Get The App

રોગ-ઘરેલુ ઉપચાર અને આયુર્વેદ

- આરોગ્ય સંજીવની - જહાનવી ભટ્ટ

Updated: Dec 8th, 2020

GS TEAM


Google News
Google News
રોગ-ઘરેલુ ઉપચાર અને આયુર્વેદ 1 - image


ભાગ-૧

આજે વાચક મિત્રો સાથે એવી વાતો હું શેર કરવા માગું છું કે, જેમાં રોગના ઉપાયો ખુબ જ સરળ અને ઘરગથ્થુ તથા અનુભવસિદ્ધ છે.

આપણી આડોસ-પાડોસ કે ફળિયામાં અથવા તો આપણા રસોડામાં જ કેટલીયે વસ્તુઓ એવી હોય છે. કે જેનાથી આપણે રોગનું નિવારણ કરી શકીએ છીએ, પરંતુ જે-તે વસ્તુના ગુણો વિશેનાં પર્યાપ્ત જ્ઞાાનની જાણકારીનાં અભાવે આપણે આ લાભથી વંચિત રહી જઈએ છીએ. આ રીતના ઉપાયોની કોઇ જૈગી ીકકીબા થતી નથી, તથા રોગ ધીરે ધીરે ઠીક થતો જાય છે, અને તેના સતત અને સાચા ઉપયોગથી રોગને જડમૂળથી પણ કાઢી શકાય છે. ઘરગથ્થુ ઉપચારની સાથે સાથે નિષ્ણાતની સલાહ મુજબ ખાવા પીવાનો પથ્યક્રમ તથા પ્રાકૃતિક નિયમોનું પાલન અવશ્ય રોગને કાબુમાં લઇ આવે છે.

આજે આપણે કેટલાક રોગો અને તેના ઘરગથ્થુ ઉપચારો વિશે કેટલીક જાણકારી મેળવીશું.

અહીં કોઇ પણ રોગમાં બતાવેલા ઉપાયોમાંથી એક સમયે એક સાથે એક જ ઉપાય કરવો અને જે સુલભ અને સરળ લાગે તો કરવો તેમજ વૈદ્યની સલાહ પણ લેવી.

૧. શિર: શૂલ :-

 આજ-કાલ માથાનો દુખાવો ખૂબ જ સામાન્ય બની ગયો છે. સામાન્ય માથાના દુ:ખાવાની ફરિયાદ હોય તો નીચેનાં ઘરગથ્થુ ઉપચારો કરી શકો છે.

- બે ગ્લાસ પાણીમાં ૧/૨ ચમચી સિંઘવ નાખીને પીવું અને પછી ૨૦ મિનિટ આરામ કરવો. (બી.પી.ની તકલીફ હોય તો આ પ્રયોગ કરવો નહીં)

- નાકના બંને નસકોરામાં બે-બે ટીપાં મધ નાખવું.

- અડધા શિરમાં દુ:ખાવો હોય તો તેના વિરુદ્ધ નસકોરામાં બે ટીપાં મધ નાખવું.

- તુલસીનો ઉકાળો ૨૦ સન ની માત્રામાં પી શકાય છે.

૨. સ્મૃતિ માંદ્યતા :-

 જેમની યાદ શક્તિ કમજોર પડી ગઇ હોય તેને સ્મૃતિમાંદ્યતા કહેવામાં આવે છે. જે માટે,

૧. બ્રાહ્મીનાં પાંદડાનો રસ દરરોજ પીવો.

૨. બદામનાં તેલથી માથામાં માલિશ કરવું.

૩. ગળો, જીરુ અને તુલસીનો ઉકાળો પીવો.

૪. સર્વાંગાસન, ભ્રામરી પ્રાણાયામ તથા જલનેતિ ક્રિયા પણ સ્મૃતિ વધારવા માટે ખૂબ ઉપયોગી છે.

૩. ગળુ અને સ્વરની સમસ્યા :-

૧. ગળામાં દર્દ હોય તો હળદર અને સિંધવ નમકનાં પાણીનાં કવલ કરવા

૨. ગળામાં ખારાશ માટે મરી અને ગોળનો ઉકાળો પીવો.

૩. જેઠી મધની ગોળી ૨-૨ ગોળી સવાર-સાંજ ચૂસ્યા કરવી.

૪. તાંબાનાં વાસણમાં રાખેલું પાણી પીવું.

(૪) ખાંસી :

 ૧. જો ખાંસીનો વેગ વારંવાર આવી રહ્યો હોય તો, તુલસી અને અરડુસીનો ઉકાળો દિવસમાં ૨ વાર પીવો.

૨. સૂંઠ, કાળા મરી અને પિપ્પલી સમપ્રમાણમાં લઇ તેનું ચૂર્ણ બનાવી અડધી ચમચી પાવડર મધ સાથે ચાટવો અથવા તેનો ઉકાળો બનાવીને પણ લઇ શકાય છે.

૩. કાળા મરી અને ગોળનો ઉકાળો અથવા આદુ અને ગોળનો ઉકાળો દિવસમાં બે વાર પીવો.

૫. તાવ (જવર) :-

૧. તાવ માટે દિવસમાં ત્રણ વાર ગળોનો ઉકાળો પીવો.

૨. દિવસમાં ૨ વાર તુલસીનો ઉકાળો પીવો.

૩. પાણી હંમેશા ગરમ જ પીવું. તથા આહારમાં મગ, રાગી, જુવાર અને ચોખાની ગન્જી બનાવીને સિંઘવ નમક સાથે લેવી જોઈએ. ઉપરાંત મોસંબી, સંતરા અને લીંબુ પાણી ૧ ચમચી મધ સાથે લેવું.

૪. ગળો ઘનવટીની ૨-૨ ગોળી સવાર-સાંજ ભૂકો કરીને સુખોષ્ણ જળ સાથે લઇ શકાય છે.

(૬) મધુમેહ :-

 આ રોગ મુખ્યત્વે અનિયમિત ભોજન વ્યાયામની કમી, માનસિક તનાવ તથા વારસાગત કારણોથી થતો જોવા મળે છે. આ રોગમાં આહાર-વિહારની નિયમિતતાથી બહુ લાભ થાય છે.

- ઘઉંના લોટનાં બદલે જવનાં લોટની રોટલી ખાવી તે ડાયાબિટીસનાં દર્દીને ખૂબ લાભકારક છે.

- રાત્રે ૧ ચમચી મેથી ૧ ગ્લાસ પાણીમાં પલાળી દેવી સવારે તે પાણી પી જવું તથા મેથીનાં દાણાને ચાવીને ખાઈ લેવા.

- આહારમાં ચોખાનો ઉપયોગ નહિવત કરવો. ઉપરાંત રાગી, મેથી, કઢીપત્તા, આંબળા, જીરુ, લસણ, કાળા જાંબુ, હળદર, અશ્વગંધા ચૂર્ણ, ગળો, વગેરેનો ઉપયોગ વધારે કરવો.

(૭) મૂત્રસંબંધી રોગ :- 

પેશાબને રોકી રાખવાની કુટેવ, સ્વચ્છ પાણી ન પીવું, નિયમિત સમયે ભોજન ન કરવું (ટાઇટ) ચુસ્ત વસ્ત્રો પહેરવા વગેરે મૂત્ર સંબંધી રોગો ઉત્પન્ન કરે છે. તેનાં ઉપાયો અલગ-અલગ છે. જેમાં

- પેશાબમાં જલન કે બળતરા થતી હોય તો ઉશીરનાં પાંદડાનો કાઢો લેવો જોઈએ.

- વારંવાર પેશાબ જવાની જે વ્યક્તિઓને સમસ્યા હોય (વડીલોને આ સમસ્યા વધારે સતાવતી હોય છે) તેમણે જરાનો કાઢો પીવો જોઇએ.

- પેશાબ રોકાઇ - રોકાઇને આવતો હોય તો તજનો ઉકાળો સવાર-સાંજ લેવો જોઇએ.

- મૂત્ર સાફ આવે તે માટે નારિયેળનું પાણી + ૧ ચમચી મધ + ૩ એલચી નાખીને પીવું જોઈએ.

- બહુ ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઇએ.

આ ઘરગથ્થુ ઉપચારોથી મૂત્ર સંબંધી રોગો પર કાબુ મેળવી શકાય છે.

બીજા પણ ઘણાં એવા રોગો છે કે જેમાં ઘરગથ્થુ ઉપાયો પરિણામ આપી શકે છે. તેની વિગતે ચર્ચા આવતા અંકે કરીશું.

Tags :