Get The App

ફાઉન્ડેશનની પસંદગી .

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
ફાઉન્ડેશનની પસંદગી                                        . 1 - image


મેકઅપ કરતા પહેલા ક્યા પ્રકારના ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો એ જાણવું મહત્વનું છે. ફાઉન્ડેશન એ મેકઅપની આધારશિલા છે. વાસ્તવમાં યોગ્ય ફાઉન્ડેશનના ઉપયોગથી જ મેકઅપ તમારા લુકને  સુંદર દેખાડે છે. પરંતુ મોટા ભાગની મહિલાઓને ક્યું ફાઉન્ડેશન ખરીદવું જોઇએ તેની જાણ હોતી નથી. ઘણી વખત ચહેરા પર ફાઉન્ડેશનની એક સફેદ પરત જોવા મળતી હોય છે અથવા તો ચહેરો ભદ્દો દેખાય છે. 

મેકઅપમાં ફાઉન્ડેશનનું કામ ત્વચાને એક સરખા રંગની કરવાનુ ંહોય છે. તે ચહેરા પરના નાના-નાના ધાબા,નિશાન વગેરે છુપાવીને તે ચહેરાની ત્વચાને એક સરખી કરે છે. તેથી ત્વચાને મેળખાતું ફાઉન્ડેશન હોવું મહત્વનું છે. સ્કિન ટોનથી હળવું ફાઉન્ડેશન ચહેરા પર એક પરત બનાવી દેતુ ંહોવાથી મેકઅપ ખરાબ દીસે છે.   

સ્કિન ટોન સમજવા માટે પહેલા અંડર ટોનને સમજવું જરૂરી છે.ઘણી વખત સ્કિન ટોનમાં બદલાવ આવતો જોવા મળ્યો છે. ખીલ, ટેનિંગ, ડેડ સ્કિન વગેરે સ્કિન ટોનને દબાવી દેતા હોય છે, પરંતુ અંડર ટોન હંમેશા એક જેવો જ રહેતો હોય છે. 

અંડર ટોન ૩ રીતે ડિવાઇડ કરવામાં આવ્યા છે. કૂલ, વોર્મ અને ન્યૂટ્રલ જે અલગ-અલગ કલરમાં જોવા મળે છે. જેમ કે અંડર ટોન કૂલ છે તો ત્વચા પર પિંક, રેડ અને બ્લૂ કલરમાં ગ્લો જોવા મળશે.   અંડરટોન વોર્મ છે તો ત્વચામાં પીચ, યેલો અને ગોલ્ડન ગ્લો જોવા મળશે.  આ ઉપરાંત ન્યૂટ્રલ અંડરટોનમાં કૂલ અને વોર્મ બન્નેનું મિશ્રણ જોવા મળે છે. 

અંડરટોનની સાથેસાથે સ્કિન ટાઇપ જાણવી પર જરૂરી છે. તૈલીય, રૂક્ષ અને મિશ્રિત ત્વચાને ધ્યાનમા ંરાખીને ફાઉન્ડેશન ખરીદવું. 

ગોરી ત્વચા

ગોરી ત્વચા ધરાવનાર માટે બેઝ કલર ટોનવાળુ ફાઉન્ડેશન યોગ્ય છે. વાસ્તવમાં આ રોઝી ટિંન્ટયુક્ત શેડ હોય છે જે ગોરા વાન પર સારો લાગે છે. 

ડસ્ટી સ્કિન માટે

ડસ્કી સ્કિન ધરાવનારે પોતાની સ્કિન ટોનના અનુસાર મેળ ખાતું ફાઉન્ડેશન ખરીદવું. આ પ્રકારની ત્વચા માટે બ્રાઉન શેડની પણ પસંદગી કરી શકાય છે. ઉપરાંત બે યોગ્ય શેડ મિક્સ કરીને પણ પ્રયાસ કરી શકાય છે.  

ડસ્કી સ્કિન ઓઇલી હોય તો લિકવિડ બેસ્ડ ફાઉન્ડેશનની પસંદગી કરવી જોઇએ.જેથી તે ત્વચામાં સરળતાથી શોષાઇ જતું હોય છે. 

ડાર્ક સ્કિન ટોન

જેમની સ્કિન ડાર્ક હોય તેમના માટે લિકવિડ ફાઉન્ડેશન ઉત્તમ માનવામાં આવે છે. આવી મહિલાઓની ત્વચા પણ તૈલીય હોયછે. એવામાં લિકવિડ પાઉન્ડેશન ત્વચા પરનુ ંવધારાનું તેલ શોષી લે છે તેમજ ફિનિશિંગ લુક પણ આપે છે. રૂક્ષ ત્વચા હોય તો ક્રીમી બેસ્ડ ફાઉન્ડેશન પસંદ કરવું. ફાફન્ડેશનનો રંગ બ્રાઉનથી પણ હળવો ડાર્ક લઇ શકાય. 

ઘઉંવર્ણી ત્વચા

ઘઉંવર્ણી ત્વચા માટે મેટઅથવા લિકવિડ ફાઉન્ડેશન ઉત્તમ છે. જોકે ફાન્ડેશન ખરીદતી વખતે ગરદન અથવા તો કપાળ પર લગાડીને ત્વચા સાથે મેળ ખાતું હોવાનું તપાસી લવું. 

ફાઉન્ડેશન સામાન્ય રીતે ત્રણ પ્રકારના મળતા હોય છે. મેટ, ડિયૂ અને સાટિન. એવામાં તૈલીય ત્વચા માટે મેટ ફાઉન્ડેશન પસંદ કરવું જે ત્વચા પરથી વધારાના તેલને શોષી લે છે. રૂક્ષ ત્વચા ધરાવનારે ડિયૂ રાફન્ડેશનની પસંદગી કરવી જે ચહેરાને ચમક આપે છે. તેમજ મિશ્રિત ત્વચા માટે કોઇ પણ પ્રકારનું ફાઉન્ડેશન ઉપયોગમા ંલઇ શકાયછે. જોકે સાટિન ફાઉન્ડેશન પર સારું લાગે છે. 

- જયવિકા આશર


Google NewsGoogle News