Get The App

રસોઇની વધુ સ્વાદિષ્ટ બનાવતી કુકિંગ ટિપ્સ

Updated: Nov 11th, 2024

GS TEAM


Google News
Google News
રસોઇની વધુ સ્વાદિષ્ટ બનાવતી કુકિંગ ટિપ્સ 1 - image


રસોઇમાં સ્વાદ વધારવા માટે વવિધ  ટિપ્સનો ઉપયોગ કરવાથી વાનગીને વધુ ટેસ્ટી બનાવી શકાય છે. 

- સામાન્ય રીતે પરાઠાને તેલ અથવા ઘીથી શેકવામાં આવે છે પરંતુ માખણથી શેકવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. 

- રગડા પેટીસની પેટીસની ઘીમાં શેકવાથી પેટીસ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ થાય છે. 

- ઉપમા બનાવતી વખતે રવાને શેકવા માટે લોયામાં ઘી લેવું. ઘી ગરમ થાય એટલે તેમાં અડદની દાળ, રાઇ, સમારેલા મરચાં અને લીમડો નાખી વઘાર કરવો અને તેમાં જ રવો ગુવાબી રંગનો થાય ત્યાં સુધી શેકવો. શેકેલા રવામાં સ્વાદુનાસાર મીઠું અને પાતળી છાશ ઉમેરી હલાવવું. કોથમીર ભભરાવવી. પસંદ હોય તો કાંદા, ગાજર, વટાણા વગેરે જેવા શાક પણ ઉમેરી શકાય છે. 

- પકોડા બનાવતી વખતે તેમાં ચપટી આરારોટ અને થોડુ ંગરમ તેલ અથવા તો ચપટી ખાવાનો સોડા ઉમેરવાથી પકોડા ક્રિસ્પી થાય છે. પકોડાના લોટમાં  ઝીણી સમારેલી મેથી પણ નાખી શકાય છે. તેમાં લીલા મરચાના ઝીણા ટુકડા પણ નાખવાથી સ્વાદ વધે છે. 

રાયતામાં જીરાનો વઘાર કરવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. 

-પનીર કડક થઇ ગયું હોય તો હુંફાળા પાણીમાં ચપટી મીઠું ભેળવીને પનીર તેમાં ૧૦ મિનીટ સુધી રાખી મુકવાથી નરમ થઇજશે. 

-કુકરમા ંદાળ બાફતી વખતે ેતમાં એક ચમચી ઘી ઉમેરવાથી દાળ ઊભરાતી નથી તેમજ દાળવનો સ્વાદ વધે છે. 

-આદુ-લસણ તેમજ આદુ-લસણ-મરચાની પેસ્ટ બનાવતી વખતે તેમાં મીઠું ભેળવવાથી પેસ્ટનો સ્વાદ અને મહેક વધે છે. 

-ઇડલી સંભારના સંભારમાં દાળમાં જોઇતા શાક, હળદર, મીઠું, ગોળ (જોઇતો હોય તો) કોકમ નાખી ઉકાળવી. વઘાર માટે એક નાના લોયામાં સામાન્ય કરતા વધુ તેલ લેવું તેમાં રાઇ, હિંગ,લીમડો, લાલ મરચું અને સંભાર પાવડર નાખી દાળમાં નાખવું. પહેલાં ઉપર તેલ તરતું જોવા મળશે પરંતુ પછીથી દાળમાં ભળી જશે. 

-મસાલા ખીચડી બનાવતી વખતે ખીચડી થઇ જાય પછી સામાન્ય કરતાં વધુ ઘી નાખવું. વઘાર માટે પણ સામાન્ય કરતાં વધુ ઘી લઇ તેમાં રાઇ,હીંગ, લીમડો, લાલ સુકા મરચાં અને સ્વાદાનુસાર બાફેલા શાક, ટામેટા ઝીમાં સમારીને નાખી કડક વઘાર કરવો. ખીચડી સ્વાદિષ્ટ થાય છે. 

-ગ્રેવીવાળામાં શાક અથવા દાળમાં વધુ મીઠું -મરચું પડી ગયું હોય તો તેના સ્વાદને પ્રમાણસર કરવા માટે તેમાં મલાઇ, દહીં અથવા તો ફ્રેશ ક્રીમ ભેળવવું. 

-ફણગાવેલા કઠોળને વધુ વખત ફ્રેશ રાખવા માટે તેમાં લીંબુનો રસ ભેળવીને ફ્રીજમાં રાખવા. 

-મેંદુવડા બનાવવા માટે અડદની દાળને એકદમ લીસી અને ઘટ્ટ પીસવી જોઇએ. દાળ પીસાઇ જાય પછી જ જોઇતા પ્રમાણમાં પાણી ઉમેરવુ ંઅને ગરમ તેલનું મોણ નાખી વડા ઉતારવા. એકદમ નરમ અને ક્રિસ્પી થશે. મેંદુવડા બનાવતી વખતે દાળ એકદમ લીસી પીસાઇ હશે તો જ વડા સારા બનશે. 

-ટોસ્ટ સેન્ડવિચ બનાવતી વખતે બાફેલા બટાટા, વટાણા, કાંદા તેમજ જોઇતા શાક ઉમેરી તેને થોડા તેલમાં વઘાર કરી સ્વાદાનુસાર મસાલો ભેળવીને માવો તૈયાર કરવો. માવાને વઘારવાથી સ્વાદ વધે છે.વઘારનુ ંતેલ ગરમ થાય એટલે થોડી રાઈ નાખવી હોય તો નાખી શકાય. જો રાઇ ન નાખવી હોય તો બટાકા અને શાક ગરમ તેલમા ંવઘારી નાખી મસાલો કરી દેવો. 

- પંજાબી સમોસા બનાવવાના મેંદાના લોટમાં થોડુ ંમીઠું અને મુઠ્ઠી પડતું મોણ નાખી સામાન્ય લોટ બાંધવો. લોટ એવો બંધાવો જોઇએ કે વણવા માટે અટામણની જરૂર ન પડવી જોઇએ. તેમાં વટામા-બટાકાનો મસાલો ભરીને પહેલા સામાન્ય તાપ પર એ પછી ધીમા તાપે તળવાથી સમોસા ક્રિસ્પી અને પડ કડક થતું નથી. 

- મીનાક્ષી તિવારી

Tags :