Get The App

ચમકતી -દમકતી ત્વચા માટે ઉત્તમ દહીંના ફેસમાસ્ક

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
ચમકતી -દમકતી ત્વચા માટે ઉત્તમ દહીંના ફેસમાસ્ક 1 - image


દહીં પોષક તત્વોથી ભરપુર હોય છે તેથી જ તેને સંપૂર્ણ આહારનો હિસ્સો માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને અન્ય પોષક તત્વો સમાયેલા હોય છે. તેનું સેનવ અનેક બીમારીઓમાં ફાયદાકારક હોવાની સાથેસાથે સૌંદર્ય નિખારમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. દહીંના ફેસપેક ત્વચામાં નિખાર લાવવાની સાથેસાથે ચમકતી-દમકતી પણ કરે છે. 

ફટકડી અને દહીં

ફટકડીનો ભુક્કો, દહીં અને પાણી ભેળવીને પેસ્ટ બનાવવીય ટહેરાને ટોનરથી ટોન કરવોય ફેસ પેકને ચહેરા પર લગાડવું ખાસ કરીને ખીલ હોય ત્યાં લગાડવું. સુકાઇ જાય પછી ધોઇ નાખવું. ઘણા લોકોને ફટકડીની સાઇડ ઇફેક્ટ થવાની શક્યતા હોય છે. તેથી આ પેસ્ટમાંથી એક નાનો પેચ ટેસ્ટ હાથ પર કરવો. લગાડયા પછી બળતરા થાય તો ફેસપેકનો ઉપયોગ કરવો નહીં. 

ફટકડી અને દહીં બન્ને પોતપોતાના ઔષધીય ગુણો માટે જાણીતા છે. ફટકડીમં એન્ટીસેપ્ટિક અને એન્ટી-ઇફ્લેમેટરી ગુણ સમાયેલા હોય છે. જે ખીલ  ઉત્પન કરનારા બેકટેરિયાનો નાશ કરે છે. તેમજ સોજા ઓછા કરવામાં મદદ કરે છે. દહીંમાં લેક્ટિક એસિડ સમાયેલું હોય છે જે એક કુદરતી એક્સફ્લોએન્ટ છે. જે ત્વચાને મુલાયમ બનાવે છે અન ેડેડ સેલ્સને દૂર કરે છે. આ પેકના ઉપોગથી ત્વચા પરના રોમછિદ્રો બંધ નથી થઇ જતા અને ખીલનું જોખમ ઘટે છે. તેમજ ચહેરા પરના ડાઘ-ધાબા ઝાંખા  કરવામાં મદદ કરે છે. 

દહી-એલોવેરા પેક

એક બાઉલમાં દહી સાથે હળદર, એલોવેરા અને મધ ભેળવીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું અને સુકાઇ જાય એટલે હુંફાળા પાણીથી ધોઇ નાખી મોઇશ્ચરાઇઝર લગાડવું. ત્વચા મલાયમ રેશનજેવી થાય છે. 

દહીં અને જવનો લોટ

પા કપ દહીમાં બે જમચા જવનો લોટ, એક મચો મધ અને થોડો લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવીચહેરા અને  હાથ પર લગાડવાથી મૃત ત્વચા દૂર થાય છે. સસુકાિ જાય પછી ધોઇ નાખવું. ત્વચા પરના કાળા ધાબા પણ દૂર થાય છે. 

દહીં અને હળદર

દહીં અને હળદરની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું અને સુકાઇ જાય પછી ધોઇ નાખવું. હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો. ત્વચા ચમકીલી અને મુલાયમ થાય છે. 

દહીં અને મધ

બે ચમચા દહીમાં અડધો ચમચો મધ ભેલવીને ચહેરા પર લગાડવું. સુકાઇ જાય પછી ચહેરો સાફ કરવો. આ મિશ્રણમાં મધ હોવાથી મધ ત્વચાને નમી પ્રદાન કરે છે જેથી ત્વચા પર તાજગી આવે છે. રૂક્ષ ત્વચા ધરાવનારાઓ માટે આ રામબાણ ટિપ સાબિત થઇ છે. 

દહીં અને લીંબુનો રસ

પા કપ દહીમાં એક મોટો ચમચો લીંબુનો રસઅને બદામનું તેલ ભેળવું. એક કલાક સુધી ફ્રિજમાં રાખી દેવું.  આ મિશ્રણથી હાથ પર મસાજ કરવો અને ૨૦ મિનીટ પછી ધોઇ નાખી હુંફાળા પાણીથી હાથ ધોઇ નાખવા.  નખની આસપાસની ત્વચા સ્વચ્છ થઇ જાય છે. 

પા કપ દહીમાં લીંનો રસ અને બે મોટા ચમચા  જૈતૂનનું તેલ ભેળળવું આ પેસ્ટને વાળમાં તેમજ ચહેરા પર પણ લગાડવી. ્ડધો કલાક પછી સ્નાન કરી લેવું. વાળ ખરવાની સમસ્યા દૂર થવાની સાથેસાથે ચહેરા પર પણ નિખાર આવશે. 

દહીં અને ચણાનો લોટ

ઓઇલી ત્વચા ધરાવનાર માટે આ એક પરફેક્ટ પે છે. બે ચમચા દહીંમાં એક મોટો ચમચો ચણાનો લોટ ભેળવી પેસ્ટ કરી ચહેરા પર લગાડવું. ત્વચા પરનું વધારાનું તેલ શોષાઇ જશે. 

- જયવિકા આશર


Google NewsGoogle News