Get The App

દાવત : ઘેર બેઠાં હેલ્ધી નાસ્તા .

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
દાવત : ઘેર બેઠાં હેલ્ધી નાસ્તા                                        . 1 - image


નાચણી ઇડલી

સામગ્રી : 

૨ કપ નાચણી, ૧ કપ ઉકડા ચોખાનો રવો, ૧ કપ અડદની દાળ, કોપરું- કોથમીર, વઘાર માટે તેલ, હીંગ, રાઈ અને તલ, કોપરાની ચટણી.

નાચણી અને અડદની દાળને અલગ-અલગ ચારથી ૫ કલાક પલાળી પછી તેને ચોખાના રવા સાથે વાટી લો આ ખીરાને આઠથી દસ કલાક પલાળો અને આથો આવવા દો પછી તેમાં ગરમ તેલ અને સોડા નાખી ઇડલીના સ્ટેન્ડમાં ખીરંુ મૂકી ઇડલી બનાવો. બધી ઈડલી થઈ જાય એટલે તેમાં તેલ, હીંગ રાઈનો વઘાર કરો અને કોપરું અને કોથમીર ભભરાવો. (આ ઇડલી ખૂબ જ કલરફૂલ લાગશે અને ખાવામાં પૌષ્ટીક છે).

સુપરહીટ સ્લિમર્સ સલાડ

સામગ્રી : ચાર કપ પોતાની મનગમતી મિક્સ શાકભાજી ડ્રેસિંગ માટેઃ- એક મોટી ચમચી જેતૂનનું તેલ, એક નાની ચમચી ઓરિગોનો, અડધી નાની ચમચી સરસિયાની દાળનો પાઉડર. અને કાળા પીસેલા મરી.

રીત :  ડ્રેસિંગની બધી જ સામગ્રી મેળવો. પછી કાપેલી કાચીશાકભાજીમાં ડ્રેસિંગ મેળવો. પછી ફ્રીજમાં મૂકો. ઠંડુ થયા પછી ખાવ.

ગોળ પાપડી

સામગ્રી :

 ૧ મોટો વાટકો ઘઉંનો લોટ, ૧ મોટો વાટકો બારીક કાપેલો ગોળ, ૧/૪ વાટકી ઘી, તલ બદામનો ભૂકો, એલચી, ૧ ચમચી સાકર.

એક પિત્તળના વાસણમાં ઘી ગરમ કરો. તેમાં એક વાટકો ઘઉંનો લોટ નાખી ધીમે તાપે શેકવા દો. લગભગ પંદર મિનિટ લાગશે, તેમાં તલ અને બદામનો ભૂકો અને એલચી, સાકર નાખો. લોટ ગુલાબી રંગનો થાય એટલે તેમાં ગોળ નાખો. તરત ગેસ બંધ કરવો અને એકસરખું ગોળ ઓગળે ત્યાં સુધી હલાવો.

એક થાળીમાં ઘી લગાવી, ઘઉંના લોટને તેમાં પાથરી દો. અને વાટકીથી તેને એકદમ લીસ્સો બનાવી દો. એમાં ફાટ દેખાવી નહીં જોઈએ પછી તેમાં ચાકુથી કાપા પાડો અને ઠંડુ થવા દો. એક એક ટુકડાને નાના ફલેટ ચમચાથી ઊંચકીને ડબ્બામાં ભરો, જેથી ટુકડા ન થાય (ગોળ નાખીને ગેસ તરત બંધ કરવોનહીં તો ગોળ પાપડી કડક થઈ જશે.

પાલક ઢોસા

સામગ્રી : 

૨ કપ પાલકની ભાજી. (બારીક કાપેલી) ૪થી ૫ લીલા મરચાં, ૧/૨ કપ ચણાની દાળ, ૧/૨ કપ અડદની દાળ, ૧/૨ કપ મગની દાળ, ૧/૨ કપ ચોખા, હીંગ, ૧ કાંદો, ૨ ચમચા બારીક કાપેલી કોથમીર.

રીત : 

બધી દાળ અને ચોખાને પાચ થી છ કલાક પલાળો પછી તેને બારીક વાટી લો સાથે પાલકની ભાજી પણ પીસી લો.

એક વાસણમાં કાઢી તેમાં હીંગ, આદુ-મરચાં, કોથમીર, કાંદો બધું નાખી મિક્સ કરો.

 નોન-સ્ટીક તવી ગેસ પર ગરમ કરો તેના ઉપર આ ઢોસા પાથરો અને થોડું તેલ આજુબાજુ લગાવો અને કરકરો થવા દો. કોપરાની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

દહીં ફૂટ સલાડ

સામગ્રી :  એક કપ જાડું દહીં, અડધો કપ ક્રીમ, અડધો કપ ખાંડ, અડધો કપ કાપેલા કેળા, અડધો કપ સફરજન, પંદર-વીસ પાઈનેપલના ટુકડા, અડધો કપ જેલી, સજાવટ માટે ચેરી અથવા સ્ટ્રોબેરી.

રીત : દહીં અને ખાંડને મેળવીને સારી રીતે ફેંટી લો. હવે એમાં ક્રીમ મેળવી દો. બધા ફળ અને જેલી પણ સારી રીતે મેળવી દો. પછી ઠંડુ કરીને ચેરી અથવા સ્ટ્રોબેરીથી સજાવીને ખાવ.

ખાટા મીઠા ખુશનુમા રીંગણ

સામગ્રી : એક કિલો ગોળ આકારના રીંગણ, ત્રણ મોટી ચમચી આંબલીની જાડી ચટણી, બે મોટી ચમચી ખાંડ, બે નાની ચમચી પીસેલી હળદર, બે નાની ચમચી લાલ પીસેલંુ મરચું. બે મોટી ચમચી ટામેટાની પ્યૂરી, સ્વાદ મુજબ મીઠું.

રીત : રીંગણને ધોઈને સૂકવી નાખો. પછી એને લાંબા ટુકડામાં કાપી લો. કડાઈમાં તેલ ગરમ કરીને આ ટુકડાને ફ્રાય કરી નાખો. આંબલીને થોડીકવાર પાણીમાં પલાળીને બીજ કાઢી નાખીને હાથથી જાડી ચટણી તૈયાર કરી નાખો. ફ્રાયપાનમાં તેલ ગરમ કરીને એમાં પીસેલી હળદર નાખી હલાવો. પછી પીસેલું મરચંુ નાખો. 

લગભગ એક મિનિટ પછી આંબલીની ચટણી નાખીને  ટામેટાની પ્યૂરી, મીઠું પીસેલી રાઈ અને એમાં ખાંડ મળવો. જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે રીંગણના ટુકડા નાખીને પાંચ મિનિટ વધારે પકાવી લો.

- હિમાની


Google NewsGoogle News