દાવત : ઘરમાં બનાવો ટેસ્ટી નાસ્તા
ગોલ્ડન ફ્રાઈડ બેબીકોર્ન
સામગ્રી :
૧ કિલો ફ્રેશ બેબીકોર્ન, ૩૦૦ ગ્રામ કોર્નફ્લોર, ૪૦૦ ગ્રામ મેંદો, ૨૦ ગ્રામ બેકિંગ પાઉડર, મીઠું સ્વાદ મુજબ, ૨૦ ગ્રામ સફેદ મરચું, ૧૦૦ ગ્રામ આદુંલસણની પેસ્ટ, ૪૦૦ મિલી. તેલ.
રીત :
બેબીકોર્ન અધકચરા બાફી લો. તેમને એક વાસણમાં કાઢી આદુંલસણની પેસ્ટ, મીઠું અને મરચું સરખી રીતે મિક્સ કરીને અડધો કલાક રાખી મૂકો. હવે મેંદામાં કોર્નફ્લોર અને બેકિંગ પાઉડર મિક્સ કરીને ખીરું બનાવી લો. તેમાં બેબીકોર્ન બોળીને તેલમાં સોનેરી રંગે તળીલો. પછી લસણની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
વેજ ક્રિસ્પી
સામગ્રી :
૧૦૦ ગ્રામ ફણસી, ૧૦૦ ગ્રામ ફ્લેવર, ૧૦૦ ગ્રામ સિમલા મરચાં, ૫૦ ગ્રામ મેંદો, ૧૦૦ ગ્રામ મકાઈનો લોટ, અડધી ચમચી સફેદ મરી પાઉડર, એક ચમચી આદુની પેસ્ટ, લીલાં મરચાં અને લસણની પેસ્ટ, બે ચમચા શેઝવાન સોસ, ૨ મોટા ચમચા ટામેટાં સોસ, બે ચમચા વિનેગર, બે ચમચા તેલ
મકાઈનો લોટ અને મેંદો ચાળો. તેમાં મીઠું, મરી પાઉડર, ચીલી સોસ બેકિંગ પાઉડર અને પાણી નાંખી ઘટ્ટ ખીરું તૈયાર કરવું. તેમાં સમારેલાં શાક નાખવા. એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં ખીરાને શાક સાથે ડીપ ફ્રાય તળવા. બીજી બાજુ બીજા ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને લસણ સાંતળવા.
ત્યાર બાદ તેમાં બારીક સમારેલાં મરચાં અને આદુ, સિમલા મરચાં નાખવા. સોનેરી રંગ થાય એટલે તેમાં શેઝવાન, ટામેટાં, ચીલી ત્રણેયના સોસ મિક્સ કરવા. વિનેગર અને મીઠું પ્રસાણસર નાંખવું. બરાબર મિક્સ થાય એટલે તેના પર તળેલા શાક ભેળવવા. તેના પર સોસ નાંખી ગરમાગરમ પીરસવા.
બદામ કુકીઝ
સામગ્રી :
૧ કપ સફેદ માખણ, ૩૧/૨ કપ મેંદો, ૨ કપ કન્ફેક્શનર ખાંડ, ૧/૨ ચમચી બદામનું એસેન્સ, ૪૦ બદામ.
રીત :
માખણ સરખી રીતે ફીણી લો. મેંદો તથા ખાંડ ચાળીને તેને માખણમાં મિક્સ કરી એસેન્સ નાખીને હળવા હાથે લોટ બાંધી લો. આશરે ૩ મિનિટ સુધી ફ્રિજમાં મૂકીને ઠંડુ કરો. પછી ફ્રિજમાંથી બહાર કાઢી એક એક ઈંચના ગોળા વાળી હળવા હાથે દબાવી વચ્ચે એક એક બદામ મૂકો.
આ રીતે બધી કુકીઝ તૈયાર કરી લો. (આશરે ૪૦ પીસ થશે) હવે એક ચીકાશ વગરની બેકિંગ ડિશમાં આ કુકીઝ મૂકો અને પ્રીહીટેડ ઓવનમાં ૧૭૦ ડિગ્રી સેન્ટિગ્રેડ પર ૧૫ મિનિટ સુધી બેક કરો. (આછી સોનેરી થાય ત્યાં સુધી) પછી ઠંડી પાડીને ડબ્બામાં ભરી દો.
કોલ્ડ નૂડલ્સ
સામગ્રી : ડ્રાઈ નૂડલ્સ, ઠંડુ નૂડલ્સ સૂપ ડિપ કરવા માટે, નોરી, વાસાબી, ઝીણી સમારેલી લીલી ડુંગળી, ડેશીનમોટો, મીઠું તથા ખાંડ સ્વાદ મુજબ. એક તપેલીમાં પાણી ગરમ મૂકો. તે ઉકળે એટલે તેમાં નૂડલ્સ નાખી દો. નૂડલ્સ પોચા પડે એટલે ચાળણીમાં ગાળીને ફ્રિજમાં મૂકી દો.
રીત :કોલ્ડ નૂડલ્સ સૂપ બનાવવા માટે સોયા સોસમાં થોડું પાણી નાખી પાતળું કરો. પછી તેમાં ડેશીનોમોટો, મીઠું અને થોડી ખાંડ મિક્સ કરીને ફ્રિજમાં ઠંડુ કરવા મૂકો. ઠંડા નૂડલ્સ નોરી, વાસાબી અને લીલી ડુંગળીથી સજાવીને સોયા સોસ સાથે સર્વ કરો.
પેનકેક વિથ ઓનિયન
સામગ્રી : ૧૦૦ ગ્રામ કોર્નફ્લોર, ૧ કિલો ડુંગળી, ૨૦૦ ગ્રામ આદું-લસણ, ૨ લીલાં મરચાં , ૫૦ ગ્રામ ટોમેટો કેચઅપ, ૫૦ ગ્રામ રેડ ચિલી સોસ, ૪ પેનકેક, ૨૦૦ મિલી. રિફાઈન્ડ તેલ, ૨૦ ગ્રામ સફેદ મરચું, મીઠું સ્વાદ મુજબ.
રીત : તેલ ગરમ કરીને ડુંગળી સાંતળો. તેમાં આદું-લસણ નાખી સાંતળો. મસાલા મિક્સ કરી દો. હવે પેનકેકમાં આ મિશ્રણ ભરી પેનકેક વાળી દો. કોર્નફ્લોરનું ખીરું બનાવો. પેનકેક તેમાં બોળી તેલમાં તળી લો.
- હિમાની