દાવત : શિયાળામાં સ્વાસ્થ્ય સુધારતો આહાર
આલુ મટર કોફતા કરી
વ્યક્તિ : ૪. તૈયારી ૩૦ મિનિટ. બનાવવાનો સમય : ૨૦ મિનિટ.
સામગ્રી : ૨ વાડકી ચણાની દાળ/૫૦૦ ગ્રામ લીલા વટાણા, ૨૫૦ ગ્રામ ટામેટા, ૨૫૦ ગ્રામ બટાકા, ૧૮૦ ગ્રામ ડુંગળી, ૨ ચમચા ઘી, ૩ ચમચી લાલ મરચું, ૧ ચમચી હળદર, ૧ ચમચી ધાણાજીરુ, ૧/૪ ચમચી હીંગ, ૧ ચમચી શાકનો ગરમ મસાલો, પ્રમાણસર મીઠું, ૬ થી ૭ લવીંગ, ૩-૪ તમાલપત્રના પાન, ૭ થી ૮ લીલા મરચાં, આદુનો ટુકડો, ૧/૪ કપ કોથમીર, ૫૦ ગ્રામ છીણેલું કોપરું, કોફતા તળવા માટે તેલ.
રીત :
ચણાની દાળને ૧૦ થી ૧૨ કલાક પાણીમાં ભીંજાવી, નીતારીને કરકરી વાટવી, ૧ કાંદો છીણીને તેમાં નાખવો. ૨ ચમચા તેલ, પ્રમાણસર હળદર, મરચું, હીંગ, મીઠું તેમાં નાખવું. પોલા હાથે નાના નાના કોફતા વાળીને ગરમ તેલમાં ગુલાબી રંગના તળી લેવા.
લીલા વટાણા બાફવા, બટાકા બાફીને નાના ટુકડા કરવા, ટામેટા છીણીને પલા બનાવવો, ૧ ડુંગળી ઝીણી સમારવી.
પ્રમાણસર તેલ ગરમ કરી, તેમાં લવીંગ, તમાલપત્ર નાખી કાંદા સાંતળવા. તેમાં મસાલાની પેસ્ટ, લાલ મરચું, હળદર, ધાણાજીરુ નાખવા, ટામેટાનો પલ્પ નાખવો. સાંતળવું. પ્રમાણસર પાણી નાખી ઉકાળવું. બાફેલા વટાણા, ૧ ચમચો વાટેલી ચણા દાળ, બટાટાના ટુકડા તળીને નાખવા. ૫ મિનિટ પછી તેમાં તળેલા કોફતા નાખવા. ૨ મિનિટ ઉકાળી ગેસ બંધ કરવો. કોપરું, કોથમીર ઉપરથી નાખવા. ગરમ મસાલો નાખવો. હલાવી રહેવા દેવું.
૧/૨ બેક બીન્સનો (ટામેટો સોસ સાથેનો) નાનો ડબ્બો, કોથમીર, ચીઝ, મીઠું, લાલ મરચું, સીંગતેલ, ચીલી સોસ.
કરી બનાવવાની રીત : કુબી અને કેપ્સીકમને ૧ ૧/૨'' લાંબી સમારવી. બીજું બધું બારીક સમારી ભેગું કરવું. ટામેટાને છેલ્લે નાખવું. બધો મસાલો નાંખી હલાવવું. વધારે ખટાશ ગમતી હોય તો વીનેગર નાંખી શકાય.
ખારી આંબા હળદર અને સૂંઠ
સૂંઠ માટે :
સામગ્રી : ૫૦૦ ગ્રામ આદુ કુમળું, ૨૫૦ ગ્રામ, લીંબુનો રસ, ૧૦૦ ગ્રામ મીઠું.
રીત : (૧) આદુ એક કલાક પલાળી, ધોઈ છોલી તેના ગોળ ગોળ પીતાં કરવા.
(૨) તેમાં મીઠું અને લીંબુનો રસ નાંખી બે-ત્રણ દિવસ આથી રાખવું.
(૩) અથાઈ જાય એટલે તડકે સૂકવી લેવું.
(૪) સૂકાઈ જાય એટલે બરણીમા ભરી લેવું. (ચાળી લો. કચરો નીકળી જાય.)
આંબા હળદર માટે :
સામગ્રી : ૫૦૦ ગ્રામ કુમળી આંબા હળદર, ૨૫૦ ગ્રામ લીંબુનો રસ, ૧૦૦ ગ્રામ મીઠું.
રીત : (૧) હળદર પલાળી, છોલી તેના ગોળ પીતા કરો.
(૨) તેમાં મીઠું, લીંબુનાખી આથી રાખો (ઉપર પ્રમાણે).
(૩) અથાઈ જાય એટલે સૂકવી દો.
(૪) સુકાઈ જાય એટલે ચાળીને બરણીમાં ભરી લો.
મેથી સલાડ
સામગ્રી :
મેથી એક મુઠી, મરચું નંગ ૧, કોથમીર બન્ચ, લીંબુ અડધું, મીઠું સ્વાદ પૂરતું.
મેથી ૬ કલાક પાણીમાં પલાળવી, પછી રૂમાલમાં બાંધીને તપેલીમાં ઢાંકીને ૨૪ કલાક રાખી મૂકવું. ફણગા ફૂટેલી મેથીમાં ઉપરનો મસાલો નાખવો. સલાડ તરીકે ખાવાના ઉપયોગમાં લેવું. ડાયાબીટિસ ન હોય તેઓ તેમાં લીલું ખમણેલું કોપરું નાખીને વધારે સ્વાદિષ્ટ બનાવીને ઉપયોગમાં લઈ શકે. 'વા' અને જોઈન્ટસ પ્રોબ્લેમમાં ઘણું ઉપયોગી છે.
સામગ્રી :
કોબીજનો નાનો કટકો (૧૦૦ ગ્રામ), કાકડી નંગ ૨, ગાજર નંગ ૧, કેપસીકમ નંગ ૧, એપલ નંગ ૦।।, સંતરુ નંગ ૧.
કોબીજ લાંબી બારીક સમારવી. કાકડી, ગાજર, કેપસીકમ, એપલ બારીક સમારવા, સંતરાની છાલ અને બી કાઢી નાખવું. લીંબુ, મીઠું, મરી પ્રમાણસર નાખવા.
રીંગણાનો સૂપ
સામગ્રી : ૮-૧૦ નાનાં રીંગણા, ૧ લીંબુ, ૧/૨ ચમચી મીઠું, ૧/૪ ચમચી મરી, ૨ ગ્લાસ પાણી, ૧/૨ ચમચી માખણ.
રીત : રીંગણાને બરાબર ધોઈ નાખ્યા પછી સુધારીને જુઓ કે તેમાં કીડા ન હોય, કૂકરમાં ૧ ગ્લાસ પાણી નાખો. તેમાં રીંગણાં તથા મીઠું નાખો. મરી પણ ઉમેરો. બે-ત્રણ સીટી વાગે પછી ગેસ બંધ કરી દો. મિશ્રણ ઠંડુ પડયા બાદ તેને વલોણી વડે વલોવો. પછી ચાળણીથી ગાળી નાખો. તેમાં લીંબુનો રસ રેડો અને ઉપર માખણ નાખીને ગરમાગરમ પીરસો.
આંબળા પાક
સામગ્રી :
૧ કિલો આંબળા મોટા લેવા, ૧ કિલો સાકર, ૧૦૦ ગ્રામ ઘી, ૧૦૦ ગ્રામ બદામ, ૫૦ ગ્રામ ચારોળી, ૨૫ ગ્રામ પિસ્તા, ૨ આની કેસર, ચપટી બરાસ, ચાંદીના વરખ.
વસાણું : વાંસકપૂર, એલચી, ધોળી મૂસળી, કાળી મૂસળી, પીપર, સફેદ મરી, ગંઠોડા, ગોખરુ, આસન દરેક ૦।। તોલો લેવું.
તજ, લવીંગ, નાગકેસર, સૂંઠ, જાવંત્રી દરેક ૦। તોલો લેવું.
આંબળોને વાંસની સાળીથી કાણાં પાડી, ચૂનાના પાણીમાં એક રાત પલાળવા.
બીજે દિવસે પાણીથી ધોઈ, આંબળા બફાય તેટલું જ પાણી નાખી, ધીમા તાપ ઉપર બાફવા મૂકવા.બફાઈ જાય એટલે ઠળિયા કાઢી, સ્ટીલની અથવા પિત્તળની કલાઈવાળી ચાળણી ઊંધી પાડી તેના ઉપર છીણી નાખવા જેથી રેસા અને છોડા નીકળી જશે.પછીથી તેની અંદર સાકરનો ભૂકો નાંખી, તાપ ઉપર મૂકવું. બરાબર હલાવવું.છાંટા ઉડશે તેની કાળજી રાખવી.ઘટ્ટ થવા આવે ધી નાખવું.
ઉપર જણાવેલા બધાં વસાણાં ખાંડી, ચાળી અંદર નાખવા.કેસરને ગરમ કરી, વાટી, દૂધમાં ઘુંટી અંદર નાંખવું.બદામ, પિસ્તા અને ચારોળીનો કરકરો ભૂકો નાંખીને બરાબર ઠરે તેવું છાય એટલે ઉતારી, એસચી અને બરાસનો ભૂકો નાંખી, થાળીમાં ઘી લગાડી પાક ઠારી દેવો.
- હિમાની