Get The App

કલરફુલ નખની ફેશન .

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
કલરફુલ નખની ફેશન                                      . 1 - image


આપણે હંમેશા સુંદર ચહેરામાં જ સંપૂર્ણ સૌંદર્યની શોધ કરીએ છીએ. હા, સ્ત્રીનો ચહેરો નાજુક, નમણો તથા સુંદર હોવો જોઈએ પણ તે સાથે તેના શરીરના અન્ય અંગો પણ સુંદર હોવા જોઈએ આપણે મોટેભાગે ચહેરાને સુંદર રાખવા માટે બ્લીચીંગ, ફેશિયલ, ફેસપેક જેવી વિવિધ બ્યુટી ટ્રીટમેન્ટ કરીએ છીએ અને હાથ તથા પગની સુંદરતા પરત્વે દુર્લક્ષ સેવીએ છીએ તે તદ્ન ખોટો અભિગમ છે.

આખો દિવસ કામ કરીને હાથ તથા સતત ભાગ-દોડ કરીને પગની સુંદરતા ઓછી થતી જાય છે. ચહેરો સુંદર હોય પણ હાથ તથા પગના નખમાં મેલ ભરાયો હોય, તે સરખા કાપેલા ન હોય, અડધી નેઈલપોલીશ નીકળી ગઈ હોય તો તે ખરાબ લાગે છે.

ચહેરાની સુંદરતા વધારવા માટેના બ્યુટી પાર્લર આપણને ગલીએ ગલીએ જોવા મળે છે. આ બ્યુટી પાર્લરમાં હાથ અને પગની બ્યુટી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે પણ ફક્ત હાથ અને પગની સુંદરતા અકબંધ  નેઈલ બાર નામની ખાસ નખ માટે સલૂન હોય છે. ફ્રોસ્ટેડ ગ્લાસ અને લાકડાના ફ્લોરીંગવાળી સલૂનની ઠંડકમાં બેસતા જ તમારો અડધો થાક ઉતરી જશે.

આપણે ત્યાં માન્યતા છે કે નખને તો ઘરમાં જ કાપીને, નેઈલ પોલીશ લગાડીને સારા રાખી શકાય છે તે માટે કંઈ ખાસ પાર્લરમાં ન જવાય. અથવા તો ઘરગથ્થુ પાર્લરમાં જ તેને સરખા કરી શકાય છે. સ્ત્રીઓની આ માન્યતા દૂર કરવા નીતિન કેલવાનીએ નેઈલ બાર ખોલ્યું છે. નેઈલ બાર ફક્ત નખની સર્વિસ આપતું ભારતનું સર્વપ્રથમ સલૂન છે. મોટાભાગના સલૂનમાં નખને સજાવવા બાબતે વિસ્તૃત ટ્રીટમેન્ટ આપવમાં નથી આવતી પણ નખની સંપૂર્ણ ટ્રીટમેન્ટ માટે દોઢ  કલાક જેટલો સમય લાગે છે જેમ શરીર, વાળ અને મગજની તંદુરસ્તી અને સુંદરતા જાળવવાની જરૂર છે તે જ પ્રમાણે બધા જ સ્ત્રી-પુરુષે નખની તંદુરસ્તી પણ જાળવવી જોઈએ.

નેઈલ બારમાં અન્ય બ્યુટી સારવારની સાથે હાથ અને પગની સંભાળને પ્રાધાન્ય આપવામાં આવે છે. અહીં આવતા ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ અને શાંતિ મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. હેન્ડ  સ્પા સર્વિસ ઉપરાંત ગ્રાહક માટે અન્ય કંઈ સારવાર જરૂરી છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન નેઈલ ટેક્નીશીયન આપે છે. અહીં આ હીરાજડિત નખ, ટાટુસ તથા લાલ રંગના વગેરે તમને જેવા જોઈએ તેવા નખ મળે છે.

તે જ ઉપરાંત આપણે એમ માનીએ છીએ કે ખાસ પ્રસંગે જ મેકઅપ કરવો જોઈએ. પણ અહીં ખાસ મેકઅપ સ્ટુડિયો છે. મેકઅપ ઉત્પાદનો દ્વારા જ ગ્રાહકને વિવિધ મનપસંદ રંગનો મેકઅપ કરવામાં આવે છે. થોડા દિવસોમાં અહીં હેરસ્ટાઈલીંગ અને કાયમી ટાટુ પણ કરવામાં આવે છે.

નખને આકર્ષક દેખાડવા આપણે બ્યુટી પાર્લરની મુલાકાત લઈએ છીએ પણ કેટલીક એવી બાબતો છે કે જેની સંભાળ આપણે જ રાખવી જોઈએ. તો ચાલો કેટલીક એવી બાબતો જાણીએ જે કરવાથી કે ન કરવાથી નખનેે નુકસાન અથવા ફાયદો થાય છે. જેમ કે :

૧. તમારા હાથ જ્યારે સાબુ કે રાસાયણમાં સંપર્કમાં રહેતા હોય તો તમારે હાથ ઉપર રબ્બરના મોજા પહેરવાં જોઈએ.

૨. બાંધકામ કે હાથ અથવા નખને નુકસાનકર્તા અન્ય કોઈ કામ કરો ત્યારે હાથમાં મોજા  પહેરવા.

૩. હાથ ધોયા બાદ તેને બરોબર લૂંછીને હાથ ઉપર મોઈશ્ચરાઈઝર લગાડો.

૪. જો હાથ સતત પાણીમાં ભીંજાયા કરતો હોય તો હાથ ઉપર સિલિકોન અથવા અન્ય કોઈ પ્રોટેક્ટનર લગાડો.

૫. નખની સંભાળ રાખ્યા છતાં જો નખ કાળા પડી ગયા હોય તો નખ ઉપર અઠવાડિયામાં બે વખત લીંબુના રસના ટીપાથી મસાજ કરો. પણ ધ્યાન રહે કે વધારે પડતા લીંબુના રસના ઉપયોગથી નખ સૂકાં થઈ જશે તથા તેની આસપાસની ત્વચામાં બળતરા થશે.

૬. નેઈલ પોલીશથી તમારા નખ ઉપર ડાઘા પડતા નથી તથા કોઈ રસાયણની પણ તેના ઉપર અસર થતી નથી. પણ જો નેઈલપોલીશનો વધારે પડતો ઉપયોગ થાય તો નખ ઉપર પીળા ડાઘા પડી જાય છે તથા તે સુકાઈ જાય છે. નેઈલપોલીશ લગાડતા પહેલા બેઝકોટ લગાડવાથી નેઈલ પોલીશ લાંબો સમય ટકે છે.

૭. જો નખ સુકાઈ ગયા હોય તો દરરોજ દસ મિનિટ તેને હુંફાળા  ગરમ પાણીમાં બોળી રાખો ત્યારબાદ સરખી રીતે લૂછીને મોઈશ્ચરાઈઝર લગાડો.

૮. નખને એક જ દિશામાં ફાઈલ કરો. ફાઈલરને આડુ-અવળું ચલાવવાથી નખ વચ્ચેથી તૂટી જવાની શક્યતા છે.

૯. દર અઠવાડિયે બને તો મેનીક્યોર કરવું જેથી નખ તંદુરસ્ત રહે.

૧૦. ઉંમર વધતા જ નખ જાડા થઈ જાય છે તથા તેનો વિકાસ પણ ઘટી જાય છે તથા ત્યાં ત્વચાના વિવિધ ચેપ લાગવાની પણ ભીતિ રહે છે. તેથી દરરોજ તમારા નખને જોતા રહો અને તેમાં કોઈપણ ફેરફાર થાય તો ડોક્ટરને બતાવો.

૧૧. ખાનુ ખોલીને ઝડપથી પર્સ કે અન્ય કોઈ વસ્તુ કાઢવા જતા નખને પીન જેવી કોઈ તીક્ષણ વસ્તુ વાગવાની શક્યતા રહે છે એટલે સંભાળીને હળવેથી વસ્તુ કાઢવી.

૧૨. નખ વડે કોઈપણ વસ્તુ ઉપાડવી નહીં. નખથી વસ્તુ ઉપાડશો તો તે ઝડપથી તૂટી જશે.

૧૩. વારંવાર નેઈલ હાર્ડનર કે નેઈલપોલીશ લગાડવાથી તેમાં રહેલા રસાયણોને લીધે નખનો રંગ બદલાઈ જાય છે તથા તે બરડ બની જાય છે.

૧૪. વારંવાર નેઈલ પોલીશ રીમુવરનો ઉપયોગ ન કરવો. નેઈલ પોલીશ કાઢ્યા પછી એસીટોનની અસરથી તે વધારે સુકાઈ ન જાય તે માટે તેના ઉપર મોઈશ્ચરાઈઝર લગાડો.

૧૫. વધારે પડતા લાંબા નખ ન વધારો. લાંબા નખ ઝડપથી બટકી જાય છે.

૧૬. નખના ક્યુટીકલ્સને જબરજસ્તીથી અંદર ન કરવા આનાથી ત્યાંની ત્વચાને તથા નખને નુકસાન થશે.

૧૭. નખની નીચેની બાજુ તીક્ષ્ણ અણીવાળી વસ્તુ ન લાગડવી. આનાથી નખ અને ત્વચા વચ્ચેનું જોડાણ તૂટી જશે.

નખ હાથની સુંદરતા તો વધારે જ છે તે સાથે જ આપણી તંદુરસ્તીનું પ્રતીક પણ છે તેથી ફેશનની સાથે તેની યોગ્ય જાળવણી કરવી જરૂરી છે.


Google NewsGoogle News