Get The App

ડિજિટલ હેલ્થ આઈડી : આયુષ્માન ભારત હેલ્થ ઍકાઉન્ટ

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
ડિજિટલ હેલ્થ આઈડી : આયુષ્માન ભારત હેલ્થ ઍકાઉન્ટ 1 - image


'આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ' (આભા) કાર્ડ એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ છે.

એક પ્રમુખ યોજના આયુષ્માન ભારત ડિજિટલ મિશન (એબીડીએમ) અંતર્ગત દેશ માટે વ્યાપક ડિજિટલ હેલ્થ ઈકો સિસ્ટમની ભવિષ્યમાં પરિકલ્પના કરી રહી છે. ચાર કરોડથી વધુ વ્યક્તિઓના ડિજિટલ હેલ્થ રેકોર્ડ આભા ખાતા સાથે જોડાયેલા છે. ૨૯ કરોડથી વધુ નાગરિકોએ તેમના અનન્ય આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ્સ બનાવ્યાં છે.

આભાના લાભો : તમામ તબીબી માહિતી, જેમાં પરીક્ષકો, નિદાન, દવાઓનાં પ્રિસ્ક્રિપ્શન્સ અને એને લગતી ગણી બધી માહિતીઓનો સમાવેશ થાય છે અને આ બધું આપને એક જ ઑનલાઈન સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ પર મળી રહે છે. તબીબી રેકોર્ડ સરળતાથી હૉસ્પિટલો, ક્લિનિક્સ, ડૉક્ટરો વગેરે સાથે શેર કરી શકાય છે. હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી (એચપીઆર), જે તમામ ભારતીય ચિકિત્સકોની ડિરેક્ટરી છે જેનો ઉપયોગ કરીને બધી માહિતી મેળવી શકો છો. હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી (એચપીઆર), જે તમામ ભારતીય જાહેર અને ખાનગી તબીબી સુવિધાઓની ડિરેક્ટરી છે જેનો ઉપયોગ કરીને બધી માહિતી મેળવી શકો છો. એલોપેથી ઉપરાંત, આયુષષ સારવાર સંસ્થાઓ પણ આ કાર્ડ સ્વીકારે છે. ઉલબબ્ધ સારવારોમાં, આયુર્વેદ, યોગ, નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપથીનો સમાવેશ થાય છે. આભા હેલ્થ આઈડી કાર્ડ માટે ઑનલાઈન કેવી રીતે નોંધણી/અરજી કરવી : આભા હેલ્થ આઈડી કાર્ડ માટે નોંધણી કરવા માટે મુખ્યત્વે બે રીત છે.

આધાર દ્વારા : જો તમારો આધાર તમારા સેલ ફોન નંબર સાથે જોડેલ હોય, તો તમે તેનો ઉપયોગ આભા હેલ્થ આઈડી માટે સાઈન અપ કરવા માટે કરી શકો છો. ઓટીપી સત્યાપન માટે આ જરૂરી છે.

ડ્રાઈવિંગ લાઈસન્સ દ્વારા : જો તમે તમારા ડ્રાઈવિંગ લાઈસન્સનો ઉપયોગ કરો છો તો એબીડીએમ પોર્ટલ તમને પ્રવેશ નોંધણી નંબર આપશે પછી તમારી ઓળખ સત્યાપીત કરાવવા માટે તમારે તમારું ડ્રાઇવિંગ લાઈસન્સ નજીકની એબીડીએમ પાર્ટનર સુવિધામાં લઈ જવાની જરૂર પડશે.

આભા હેલ્થ આઈડી કાર્ડ ઓનલાઈન પણ મેળવી શકાય છે.

અધિકૃત પોર્ટલ :

https: //healthid. ndhm. vov.in

આભા નંબર કેવી રીતે બનાવવો : પગલું ૧. આભા મોબાઈલ એપ્લિકેશન ખોલો અથવા સત્તાવાર એનડીએચએમ વેબસાઈટની મુલાકાત લો.

પગલું ૨ : 'ગો ટુ ક્રીએટ માય આભા નંબર' ટેબ પસંદ કરો. પગલું ૩ : આપનો પાન, આધાર અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર દાખલ કરો.

પગલું ૪ : દાખલ કરવા માટેનો એક ઓટીટી સંબંધિત રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જારી કરવામાં આવશે.

પગલું ૫ : ત્યારબાદ, તમને તમારો મોબાઈલ નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે અને તેની પુષ્ટિ કરવા માટે તમારા ફોન પર એક ઓટીપી આવશે.

શિક્ષણ સહિત જે સમસ્તર તેમજ સીધા ઘણા બધા માર્ગો પ્રદાન કરશે, આમ શિક્ષણના એક સ્તરને બીજા ઉચ્ચ સ્તર સાથે જોડે છે. આનાથી વ્યક્તિ ઇચ્છા અનુસાર લાયકાત સ્તર હાંસલ કરી શકશે, પોતાના કાર્યક્ષેત્રમાં કામ કરી શકશે અને યોગ્ય સમયે, તેમની ક્ષમતાઓને વધુ ઊંચાઈઓ પર લાવવા માટે વધારાની કુશળતા પ્રાપ્ત કરશે.

ઓનલાઈન પોર્ટલ : 

https://nielit.gov.in/content/nsqf

પગલું ૬ : નેશનલ હેલ્થ ઓથોરિટી તમારા મોબાઈલ નંબરની પુષ્ટિ કરે તે પછી એક ફોર્મ પેજ લોડ થશે. તેમાં તમારે તમારું નામ, ઉંમર, લિંગ, ઈમેલ એડ્રેસ અને અન્ય અંગત માહિતી ભરવાની રહેશે.

પગલું ૭ : તમે તમારા જવાબો સબમિટ કર્યા પછી તમારું આભા આઈડી ડાઉનલોડ કરી શકો છો. અંગત માહિતીનો ઉપયોગ કરીને આપ લોગ ઈન કરી શકો છો અને આભા દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સેવાઓનો લાભ લઈ શકો છો.


Google NewsGoogle News