Get The App

દાવત : સ્વાદ અને સ્વાસ્થ્યનો સુમેળ

Updated: Jan 30th, 2023


Google NewsGoogle News
દાવત : સ્વાદ અને સ્વાસ્થ્યનો સુમેળ 1 - image


ટામેટાં પનીર 

સામગ્રી : 

૨૫૦ ગ્રામ પનીર (મલાઇ વગરના દૂધની), ૨૫૦ ગ્રામ ટામેટાંની પ્યુરી અથવા ચા ટામેટાં, ૧ ચમચો આદું અને લસણની પેસ્ટ, બે મોટી ડુંગળી, છીણેલી, ૩-૪ લીલાં મરચાં (બી કાઢી નાખેલાં), ૧/૪ ચમચી મીઠું, ૧/૨ ચમચી હળદર, બે ચમચી મરચું, બે ચમચી ધાણાજીરૂ, બે ચમચી તેલ.

રીત : 

 મીઠું, હળદર, ધાણાજીરૂ અને લાલ મરચું ૧/૨ વાટકી પાણીમાં નાખી હલાવો.

કૂકરને આંચ પર મૂકી તેલ ગરમ કરો. ગરમ તેલમાં છીણેલી ડુંગળી, આંદુ-લસણની પેસ્ટ નાખી સતત હલાવતાં રહો અને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. એમાંનું પાણી બાળી તેમાં ધોળેલા મસાલા નાખી હલાવો અને થોડા વાર ચડવા દો. પછી તેમાં ટામેટાંની પ્યુરી નાખી ફરી ચડવા દો. તેમાં પનીરનું પાણી અને પનીરના ટુકડા નાખી ૫-૭ મિનિટ ઉકાળો. તૈયાર થયા પછી તેને લીલાં મરચાંથી સજાવી પીરસો. તમે ઇચ્છો તો દહીં, કોથમીર, ફુદીનો તુલસીથી પણ સજાવી શકો.

આ ટામેટાં, પનીર ખૂબ સ્વાદિષ્ટ લાગે .

દૂધની ખીર

સામગ્રી : 

૧ લિટર દૂધ (મલાઇ વગરનું),. ૨૫૦ ગ્રામ, દૂધી (છીણેલી), ૨ ચમચા ખાંડ, ચપટી એલચીનો ભૂકો.

રીત : એક વાસણમાં દૂધ કાઢી આંચ પર ઉકળવા મૂકી દો. દૂધ ઉકળવા લાગે એટલે એમાં છીણેલી દૂધી નાખી દો. હવે આંચને ધીમી કરી દૂધને ઉકળવા દો. દૂધ ઘટ્ટ થઇ જાય એટલે આંચ પરથી ઉતારી લો. એમાં ખાંડ અને એલચીનો બૂકો નાખી બરાબર હલાવી નાખો. તેને દાડમના દાણાથી સજાવી ઠંડી થાય ત્યારે પીરસો.

સજાવટ માટે દાડમના દાણા.

દહીં મેકરોની

સામગ્રી : 

૧/૨ પેકેટ મેકરોની, ૨૦૦ ગ્રામ દહીં, ૩-૪ લીલાં મરચાં, ૨-૩ આખા લાલ મરચાં, ૧ ચમચી રાઇ, થોડાં મીઠા લીમડાના પાન, ૧/૪ ચમચી હળદર, ૧/૪ ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે, ૧ ચમચી તેલ.

રીત : મેકરોની મીઠાવાળા પાણીમાં બાફીને તરત જ ઠંડા પાણીમાં નાખી પાણી ગાળી નાખો. દહીને ફીણીને એમાં મીઠું નાખી મેકરોનીમાં ભેળવી દો.

તેલ ગમ કરી એમાં લાલ મરચાં, રાઇ અને લીમડાનાં પાનનો વધાર કરો. તેમાં લાલમરચું અને હળદર નાખી દહીં મેકરોની એમાં ભેળવી દો. તેને ભાત અથવા રોટલી સાથે પીરસો.

 બેક્ડ વેજિટેબલ

સામગ્રી :

 ચાર તૂરિયાં, ૮-૧૦ બેબીકોર્ન, ૪ બટાટા, ૧ કપ બીન્સ, ૪-૫ રીંગણા સમારેલાં, એક કપ પાસની પ્યુરી, એક કપ ટામેટાંની પ્યુરી, બે મોટી ડુંગળી લાંબી ચીરીઓમાં સમારેલી, ચાર લીલાં મરચાં (વાટેેલાં), ચાર ટામેટાં, બે ચમચી મીઠું, ૧/૨ ચમચી મરી પાઉડર, ૧/૨ કપ છીણેલું પનીર, બે ચમચા રિફાઇન્ડ તેલ, એક ટુકડો આદું લાંબી ચીરીઓ કરેલું.

 બટાટા અને તૂરિયાંને થોડાં છોલીને ગોળ-ગોળ સમારી નાખો. રીગંણાં પણ ગોળ પતીકાંમાં સમારી નાખો. આમાં થોડું મીઠું ભભરાવીને મૂકી રાખો.

એક ચમચી તેલ ગરમ કરી એમાં અડધી ડુંગળી અને આદું સાંતળો, તેમાં લીલા મરચાં અને પાલકની પ્યુરી નાખો, પછી એક ચમચી મીઠું નાખી આંચ પરથી ઉતારી લો.

એક ચમચી તેલ ગમ કરો. એમાં વધેલી ડુંગળી અને આદું સાંતળો. તેમાં મરી પાઉડર, મીઠું અને ટામેટાંની પ્યુરી નાખી બે મિનિટ સુધી હલાવો અને પછી આંચ પરથી ઉતારી લો.

એક બેકિંગ ડિશને થોડી ચીકણી કરો. તેમાં એક થર શાકને પાથરો. એના પર પાલકની પેસ્ટ પાથરો. ફરીથી શાકનો થર પાથરો અને એના પર ટામેટાંની પેસ્ટ પાથો. ેના પર પનીર છીણીને નાખો. હવે એને ૨૦ મિનિટ સુધી ઓવનમાં બે કરો. પછી આ બેક્ટ વેજિટેબલ ગરમાગરમ પીરસો.

દૂધી, બીન્સ ટામેટાંનું સૂપ

સામગ્રી : 

૨૫૦ ગ્રામ દૂધી, ૨૫૦ ગ્રામ ટામેટાં, ૧૦૦ ગ્રામ ફ્રેન્ચ બીન્સ, ૧ બટાટું, ૧૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરીનો ભૂકો.

રીત : 

સજાવટ માટે સામગ્રી : ફૂદીનાનાં પાન.

 બધાં જ શાકને ચાર કપ પાણી રેડી ચડવા દો. ઠંડા થાય એટલે મિક્સરમાં પીસી નાખો. પછી તેમાં મીઠું, મરી અને ફુદીનો નાખી સજાવો

પૌષ્ટિક સેલડ

સામગ્રી : 

૮ કેપ્સિકમ, ૧ કપ ફણગાવેલાં કઠોળ (મગ, ચણા, ચોળા), ૨-૩ અજમાનાં પાન, બારીક સમારેલાં, ૧ ચમચી ચાટ મસાલો, ૩/૪ ચમચી મીઠું, ૧ લીલું મરચું (બારીક સમારેલું), ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચી સેલડ ઓઇલ, ૪ કાકડી, ૪ ચમચા મલાઈ વગરનું ઘટ્ટ દહીં.

રીત : 

ફણગાવેલાં બધાં જ કઠોળને વરાળથી ચડવા દો. એમાં બધાં મસાલા ભેળવી તૈયાર કરો. કેપ્સિકમને ઉપરથી ચીરી અંદરથી બી કાઢી નાખો. કાકડીનાં પતીકાં કરી એના પર કેપ્સિકમ ગોઠવો, કાકડીનાં થોડાં પતીકાં તૈયાર કરેલા. 

મિશ્રણમાં પણ ભેળવી દો. હવે કેપ્સિકમમાં એ મિશ્રણ ભરી દો અને તેને થોડાં ચડવા દઈ પીરસો. સેલડ શરીરીમાં પૌષ્ટિકતા જાવી રાખે છે.

- હિમાની


Google NewsGoogle News