Get The App

દાવત : કેટલીક નોખી વાનગીઓ નોખા અંદાજમાં

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
દાવત : કેટલીક નોખી વાનગીઓ નોખા અંદાજમાં 1 - image


ટારટે ટાટિન

સામગ્રી : 

શોર્ટક્રસ્ટ પેસ્ટ્રી, ૨૦૦ ગ્રામ ખાંડ, ૧ કિ.ગ્રા સફરજન, ૧૦૦ ગ્રામ માખણ.

 રીત  : કેક ટિનના તળિયે અને આજુબાજુ માખણ કે તેલ ચોપડી દો અને તેમાં ૧૦૦ ગ્રામ ખાંડ નાખો. ત્યારબાદ તેમાં પેસ્ટ્રી રગદોળો. ઓવન ગરમ કરો. 

સફરજનની છાલ ઉતારી તેના બે સરખા ભાગ કરો. તેમાંથી ગર અને બિયાં કાઢી નાખો કેરમેલ સોસ બનાવવા માટે ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી કેક ટિનને તે જ આંચ  ઉપર મૂકો. કેરમેલ સોસ કેક પર બરાબર લાગી જાય તેના માટે કેક ટિનને થોડું નમાવો. ખાંડ બ્રાઉન રંગની થવા લાગે એટલે ગેસ બંધ કરી દો. સફરજનના ટુકડાને નજીક નજીક ગોઠવો.

બાકીની ૧૦૦ ગ્રામ ખાંડ અને માખણ સફરજન સહિત ટિનમાં મૂકી ધીમા તાપે ૨૦ મિનિટ માટે ચડવા દો.

સફરજન નરમ પડી જાય એટલે તેને ઠંડા પડવા દો. ત્યારબાદ તેને પેસ્ટ્રીથી કવર કરો. હવે ૧૫ મિનિટ માટે ઓવનમાં બેક કરો.

પર્શિયન પનીર

સામગ્રી :

 ૧ ડુંગળી, ૨ ચમચી લસણ, ૧/૨ વાટકી દહીં, સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી મરચું, ૧/૨ ચમચી ધાણા પાઉડર, ૧ ચમચાં તેલ, ૨વાટકી પનીરના ચોરસ ટુકડા, ૧ વાટકી ડુંગળીની ચીરીઓ, ૧ વાટકી સિમલા મરચાંની ચીરીઓ.

  રીત  : મક્સરમાં ડુંગળી અને લસણને દહીં સાથે ક્રશ કરો

બીજા મસાલા ઉમેરો અને ફરી ક્રશ કરો. કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં આ મિશ્રણ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. એમાં પનીરના ટુકડા, ડુંગળી અને સિમલા મરચાંની ચીરીઓ અને ૧/૨ વાટકી પાણી ઉમેરો. પાંચ મિનિટ માટે ધીમા તાપે સીઝવા દો.

ગરમા ગરમ પીરસો 

મનભાવન બાસુંદી

સામગ્રી : 

 ૧ વાટકી ચોખા, ૧ લિટર દૂધ, ૧/૨ વાટકી ખાંડ, થોડું કેસર, ૪ એલચી, ૧૦-૧૨ દાણા કાજુ, દ્રાક્ષ અને પિસ્તા.

રીત : 

ચોખા બરાબર ધોઈને બે વાટકી દૂધમાં ૪ કલાક માટે પલાળી રાખો.

ચોખાવાળા દૂધને ગ્રાઈન્ડરમાં નાખી બરાબર ક્રશ કરો. બાકીનું દૂધ ઉકાળો અને તેમાં ખાંડ, કેસર તથા એલચી નાખો. હવે એમાં ક્રશ કરેલા ચોખા નાખી ધીમા તાપે ૧૦-૧૫ મિનિટ એકધારા હલાવતાં રહી ઉકળવા દો. મિશ્રણ ઘટ્ટ અને એકરસ થઈ જાય એટલે ફ્રિજમાં ઠંડુ થવા મૂકો. પીરસતી વખતે ઉપર કાજુ, કિશમિશ તથા પિસ્તા નાખો.

નવાબી દાળ

સામગ્રી : 

૧ વાટકી આખા અડદ, ૧/૪ વાટકી રાજમા, ૧ ડુંગળી સમારેલી, ૧ ટમેટું સમારેલું, ૧ ચમચી આદું, ૧ ચમચી લસણ, ૧ ૧/૨ ચમચી મીઠું, ૧ ચમચી જીરું, ૧/૪ વાટકી ક્રીમ, ૧ ચમચો ઘી અને ૧ ચમચી ગરમ મસાલો.

સજાવવા માટે : સમારેલી કોથમીર

રીત : 

અડદ અને રાજમા રાત્રે પાણીમાં પલાળીને મૂકી રાખો.

સવારે તેમાં મીઠું, આદું અને લસણ ઉમેરી કૂકરમાં બરાબર બાફી લો. બફાઈ જાય એટલે ચમચા વડે હલાવીને બધું એકરસ કરીને એક બાજુ મૂકી દો. હવે કડાઈમાં ઘી મૂકી તેમાં ડુંગળી અને જીરું ગુલાબી રંગે સાંતળો. તેમાં ટામેટું ઉમેરો અને બીજી ૩-૪ મિનિટ ચડવા દો. પછી તેમાં રાજમા દાળનું મિશ્રણ ભેળવી દો. પીરસતી વખતે તેમાં ક્રીમ અને ગરમ મસાલો ઉમેર્યા પછી ઉપર કોથમીરથી સજાવો.

પોટેટોઝ એ લા બોલેન્ગેરે

સામગ્રી : ૧ કિ.ગ્રા. બટાકાં, ૧ મોટી ડુંગળી, ૩ ચમચા મગફળીનું તેલ, ૩ ક્યુબ માખણ, મીઠું, મરી સ્વાદ મુજબ.

રીત :  ઓવન ગરમ કરો. બટાકાંની છાલ ઉતારી ધોઈ નાખો અને તેની ગોળ સ્લાઈસ કરો. ડુંગળીના પણ ગોળ પતીકાં કરો. ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળીની સ્લાઈસ સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં મીઠું અને મરી ભભરાવો.

તેલ ચોપડેલી એક ઓવનપ્રૂફ ડિશમાં પહેલાં બટાકાં ગોઠવો પછી તેની ઉપર ડુંગળી પછી ફરીથી બટાકાં ગોઠવો, ઉપર માખણના ટુકડા ગોઠવો અને એક કલાક સુધી બેક કરો.

ગરમાગરમ પોટેટો બોલેન્ગરે સોસ સાથે પીરસો 

વર્મિસેલી - કૉર્ન પુડિંગ

સામગ્રી  : પોણો કપ વર્મિસેલી (સેવ) ૧ કપ બાફીને મસળેલા મકાઈના દાણા, ૫ કપ દૂધ, ૩-૪ બારીક સમારેલા લીલાં મરચાં, ૨ ચમચા ટામેટાની પ્યૂરી પોણી ચમચી ગરમ મસાલો, પા કપ નાળિયેરની છીણ, ૧ ચમચી મીઠું.

સજાવટ માટે :  જાડા તળિયાવાળું વાસણ લઈ તેમાં દૂધ ગરમ કરો. તેમાં વર્મિસેલી (સેવ) અને મકાઈનાક બાફેલા અધકચરા મસળેલા દાણા નાખી ધીમી આંચે સતત હલાવતાં રહો. જ્યારે વર્મિસેલી ફૂલી જાય અને દૂધ ઘટ્ટ થવા લાગે, ત્યારે તેમાં ગરમ મસાલો, મીઠું ટામેટાં પ્યૂરી અને બારીક સમારેલાં લીલા મરચાં નાખી બરાબર મિક્સ કરીને આંચ પરથી ઊતારી લઈ તેમાં નાળિયેરની છીણ ભેળવો. ટામેટાનાં પતીકાં અને લીલાં મરચાંથી સજાવી પુડીંંગનો સ્વાદ માણો. 

- હિમાની


Google NewsGoogle News