ડર્મલ ફિલર : ચહેરાની રોનક વધારે
સુંદર દેખાવની ચાહ એક મહિલાને દરેક પ્રકારના પ્રયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તે કલાકો સુધી ડ્રેસિંગ ટેબલ સામે બેસીને સ્વયંને નિહાળતી અને સુંદર બનાવવાના નુસખા અજમાવતી રહે છે. ક્યારેક તે મેકઅપની મદદ લે છે તો ક્યારેક કોઈ બ્યુટિ ટ્રીટમેન્ટની. કરચલીઓ છુપાવવા અને ચહેરાની સ્કિનની ટાઈટનેસ જાળવી રાખવા માટે હવે ડર્મલ ફિલર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉંમર વધવાની સાથે સ્કિન પોતાની કોમળતા ગુમાવવા લાગે છે. તેના કારણે કરચલીઓ પડવા લાગે છે. આંખોની નીચેની સ્કિન લચી પડવા લાગે છે, ગાલમાં ખાડા પડવા લાગે છે અને હોઠની કોમળતા પર પણ થવા લાગે છે.
નોન સર્જિકલ કોસ્મેટિક ટ્રીટમેન્ટ ચહેરા અને હોઠના ઉભાર તેમજ સ્કિનની ટાઈટનેસને નુકસાન કર્યા વિના યુવાન લુક જાળવી રાખવામાં મદદ કરે છે. તે કરચલીઓ અને સ્કિન પર ઉંમરની અસર વર્તાતા તેજ કિરણોની અસર, ધૂમ્રપાન, યોગ્ય ડાયટ ન લેવાથી વગેરે કારણોસર, આપણી સ્કિનમાં કોલોઝન ફેટ અને ભીનાશ જાળવતાં અન્ય તત્ત્વો ઓછાં થવા લાગે છે. તેના લીધે સ્કિન પાતળી થઈ જાય છે. તેની પર કરચલીઓ અને રેખાઓ દેખાવા લાગે છે અને ગડીઓ પડી જાય છે, જે ચહેરા પર વધારે સ્પષ્ટ દેખાય છે.
આજની મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી રહી છે અને તેના લીધે તે સુંદરતા પ્રત્યે વધારે સજાગ થઈ ગઈ છે. જોવા જઈએ તો એક યુવાન અને પ્રભાવશાળી લુક આજના વર્તમાન સમયની અનિવાર્યતા બની ગયો છે, ખાસ તો વર્કિંગ વુમન માટે. ઘણી મહિલાઓ પોતાના ચહેરાની સ્કિનની ટાઈટનેસ જાળવી રાખવા અને હોઠને યુવાન લુક આપવા માટે કોસ્મેટિક સર્જરીની મદદ લે છે. પરંતુ સુંદરતાના ક્ષેત્રમાં આવેલી ટેક્નિક ક્રાંતિએ હવે તેમના માટે વધુ સરળ ઉપાય શોધી કાઢ્યો છે.
જેમાં તેમણે કોસ્મેટિક સર્જરીની જેમ કોઈ વાઢકાપ પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે. બલકે એક ઈન્જેક્શનથી જ કમાલ થઈ જશે. મહિલાનું આકર્ષણ જળવાઈ રહે તે માટે ડર્મલ ફિલર્સની મદદ લેવાઈ રહી છે. આ જગ્યાઓ પર વોલ્યૂમ (ફિલિંગ) લાવવા માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. એક પ્રસિદ્ધ કોસ્મેટોલોજિસ્ટ ડૉક્ટરના મતે, ''સ્કિનની ઉંમર જેમજેમ વધે છે તેમ તેનું વોલ્યૂમ ઘટવા લાગે છે, તે લચી પડે છે. ચહેરા પર કરચલીઓ પડી જાય છે અને ચહેરા પર ફોલ્ડ્સ દેખાવા લાગે છે. ડર્મલ ફિલર્સ ચહેરા પર પડતી જગ્યાને ભરે છે, ગાલને ફરી ઉભારે છે.
તે ફિલર્સ હાઈડ્રોલિક એસિડ (એચએ) બેસ્ડ જેલ હોય છે જેને સ્કિનની નીચેના પડમાં ઈન્જેક્શન દ્વારા ભરવામાં આવે છે. ખાલી જગ્યાને ભરીને આ ફરીથી આકર્ષક અને યુવાન લુક આપવામાં મદદરૂપ થાય છે. ચહેરાના બેલેન્સને પણ અકબંધ રાખવામાં મદદ કરે છે. આ જેલને ઈન્જેક્શન દ્વારા ચહેરા, ગાલ અને હોઠમાં ભરવામાં આવે છે. આ કામ થોડી મિનિટોમાં જ થઈ જાય અને પરિણામ પણ તરત જોવા મળે છે. સ્કિનના પડમાં તેને આપવામાં આવે છે. તે સ્કિનની નીચે પડેલી ખાલી જગ્યાને ભરી દે છે અને ઉંમરના લીધે ખરાબ થયેલી સ્કિનને બરાબર કરી દે છે. તેમાં કોઈ પણ પ્રકારની પીડા થતી નથી, બસ થોડાક સમય માટે તે જગ્યાએ સોજો રહે છે, જે ૧-૨ દિવસમાં આપમેળે જતો રહે છે.''
જો તમે પ્રિયંકા ચોપડા અથવા કેટરીના કૈફે જેવા સેક્સી હોઠ મેળવવા ઈચ્છતા હો તો હવે તે શક્ય છે. તે માટે તમારે એક અનુભવી ડોક્ટર પાસે માત્ર એક ઈન્જેક્શન લેવું પડશે. થ્રી ગ્રેસિઝની ડર્મેટોલોજિસ્ટ ડોક્ટર સિમલ સોએનના મને, ''ડર્મલ ફિલર્સની મદદથી હોઠને પણ આકર્ષક બનાવી શકાય છે. દરેક મહિલાના હોઠ કુદરતી રીતે કોમળ અને યોગ્ય આકારના નથી હોતા. જે યુવતીઓના હોઠ વધારે પાતળા હોય, તે પણ પરેશાન રહે છે અને જાડા હોઠવાળી યુવતીઓ પણ. માંચેસ્ટર યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા એક સંશોધન પ્રમાણે હોઠ એ કોઈ પણ મહિલાના શરીરના સૌથી સેક્સી અંગોમાંના એક હોય છે અને માનવીય આકર્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
જો તમારા હોઠનો ઉભાર યોગ્ય નથી. તો ડર્મલ ફિલર્સથી પાતળા અને બેડોળ હોથને આકર્ષક બનાવી શકાય છે. આધુનિક સમયમાં જુબિડર્મ જેવા ફિલર્સ તેમને સુડોળ બનાવીને નેચરલ લુક આપે છે. આ જ કારણ છે કે આજે લિપ ઓગમેન્ટેશનની જગ્યાએ ફિલર્સની માંગ વધી ગઈ છે. કારણ કે તેમાં કોઈ પણ પ્રકારની વાઢકાપ કરવામાં આવતી નથી.''
એક ડર્મેટોલોજિસ્ટના મને, ''ઘણી મહિલાઓ આંખો નીચેના ઉભાર થવાથી, જેને તબીબી ભાષામાં 'બેગ્સ' કહેવામાં આવે છે, ના લીધે ખૂબ પરેશાન રહે છે. તેના લીધે તેમના પૂરા ચહેરાની સુંદરતા ઘટી જાય છે. ઉંમરની સાથે તે સ્થિતિ વધારે વણસતી જાય છે. તેને પણ ડર્મલ ફિલર્સ કેકા ઈન્જેક્શન આપીને ઠીક કરી શકાય છે.
તેને કેટલા પ્રમાણમાં આપવાનું છે, તે એ વાત પર નિર્ભર કરે છે કે કઈ જગ્યા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેની કોઈ સાઈડ ઈફેક્ટ ન હોવાના લીધે સંપૂર્ણ સુરક્ષિત છે. તેને સામાન્ય રીતે ૩૫ થી ૫૮ વર્ષની મહિલાઓ લે છે, પણ આજકાલ અમારી પાસે ૨૫ થી ૨૭ વર્ષની યુવતીઓ પણ આવવા લાગી છે. ચહેરા માટે સામાન્ય રીતે ૨ પ્રકારના ડર્મલ ફિલર્સનો ઉપયોગ કરવામાં આવે છે. સેમી પરમેનન્ટ અને નોન પરમેનન્ટ. સેમી પરમેનન્ટ પ્રકારના ડર્મલ ફિલર્સની અસર ૧૮ મહિવા સુધી રહે છે. હાઈડ્રોલિક એસિડ જેવા નોન પરમેનન્ટ ફિલર્સની અસર ૬ થી ૧૨ મહિના સુધી રહે છે.''
આ ફિલર્સની માત્ર તમારા ચહેરા પરથી કરચલીઓ દૂર કરવા અથવા ગાલને ઊભાર આપવામાં કામ આવે છે. તે સિવાય ખીલના ડાઘાને ઘટાડવામાં પણ મદદ કરે છે. જ્યાં તે ડાઘ હોય છે, ત્યાં ઈન્જેક્શન લગાવવામાં આવે છે. કપાળ પર પડતી કરચલીઓને પણ તે દૂર કરે છે. જ્યાં સુધી તેમાં થતા ખર્ચની વાત છે, તો ફિલર્સ સર્જિકલ પ્રક્રિયાઓ કરતાં વધારે સસ્તા પડે છે. આ પ્રક્રિયાનો ખર્ચ રૂપિયા ૧૫ હજારથી લઈને રૂપિયા ૪૦,૦૦૦ સુધી થાય છે, કારણ કે તેમાં તમારે હોસ્પિટલમાં રહેવું પડતું નથી જેનાથી તે ખર્ચ બચી જાય છે.
-ઈશિતા