વાનગીઓને સ્વાદિષ્ટ બનાવવા માટે ભારતીય મસાલાઓમાં ત્રણ નવા મસાલાઓની એન્ટ્રી
ભારતીય મસાલામાં સામાન્ય રીતે હળદર, મરચું ધાણાજીરૂ, તેમજ અન્ય જેવા કે બિરીયાની, પાઉંભાજી, ગરમ મસાલા વગેરેનો ઉપયોગ થતો હોય છે. પરંતુ આધુનિક કિચનમાં ત્રણ નવા મસાલાઓની એન્ટ્રી થઇ ચુકી છે. જેમાં ઓરેગનો, થાઇમ અને રોજમેરી સામેલ છે.
ઓરેગનો
ઓરેગનો પોતાની સુગંધ માટે જાણીતો છે.અને તે ઇટાલિયન ફૂડમાં ઉપયોગમાં લેવામાં આવે છ.ેપરંતુ હવે તેને ભારતીય ફ્યૂઝન ફૂડમાં પણ સીઝનિંગ તરીકે સુકા અને લીલો ેમ બન્ને તરીકે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે. આજે ગૃહિણીઓના રસોડામાં ઓરેગનો, થાઇમ અને રોજમેરી જેવા હર્બસ પણ જોવા મળે છે. જે વાનગીનો સ્વાદ અને સોડમ વધારવાની સાથેસાથે તેમાં સમાયેલ ઓક્ડીડન્ટસથી શરીરને સ્વસ્થ રાખે છે.
ઓરેગનો ઉપયોગ મોગલાઇ વ્યજનોમાં નથી કરવામાં આવતો. તે ઇટલેયિન ફૂડ જેવા કે પિત્ઝા અને પાસ્તામાં ખાસ કરીને ઉપયોગમાં લેવાતો હોય છે. ભારતીય ફ્યૂજન, સૂપનું ટોપિંગ, વેજિટરેયિન સેન્ડવિચ અને ફ્યૂઝન સ્નેકસમાં પણ સ્વાદ વધારવા માટે ઓરેગનો ઉમેરવામાં આવે છે.
ઓરેગનો ખાસ કરીને જે વાનગીઓમાં ઓલિવ ઓઇલ. લસણ, કાંદા, મરી, મરચાના બિયાંનો પયોગ થયો હોય તેમાં ઉમેરવાથી વાનગી વધુ સ્વાદિષ્ટ લાગે છે.
ઈંડા અને પનીરની વાનગીઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેને ઇન્ડિયન અને સ્પેનિશ આમલેટમાં પણ ઉમેરી શકાય છે
એક કાંચના જારમાં અડધો અડધ ભાગ તાજો ઓરેગનો ભરવો અને તેમાં પા ભાગ જેટલું મધ ઉમેરવું. આ શીશીને એક મહિના સુધી તડકામાં રાખવું.વચ્ચે વચ્ચે શીશીનું ઢાકણ ખોલી તેને હલાવતા રહેવું. મહિનાના અંતમાં તેને ગાળીને હવાચુસ્ત બરણીમાં ભરી દેવું. આ મિશ્રણને ઇટાલિયન ફૂડ, બેક્ડ વેજિટેબલ્સ, લીંબુ પાણી અને મીઠાના ઘોળમાં ભેળવી શકાય છે.
થાઇમ
થાઇમ હર્બ પોતાના ખાસ સ્વાદના કારણે ટર્કી, ગ્રીક, ફ્રેન્ચ અને ઇટાલિયન ફૂડમાં પોતાની ઓળખ બનાવી ચુકી છે.
બેક્ડ શાક જેવા કે બટાટા, બીન્સ, કેપ્સિકમ, સ્વીટકોર્ન સાથે થાઇમ હર્બ ઉમેરવાથી સ્વાદ વિશે, લાગે છે. ઇટાલિયન ફૂડમાં ઓરિગનો સાથે પણ તેનો સમાવેશ કરવામાં આવે છે.
થાઇમ અને ઓરેગનોને હળવા ભીના કિચન ટુવાલમાં વીંટાળીને રાખવા. તેને બીન્સ સલાડ અને ટોમેટો બેસ્ડ ડિશમાં વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. ઓનિયન-થાઇમ સૂપ, પંપરિન-પોટેટો સૂપ, કેરેટ-જિંજર સૂપ, ઇટાલિયન વેજ સૂપમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
મોમોઝ, ડંપલિંગ અને પિત્ઝામાં પણ થાઇમનો ઉપયોગ કરવામાં આવે છે.
રોઝમેરી
રોઝમેરી હર્બને વેજ અને નોનવેજ સૂપમાં ઉમેરવામાં આવે છે. ઉપરાંત મશરુમ, કાંદા, વટાણા, આલુ અને પાલકની રેસિપીમાં નાખવામાં આવે છે.
તેની લેમન ફ્લેવર હોવાથી તે ફ્રુટ, સલાડ ્ને સૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
પાસ્તાનો સ્વાદ વધારવા માટે પાસ્તામાં રોઝમેરી નાખવામાં આવે છે.
- સુરેખા મહેતા