Get The App

દાવત : પરંપરાગત પૌષ્ટિક વાનગીઓ

Updated: Nov 14th, 2022


Google NewsGoogle News
દાવત : પરંપરાગત પૌષ્ટિક વાનગીઓ 1 - image


ગુલાબજાંબુ

સામગ્રી:

ચાસણી બનાવવાની : ૧ કપ ખાંડ, ૧ કપ પાણી, ઈલાયચી પાઉડર, ૧ મોટી ચમચી લીંબુનો રસ, ૨ મોટી ચમચી ગુલાબ જળે.

સામગ્રી ગુલાબજાંબુ બનાવવાની : ૧ કપ મિલ્ક પાઉડર, ૪ મોટી ચમચી મેદો, ૧ મોટી ચમચી સોજી, બેકિંગ સોડા, ૧ મોટી ચમચી ઘી, ૧ મોટી ચમચી દહીં, ૪-૫ મોટી ચમચી દૂધ.

અન્ય સામગ્રી : તળવા માટે ઘી કે તેલ, ગાર્નિશિંગ માટે ડ્રાયફ્રૂટ્સ.

રીત : 

 એક પેનમાં ખાંડ અને પાણી મિક્સ કરીને ધીમા ગેસ પર સ્ટિકી ન થાય ત્યાં સુધી પકાવો પછી ઈલાયચી પાઉડર નાખો. હવે ક્રિસ્ટલ બનતા અટકાવવા માટે લીંબુનો રસ નાખીને એક બાજુ મૂકી દો. પછી ગુલાબજાંબુ બનાવવા માટે એક મિક્સિંગ બાઉલમાં મેદો, મિલ્ક પાઉડર, સોજી અને બેકિંગ સોડા નાખીને મિક્સ કરો  પછી તેમાં  ઘી કે દહીં નાખીને દૂધ મિક્સ કરીને તૈયાર થયેલા મિશ્રણમાંથી નાનાનાના બોલ્સ બનાવીને સોનેરી રંગમાં તળીને ગરમ ચાસણીમાં નાખીને ૪૦ મિનિટ માટે ઢાંકી રાખો પછી ડ્રાયફ્રૂટ્સથી સજાવો.

કેરામલ કસ્ટર્ડ

સામગ્રી : ૧/૨ કપ ખાંડ, ૩ ઇંડાં ફીણેલા, ૧/૩ કપ ખાંડ, ૧,૧/૨ નાની ચમચી વેનિલા, ૨ કપ ગરમ દૂધ, જાયફળ, ગાર્નિશિંગ માટે મિંટ સ્પ્રિંગ.

 રીત :  એક હેવી વાસણમાં ખાંડ લઈને તેને સ્લો હીટ પર ઓવનમાં સોનેરી થાય ત્યાં સુધી ઓગળવા દો. પછી સિરપને ચાર મોલ્ડ્સમાં ભરીને ઓવનમાં દસ મિનિટ હાર્ડ થવા માટે મૂકો. એક મીડિયમ બાઉલમાં ઈંડાં, ખાંડ, વેનિલા એસેંસ અને જાયફળ નાખીને મિક્સ કરો. આ મિશ્રણને ગાળીને મોલ્ડ્સમાં ત્રણ ચતુર્થાંશ ભરો. પછી ઓવન રેક પર રેક્ટેંગુલર પેન લઈને તેમાં મોલ્ડ્સ મૂકો. (પેનમાં ગરમ પાણી ભરો). પછી તેને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી કે તેમાંથી ચપ્પુ સરળતાથી બહાર ન નીકળી જાય પછી   તેને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી કે તેમાંથી ચપ્પુ સરળતાથી બહાર ન નીકળી જાય. પછી સ્પેચુલાની મદદતી કસ્ટર્ડને કિનારીથી બહાર કાઢો અને મોલ્ડની ઉપર પ્લેટ મૂકીને તેની પર ડિશ મૂકો. હવે તૈયાર કેરામલ સિરપને સોસની જેમ કસ્ટર્ડની કિનારીએ મિંટ  સ્પ્રિંગથી ગાર્નિશ કરીને સર્વ કરો.

વેસણના લાડુ 

સામગ્રી :

 ૧ કપ વેસણ, ઈલાયચી પાઉડર, ૧/૪ કપ ઘી, ૧/૨ કપ બૂરું ખાંડ, ગાર્નિશિંગ માટે પિસ્તાના ટુકડા.

રીત : 

વેસણને ચાળી લો. હેવી પેનમાં ઘી ગરમ કરીને વેસણને શેકી લો. તૈયાર મિશ્રણને થાળીમાં કાઢીને થોડું ઠંડું કરો અને પછી તેમાં ઈલાયચી પાઉડર અને બૂરું ખાંડ મિક્સ કરો. મિશ્રણના લાડુ બનાવીને પિસ્તાથી સજાવીને સર્વ કરો.

રવા કોકોનટ બરફી

સામગ્રી : 

૩ મોટી ચમચી ઘી, ૩/૪ કપ સોજી, ૧/૨ કપ નાળિયેર છીણેલું, ૨ કપ દૂધ, ૩/૪ કપ ખાંડ, ૧ નાની ચમચી ઈલાયચી પાઉડર, ગાર્નિશિંગ માટે પિસ્તા.

 રીત :  પેનમાં ઘી ગરમ કરીને તેમાં સોજીને સોનેરી થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં નાળિયેર છીણ નાખીને પાંચ મિનિટ પકાવો અને પછી ગેસ પરથી ઉતારીને એક બાજુ મૂકી દો. એક  અન્ય પેનમાં દૂધને ધીમા ગેસ પર ગરમ કરીને તેમાં સોજી મિક્સ કરો. દૂધ ન રહે ત્યારે તેમાં ખાંડ અને ઈલાયચી પાઉડર નાખો. પછી તેને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી મિશ્રણ ઘી છોડવા ન લાગે. હવે એક ટ્રેમાં ઘી લગાવીને સ્પેચુલાથી મિશ્રણને ફેલાવીને સેટ થવા માટે ફ્રિજમાં થોડી વાર રાખો. જ્યારે બરફી સેટ થઈ જાય ત્યારે મનપસંદ શેપ આપીને પિસ્તાથી ગાર્નિશ કરીને સર્વ કરો.

રાજગરાનો શીરો

સામગ્રી : ૧ કપ રાજગરાનો લોટ, ૨,૧/૫  કપ દૂધ, ૮ મોટી ચમચી ઘી, ૧/૨ કપ ખાંડ, ઈલાયચી, કાજુ અને બદામના ટુકડા.

રીત : એક પેનમાં ધીમા ગેસ પર દૂધ ગરમ કરો. ગરમ થતા તેમાં ખાંડ નાખીને એકરસ થવા દો. હવે એક અન્ય પેનમાં ઘી ગરમ કરીને તેમાં રાજગરાનો લોટ નાખીને ત્યાં સુધી ફેરવો જ્યાં સુધી કે તે સોનેરી ન થાય. 

પછી તેમાં ધીરેધીરે દૂધ રેડીને ધીમા ગેસ પર થોડી વાર ફેરવો. જ્યારે દૂધ ન રહે અને શીરો ઘી છોડવા લાગે ત્યારે ગેસ બંધ કરીને તેમાં ઈલાયચી અને ડ્રાયફ્રૂટ્સ નાખીને ગરમાગરમ સર્વ કરો. 

ગોળ-કોપરા પાક

સામગ્રી : 

નાળિયેર છીણ, ૩/૪ કપ ગોળ કે ખાંડ, ૩/૪ કપ દૂધ, ૧/૨ કપ માવો, કેસરના તાંતણા, ઈલાયચી પાઉડર, બદામના ટુકડા.

નાળિયેરને સોનેરી શેકીને બાઉલમાં કાઢીને અલગ મૂકી દો. એક પેનમાં થોડું પાણી ગરમ કરીને ગોળ ઓગાળો. જ્યારે ગોળ ઓગળી જાય ત્યારે તેમાં નાળિયેર નાખીને મિક્સ કરો. તેમાં દૂધ રેડીને પકાવો. તેની સાથે માવો, ઈલાયચી અને કેસરના તાંતણા પણ નાખો. ગેસ બંધ કરીને બદામ સજાવો. મોલ્ડમાં ઘી લગાવીને પાક ભરો અને લગભગ ૧ કલાક માટે ફ્રિજમાં ઠંડું થવા માટે મૂકો. ઠંડું થતા મોલ્ડમાંથી કાઢીને મનપસંદ આકાર આપો અને બદામના ટુકડાથી ગાર્નિશ કરીને સર્વ કરો.             

- હિમાની


Google NewsGoogle News