ટીશર્ટ પર ચિતરામણ : ગ્રેફીટી .
આજના યુવાનોની વાત જ અલગ છે. બિન્ધાસ લાઈફસ્ટાઈલમાં વિશ્વાસ ધરાવતા આ યુવાનો 'બધું જ ચાલે છે' ને બદલે 'સમથિંગ ડિફરન્ટ'માં વિશ્વાસ ધરાવે છે. તેમનું આ બિન્ધાસપણું તેમના પહેરવેશમાં પણ દેખાઈ આવતું હોય છે.
પહેરવેશની વાત કરો તો ટીશર્ટ વિના તો વાત કંઈ જામતી જ નથી. અને એવું કેમ ના હોય? જે ક્યારેય આઉટ ઓફ ફેશન નથી થતું. યુવતીઓ હોય કે યુવકો, કમ્ફર્ટેબલ હોવાને કારણે સૌકોઈની પહેલી પસંદ છે ટીશર્ટ. પાર્ટીમાં પહેરવું હોય, કેઝ્યુઅલ પહેરવું હોય કે પછી તમે કમ્પ્લીટલી રિલેક્સના મૂડમાં હો ત્યારે ટી શર્ટથી વધુ સારું બીજું હોઈ શકે!
હા, તેને પહેરવાનો અંદાજ જરૂર બદલાઈ જાય છે. જેમ કે આ દિવસોમાં પ્લેન ટીશર્ટને બદલે ગ્રેફિટીથી સજાવેલાં ટીશર્ટ્સની બોલબાલા છે. ગ્રેફિટી શું છે
આજકાલ ગ્રેફિટીથી સજાવેલાં ટીશર્ટનો પોતાનો એક અલગ જ ક્રેઝ છે. ગ્રેફિટી અર્થાત ટીશર્ટ પર લખેલો કોઈ મેસેજ કે કોટ્સ જે ફની હોવાની સાથે સાથે એક્ટિવ હોય અથવા તમારા એટિટયૂડ દર્શાવવાની સાથે તમારી પર્સનેલિટી સાથે પણ મેળ ખાય.
આ પ્રકારનાં ટીશર્ટ માર્કેટમાં રેડીમેડ તો મળે જ છે, તે સિવાય તમે ઈચ્છો તો તમારી જાતે પણ બનાવી શકો છો. આવાં ટીશર્ટનો એક ખાસ પ્લસ પોઈન્ટ એ છે કે તમને જ્યારે ગમે ત્યારે જૂની ગ્રેફિટીને દૂર કરી નવી સજાવી શકો છો.
આ રીતે સજાવો ગ્રેફિટી
''ટીશર્ટ પર ગ્રેફિટી સજાવવી બહુ જ સહેલી છે અને તેને કોઈ પણ કરી શકે છે'' આ કહેવું છે, બ્રિટનથી આવેલા ફેશન ડિઝાઈનરનું. તેમના અનુસાર, તેને માટે બસ, એક પ્લેન ટીશર્ટ અને તેમાં વપરાતા ફેબ્રિક પેઈન્ટની જરૂર પડે છે. ફેબ્રિક પેઈન્ટ, ફ્રોલિકા એક્રેલિક કલર, પિગ્મેન્ટ કલર વિથ સિન્થેટેકિ બાઈન્ડર પેઈન્ટસની મદદથી યુવકયુવતીઓ કોઈ મુશ્કેલી વિના પેઈન્ટ કરી શકે છે.
તમે જે પણ સ્લોગન કે કોટ્સ લખો તેનો ફ્રોલિકા પેઈન્ટ્સથી બ્રશ વિના સીધો જ ટીશર્ટ પર પેનની જેમ ઉપયોગ કરો. આ સિવાય તમે હાર્ડબોર્ડના સ્ટેન્સિલ્સ બનાવીને તેને પણ પેઈન્ટને માટે ચૂઝ કરી શકો છો.
જો તમને ડ્રોઈંગમાં રસ હોય તો ટીશર્ટને સ્ટ્રેચ કરીને તેના પર મનપસંદ આકૃતિ બનાવી પેઈન્ટ કરી શકો છો. જો એ બાબતમાં તમારો હાથ થોડો તંગ હોય તો વાંધો નહીં, સિમ્પલ, જ્યોમેટ્રિકલ, ફિગર્સ જેવા ચોરસ, ત્રિકોણ, ગોળાકાર ડ્રો કરી શકો છો અને તેમા સ્માઈલી ફેસ જેવાં ફિગર તો તમે બનાવી જ શકો છો. જો આટલી તસ્દી લેવાનો મૂડ ન હોય તો પછી બજારમાં મળતી વિવિધ ડિઝાઈનોને ઝટપટ ટ્રેસ કરીને પેઈન્ટ કરી લો.
વ્હાઈટ ટીશર્ટ ડાર્ક કલર
ચિંતને ખૂબ મહેનતથી પોતાના ટીશર્ટ પર ગ્રેફિટી સજાવી હતી. કોટ્સ ઉપરાંત તેણે ડિઝાઈન પણ બનાવી હતી. આ ટીશર્ટને જોઈને તેના મિત્રોએ ખૂબ પ્રશંસા કરી. પણ અઠવાડિયામાં જ આ ટીશર્ટના બધા જ રંગ નીકળી ગયા.
આવું ક્યાંક તમારી સાથે ન થાય એટલે ફેશન ડિઝાઈનરે એ વિશે જણાવ્યું, ''ટીશર્ટ પેઈન્ટ કરવાને માટે હંમેશાં કોટન હોઝિયરીનું કપડું લો. કંઈ પણ ડ્રો કરો તે પહેલાં એ વાત ડિસાઈડ કરી લો કે તમારે પેઈન્ટ શું અને ક્યાં કરવાનું છે, જેમ કે ફ્રંટ પર કે બેક સાઈડ. પણ તે મુજબ કલર તથા પેઈન્ટિંગ હંમેશાં કોન્ટ્રાસ્ટ જ લો. જો ટીશર્ટ વ્હાઈટ હોય તો તેના પર ડાર્ક કલર સારો લાગશે.
''પેઈન્ટિંગ કરતી વખતે ટીશર્ટનાં બે લેયર્સની વચ્ચે વુડન બોર્ડ મુકી દો જેથી પેઈન્ટ કરતી વખતે પાછળની બાજુ કલર ન લાગે. પેઈન્ટ કર્યા પછી ઓછામાં ઓછું ૩૬ કલાકને માટે પેઈન્ટને સુકાવા દો અને પછી ટીશર્ટને ઊંધુ કરી પેઈન્ટિંગવાળા ભાગને પ્રેસ કરો. આવું કરવાથી પેઈન્ટિંગનો રંગ પાકો થઈ જશે.''
યુવાનોના વિચાર
કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ વિલાસના ટીશર્ટ પર લખેલા મેસેજ 'ઈફ યૂ ડોન્ટ લાઈક માય એટિટયૂડ, પ્લીઝ ક્વાઈટ ટોક ટૂ મી' એ અન્ય વિદ્યાર્થીઓને તેની સાથે વાત કરવા માટે મજબૂર કરી દીધા. આ કોટ્સની બાબતમાં તે કહે છે, ''યસ, અફકોર્સ, હું એવો જ છું. બીજાને કારણે હું મને ક્યારેય બદલી નથી શકતો. હવે તે સામેવાળા પર ડિપેન્ડ કરે છે કે તે મારી સાથે વાત કરે કે નહીં.''
'ટોક ઈઝ ચીપ બિકોઝ સપ્લાય એક્સીડ ડિમાન્ડ' જેવા શબ્દોથી સજેલી એમ.એન.સી.માં કામ કરતી સંજના કહે છે કે આ પ્રકારનું ટીશર્ટ તમને બીજાથી તો અલગ બનાવે જ છે, સાથે ભીડમાં ગુમ થવાનો ડર પણ નથી રહેતો.
મોલમાં શોપિંગ કરતી કાજલ અનુસાર, ''હું અહીં આવી તો હતી સ્કર્ટ ખરીદવા, પણ એક ટીશર્ટ જેના પર લખ્યું હતું : 'નોબડીઝ પરફેક્ટ એન્ડ સિન્સ આઈ એમ નોબડી' જે મારી સાથે કનેક્ટિંગ લાગ્યું, મારી પર્સનેલિટી સાથે મેળ ખાતું.'' તે ખરીદી લીધું.
કોલસેન્ટરમાં જોબ કરતા રાકેશનું માનીએ તો આજકાલ ફંકી આઉટફિટ પહેરવાનો જમાનો છે. ત્યારે ગ્રેફિટીથી સજાવેલું આ ટોપ કૂલ અને એથનિક અસર પાડે છે. સાથે એ ફેશન યુવાનોને માટે બહુ ભારે પણ નથી લાગતી. તેમનો મિત્ર અમર કહે છે કે મનને સ્પર્શી જનારાં સ્લોગન લોકોની વચ્ચે અટ્રેક્ટિવ બનાવે છે અને ઘણીવાર તો તેને કારણે જ મારા મિત્રો બને છે.
ચોઈસનું ધ્યાન રાખો
''આઈ એમ એ મિસ ઈન્ડિયા, યૂ બિલીવ ઔર નોટ' લખેલું ટીશર્ટ પહેરેલી સ્નેહા નજર મળતાં જ હસી પડે છે. તે કહે છે કે હું ખરેખર ફની છું અને એ હું લોકોને ખુશ જોવા માંગુ છું. મારાં લખેલાં કોટ્સ વાંચીને લોકો ભલે થોડી ક્ષણો માટે પણ પોતાનું ટેન્શન ભૂલીને હસી લે છે. ત્યારે મને બહુ જ ખુશી થાય છે.
કેટલાંક એવાં યુવકયુવતીઓ પણ છે, જેઓ ફની નહીં પણ એવી ગ્રેફિટી પસંદ કરે છે, જેમાં તેમનું બિન્ધાસપણું ઝળકતું હોય.
જ્યારે એમ.બી.એ.ની સ્ટુડન્ટ રેખાને તેનાથી કોઈ ફેર નથી પડતો કે ટીશર્ટ પર શું લખ્યું છે બસ, તે જોવામાં સારું લાગે, ટ્રેન્ડી હોય તો કંઈ પણ ચાલે.
જો તમે પણ તમારા ટીશર્ટ પર ગ્રેફિટી સજાવવાનું વિચારતા હો પણ તમને કશું સૂઝતું ન હોય તો તે માટે તમે ઈન્ટરનેટની સહાયતા લઈ શકો છો. બસ, તમે ગૂગલમાં જઈને ગ્રેફિટી,કોટ્સ કે સ્લોગન ટાઈપ કરો અને તમારી ચોઈસ મુજબ કોઈપણ કોટ્સ ચૂઝ કરી લો, કારણ કે અહીં તમને મળશે અસંખ્ય કોટેશન્સ, સેલ્ફ ડિઝાઈન કરેલાં ટીશર્ટ પહેરવામાં જે મજા તમને મળશે તે રેડીમેડ ટીશર્ટમાં ક્યાં?