Get The App

દાવત : ગરમીમાં તન-મનને ટાઢક પહોંચાડતાં આઈસ્ક્રીમ - કોલ્ડડ્રિંક

Updated: Mar 27th, 2023


Google NewsGoogle News
દાવત : ગરમીમાં તન-મનને ટાઢક પહોંચાડતાં આઈસ્ક્રીમ - કોલ્ડડ્રિંક 1 - image


માર્મલેડ પુડિંગ

સામગ્રી : 

 ૧/૨ કપ સંતરા માર્મલેડ, ૧/૨ લિટર દૂધ, બ્રેડની ૩ સ્લાઈસ, ૪ ચમચા અખરોટના ટુકડા, ૨ ચમચા માખણ,૫ ચમચા ખાંડ,  ગળ્યું  ક્રીમ, કાજુના ટુકડા.

રીત : 

બ્રેડને ૧/૨ કપ દૂધમાં પલાળી દો. બાકીનું દૂધ ગરમ કરો. અને   તેમાં ૨ ચમચા ખાંડ, માખણ અને અખરોટના ટુકડા ભેળવો. તેને દૂધના મિશ્રણમાં  ભેળળી દો. હવે કોઈપણ આકારનો કેક મોલ્ડ લઈ, ૩ ચમચા ખાંડને ધીમી આંચે બ્રાઉન રંગની કરો. દૂધનું અડધું મિશ્રણ કેક મોલ્ડમાં નાંખો, પછી માર્મલેડ પાથરો. બાકી વધેલું દૂધનું મિશ્રણ પર રેડી દો.  હવે એક વાસણમાં પાણી ભરોે અને કે  મોલ્ડને એમાં મૂકી વરાળથી લગભગ ૩૫ થી ૪૦ મિનિટ સુધી બેક થવા દો અને તૈયાર થઈ જાય એટલે ઠંડુ થવા દો.

તેને સર્વિંગ પ્લેટમાં કાઢીલો અને ક્રીમ તથા કાજુ પુડિંગ પર સજાવટ કરી પીરસો

બુંદીદાર આઈસ્ક્રીમ

સામગ્રી : 

૨ લિટર દૂધ, ૨૦૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ બારીક લાલ બુંદી, ૧ ચમચી બૂરું ખાંડ, ૧/૨ ચમચી નાની એલચીનો ભૂકો, થોડાં તાંતણા કેસર, સહેજ પીળો રંગ.

દૂધને ઉકાળીને ધીમી આંચે ઘટ્ટ થવા દો. વચ્ચે વચ્ચે હલાવતાં રહો. દૂધ ઉકળીને અડધું રહે ત્યારે   ખાંડ અને એલચી નાખી. થોડી વાર ધીમી આંચ પર રહેવા દો. પછી તેને આંચ પરથી ઉતારી લઈ ઠંડુ થવા દોે અને એક તપેલીમાં ભરી ફ્રીઝરમાં જામવા માટે મૂકો. ૬-૭ કલાક પછી જ્યારે તે જામી જાય,  ત્યારે ફ્રીઝરમાંથી કાઢી ચમચાથી હલાવો અને મિક્સીમાં ફીણો હવે તેને ફરી વાસણમાં ભરી ફ્રીઝરમાં મૂકી દો. તે ફરીથી જામી જાય, ત્યારે તેને ફરી એકવાર મિક્સીમાં ફીણી તેમાં ઘોળેલું કેસર અને પીળો રંગ પણ ભેળવી દો.

બારીક લાલ બુંદીમાં બૂરું ખાંડ મિક્સ કરો. થોડી બુંદી રહેવા દઈ બાકીની બધી દૂધમાં નાખો અને હલાવીને તરત જ મનગમતા આકારના મોલ્ડમાં ભરી દો. ઉપર થોેડી થોડી બુંદી નાખી, ઢાંકીને ફ્રીઝરમાં જામવા માટ મૂકી દો. બરાબર  જામી જાય એટલે તેનોે સ્વાદ માણો.

પાલક આઈસ્ક્રીમ

સામગ્રી :  

૨૫૦ ગ્રામ પાલકની ભાજી, ૧૦૦ ગ્રામ ખાંડ, ૧ ચમચી ગુલાબજળ, ૧ ચમચો દૂધની મલાઈ, ૨૫૦ ગ્રામ તાજું ઘટ્ટ દહીં, ૧૦૦ ગ્રામ માવો, ૧ ચમચો કાજુ પાઉડર, ૧૦૦ ગ્રામ બૂરું ખાંડ, ૧ ચમચી લીંબુનો રસ, થોડું મનગમતું એસેન્સ કે રોઝ એસેન્સ, સજાવટ માટે  મીઠી રંગીન બદામ.

રીત : 

 પાલકનાં પાંદડાને ધોઈને બાફી નાખી બારીક ક્રશ કરો. એક કડાઈમાં દૂધની મલાઈ, ખાંડ અને પાલકની પેસ્ટ ભેળવી આંચ પર મૂકી, સતત હલાવતાં રહી ચડવા દો. મિશ્રણ પાથરી શકાય એટલું ઘટ્ટ થઈ જાય, ત્યારે તેને આંચ પરથી ઉતારી લી ઠંડુ થવા દો. પછી તેમાં લીંબુનો રસ અને ગુલાબજળ ભેળવો. આ દરમિયાન દહીને બારીક કાપડમાં બાંધી લટકાવી દો, તેથી તેમાનું વધારાનું પાણી નીતરી જશે અને ઘટ્ટ દહી રહેશે. હવે દહીં, માવો, બૂરું ખાંડ કાજુ પાઉડર એ બધું ભેળવીને સહેજ ફીણો. રોઝ એસેન્સ પણ તેમાં નાખી દો. કાચનો ઊંડો બાઉલ લઈ તેમાં સૌથી નીચે લગભગ ૧/૨ ઈંચ સુધી દહી-માવાના મિશ્રણને પાથરો. તેના પર પાલકના મિશ્રણનો અડધો ભાગ નાખી. એક સરખું પાથરી દો. બાઉલને થોડી વાર ફ્રીઝરમાં મૂકી દો. બાકીની સામગ્રીને પણ ફ્રીઝરમાં ઠંડી  કરવા રાખો. પાલકનો થર જામવા લાગે  ત્યારે તેના પર વધેલું  દહીં-માવાના મિશ્રણનો થર કરી ફ્રીઝરમાં મૂકી દો. તેને એલ્યુમિનિયમ ફોઈલથી ઢાંકી દો. ૫-૬ કલાક કે આખી રાત પછી આઈસ્ક્રીમ જામી જાય, ત્યારે મીઠી રંગીન બદામથી અથવા મનગમતી રીતે સજાવટ કરી તરત જ પીરસો.

દૂધી આઈસ્ક્રીમ મિલ્ક શેક 

સામગ્રી :  

૧ કપ છીણીને બાફેલી દૂધી, ૨ ગ્લાસ દૂધ, ૨-૩ નાની એલચીનો ભૂકો, ૧/૨ કપ ખાંડ, ૧ કપ વેનીલા આઈસ્ક્રીમ ૮-૧૦ પિસ્તાના ટુકડા.

દૂધ અને દૂધીને કડાઈમાં નાખી ગરમ થવા મૂકો. થોડા સમય સુધી ધીમી આંચે ઊકળવા દો. મિશ્રણ ઘટ્ટ થવા લાગે, ત્યારે તેમાં ખાંડ અને એલચીનો પાઉડર  નાખો. તે પછી આંચ પરથી ઉતારી લો.  અને ઠંડુ કરીને મિક્સીમાં એક રસ કરો. હવે તેમાં બરફનો ભૂકો નાખી મિક્સીમાં ફીણ થાય ત્યાં સુધી ક્રશ કરો. પીરસતી વખતે ઉપરથી આઈસ્ક્રીમ નાખી પિસ્તાથી સજાવો અને સ્વાદ માણો.

- હિમાની  


Google NewsGoogle News