી શોભી ઊઠશે. કોઈકવાર આ રીતે કોલર અથવા લેપલ પર લગાડવાથી પણ ટોળામાંથી અલગ તરી આવવામાં સફળતા મળશે. જરાક મોટી વયની ીઓએ કેમિઓ વાપરવા તેમ જ યુવાનો ચળકતાં રંગના અને બટનાકારના બ્રોચ પર પસંદગી ક૨શે તો કંઈ ખોટું નથી. ડિઝાઈન પર ધ્યાન ખેંચાય તે માટે લાંબા બ્રોચ અને સાદાડ્રેસની શોભા વધારવા માટેમેટલ અથવા નંગના બ્રોચ પહેરવા.

પાતળી કમર પર નાજુક ચામડાનો અથવા કપડાનો પટ્ટો વીંટાળવામાં આવે અને તેના પર ફૂલ આકારનું બ્રોચ પહેરવામાં આવે તો કમ૨ની નજાકત ઓર વધી જશે.

શાલ પહેરી હોય તો તેના સળ વ્યવસ્થિત રહે તે માટે બ્રોચનો ઉપયોગ થઈ શકે છે. એટલું જ નહિ પરંતુ લોકેટ તરીકે પણ બ્રોચ વાપરવાથી રૂઆબમાં ઓર વધારો પડશે. સ્વેટરની બાંય પર કે ગળાથી ખભા સુધીનાજુક આકારના બ્રોચ પહેરવાથી વ્યક્તિત્વ આકર્ષક બનશે.

- જૂતા અને પર્સ

બજારમાં જશો તો એક જુઓ તો બીજી ભૂલો એટલી વેરાયટીઓ મળી આવશે.

જુદા જુદા પ્રકારના બૂટ, ચંપલ, મોજડી, તેમ જ પર્સમાંથી વસ્ત્ર અને પ્રસંગને મેચ થાય એવી પસંદગી કરવાની આવડત હશે તો કોઈ સમસ્યા નડશે નહીં. ચામડાની પર્સની પસંદગી પણ ભીડમાં અલગ તરી આવે એવી હોવી જોઈએ.

બોલ્ડ પરિધાન પહેરવા માટેનો શ્રેષ્ઠ સમય રાતની પાર્ટી છે. રાત્રે પાર્ટીમાં મનોરમ્ય આકાર અને રંગના આભૂષણોની ચમક નિખરે છે. અન્યથી વેગળા દેખાવાનો મોહ હોય તો મોટી બુટ્ટી, મોતીના અથવા નંગની ગુચ્છાવાળી બુટ્ટી લાંબા લટકણિયા ચહેરા પર ઝૂલશે ત્યારે સૌંદર્યમાં એક નજાકતભરી છાંટ ઉત્પન્ન થશે. હીરાના આભૂષણો હશે તો ચહેરાની ચમક ઓર નિખરશે.

તમે કયા પ્રકારનાં સાજ શણગાર સજો છો એ મહત્ત્વનું નથી. પરંતુ કેવી રીતે પહેરો છો એ વધુ મહત્ત્વનું છે. એક્સેસરી યોગ્ય રીતે પસંદ કરવામાં આવે તો સાધારણ દેખાવની યુવતી પણ આકર્ષણ ઉત્પન્ન કરી શકે છે. સૂઝ વગર પહેરેલી સામગ્રી સુંદર યુવતીને કદરૂપી બનાવવા પૂરતી છે. આજકાલ નાજુક દાગીનાની  ફેશન છે એ વાત ધ્યાનમાં રાખો. 


Google NewsGoogle News