Get The App

ચીવટથી કરો ચૂડીદાર કે સલવારની પસંદગી

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
ચીવટથી કરો ચૂડીદાર કે સલવારની પસંદગી 1 - image


- યોગ્ય ફિટિંગ ફિગરને બનાવે આકર્ષક

ઓછી હાઈટ હોય તો

ઓછી હાઈટ એવી યુવતીઓ પર કૉન્ટ્રાસ મેચિંગના પંજાબી ડ્રેસ વધુ સારા લાગે. વધુ પડતા લૂઝ ફિટિંગના ડ્રેસ તૈયાર ન કરાવવા. ઓછી હાઈટ હોય તેઓ સલવાર તેમ જ ચૂડીદારમાં લહેરિયા ડિઝાઈનવાળા કાપડની પસંદગી કરી શકે. એમાં તેમની ઊંચાઈ વધુ લાગશે. કુરતામાં પણ તેઓ લાઈનિંગવાળા કાપડની પસંદગી કરી શકે. તેઓ હાઈ નેક સ્ટાઈલનો કુરતો તૈયાર કરાવી શકે. સ્લીવલેસ અથવા કેપ સ્લીવ્સનાં ટૉપ તેમના પર વધુ સારાં લાગશે.

વધુ હાઈટ હોય તો

જે યુવતીઓની ઊંચાઈ વધારે હોય તેમણે ફિટિંગવાળા ચૂડીદારની પસંદગી કરવી. કુરતામાં તેઓ લૉન્ગ સ્લીવ્સની પસંદગી કરી શકે. અત્યારે ટ્રાન્સપરન્ટ સ્લીવ્સની ફેશન વધુ જોવા મળે છે. જ્યોર્જેટના કુરતામાં સ્લીવ્સ અસ્તર નાખ્યા વગરની ટ્રાન્સપરન્ટ કરાવી શકાય. એમાં પણ ચૂડીદાર જેવી ચૂડી (રિંગલ્સ) પડે એવી સ્લીવ્સ રખાવી શકાય. એ  રીતે સલવારમાં પટિયાલા સ્ટાઈલ સારી લાગશે. વધુ ઊંચાઈવાળી યુવતીઓ પર પ્લેન કલર્સ, ફ્લાવર્સ ડિઝાઈન વગેરે કાપડમાંથી તૈયાર કરેલો કુરતો તેમ જ પંજાબી ડ્રેસ વધુ સારા લાગશે. યુવતીઓ લેગિન્સ જેવા રેડીમેડ ચૂડીદાર સલવાર પસંદ કરી શકે. એના પર કૉટનનો ડિઝાઈનર કુરતો પહેરી શકાય.

એપલ શેપ

કમરથી પુષ્ટ હોય અને પગ પાતળા હોય તેમ જ ખભાથી પાતળી હોય એવી યુવતીઓએ ચૂડીદાર પર ચોરસ આકાર તેમ જ પાન આકારના ગળાની પસંદગી કરવી. તેમણે ઘૂંટણ સુધી આવે એવા કુદરતાની પસંદગી કરવી અને સિમ્પલ ચૂડીદાર તૈયાર કરાવવો. યુવતીઓ પર પટિયાલા સલવાર વધુ સારી લાગશે. સલવાર પંજાબી સ્ટાઈલની તેમ જ મોટા મોઢીવાળી કરાવવી. એના પર ઘૂંટણ સુધી આવતું ટૉપ કરાવવું.

પ્રસંગોપાત ચૂડીદાર પહેરવા ટિપ્સ

પ્રસંગોપાત પહેરવા માટે કૉટનના ચૂડીદારને બદલે સિલ્કના ચૂડીદાર પર સ્ટોન, બિડ્સ, કુંદન વગેરે વર્ક કરેલો ડિઝાઈનર કુરતો પહેરી શકાય.

- કુર્તાની નેકલાઈન પર હેવી એમ્બ્રોઈડરી પણ કરાવી શકાય તેમ જ સ્લીવ્સમાં થ્રી-ફોર્થ અથવા ફુલ સ્લીવ્સમાં નેટની સ્લીવ્સ રખાવી શકાય.

- કાપડમાં બ્રોકેડ તેમ જ  શિમરની પસંદગી કરી શકાય. સિલ્કના હેવી લુક આપતા કુરતા નીચે શિમરના શાઈની ફુલ લેન્ગ્થના લેગિન્સ પહેરતાં આકર્ષક લુક આપશે.

- તમારી ગરદન ભરાવદાર  અથવા જાડી લાગતી હોય તો ટૉપમાં કૉલર નેક ન કરાવવું. કમરથી જાડી યુવતીઓએ સ્ટ્રેટ લાઈનના ડ્રેસ કરાવવા. સ્ટ્રેચેબલ રેડીમેડ ચૂડીદારમાં વિવિધ કલર અને સ્ટાઈલ મળી રહે છે. તમારા પંજાબી ડ્રેસ અથવા કુરતા પ્રમાણે તમે એની પસંદગી કરી શકો. ટયુનિક તેમ જ ડિઝાઈનર કુરતાને ચૂડીદાર સાથે પહેરી શકાય. 

- અમલા


Google NewsGoogle News