Get The App

ગરમીની મોસમમાં વસ્ત્રોની પસંદગી .

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
ગરમીની મોસમમાં વસ્ત્રોની પસંદગી                           . 1 - image


ગમે એ સીઝન હોય, પરંતુ એમાં સૂટ થાય એવાં કપડાંની પસંદગી કરવી જોઈએ. જો ફેશન અને ઉંમર પ્રમાણે કપડાંની પસંદગી કરવામાં આવે તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. જોકે જે કપડાં સૂટ થાય અને પહેરવામાં આરામદાયક લાગે એવાં કપડાં જ પહેરવાં જોઈએ.

ઑફિસે જતી મહિલાઓ માટે

ઑફિસે જતી મહિલા કૉટનના ટ્રાઉઝર પર શર્ટ પહેરી શકે. આ સાથે ફૉર્મલ સ્કર્ટ પર પણ શર્ટ સારું લાગશે. તેઓ રેડીમેડ કૉટનના લેગિન્ગ્સ જેવા ચૂડીદાર સલવાર પર કુરતો પણ પહેરી શકે અને એના પર સ્ટૉલ પણ નાખી શકે. જોકે ટાઈટ કૉટનના ચૂડીદાર પર ટયુનિક પણ પહેરી શકાય. એના પર લૉન્ગ ઈયરરિંગ્સ અને હાથમાં કંગન તેમ જ ગળામાં મોટી મોતીની માળા પણ પહેરી શકાય. એ ફ્યુઝન લુક આપશે. ઑફિસે જતી મહિલાઓ ચિકનવર્ક કરેલા પંજાબી ડ્રેસ પણ પહેરી શકે. સાડીમાં કૉટનની સાડી પહેરતાં સારી લાગશે.

ટીનેજર્સ માટે

ટીનેજર્સ સ્લીવલેસ ડ્રેસ કે કુરતો પહેરી શકે છે. તેમના પર સ્પગેટી, સ્ટ્રૅપવાળાં ટૉપ, ગંજી જેવાં ટી-શર્ટ તેમ જ ની લેન્ગ્થ અને એનાથી થોડાં ઉપર આવતાં સ્કર્ટ પણ ખૂબ સારાં લાગે છે. ટીનેજર્સ ટ્રેન્ડી ટૉપ કે ટયુનિક પર થ્રી ફોર્થ સાઈઝનું હેરમ પૅન્ટ, કૅપ્રી અને લેગિન્ગ્સ પણ પહેરી શકે છે. તેઓ માથામાં બાળકો જેવી ટિકટેક પિન પણ લગાવી શકે. એ ટ્રેન્ડી લુક આપશે.

કલર અને કાપડ

ગરમીમાં કૉટનમાં કપડાં સૌથી સારાં રહે છે. આમ કૉટનની સાથે જૂટ, લિનન, સમર ખાદી, મલમલ કાપડનો ઉપયોગ પણ કરી શકાય. એમાં લખનવી અને કૉટનની ફ્લાવર પ્રિન્ટના કુરતા પહેરી શકાય. કૉટનનાં કપડાં પરસેવો શોષી લે છે, જ્યારે રેશમી, સિલ્ક કે જ્યોર્જેટનાં કપડાંમાં ગરમી વધુ લાગે છે.

ગરમીમાં સફેદ, પિસ્તા, બેબી પિન્ક, સ્કાય બ્લુ, લેમન યલો, ગ્રીન વગેરે કલર વધુ સારા લાગે છે. ગરમીમાં કાળા કલરનાં કપડાં પહેરવાનું ટાળવું. એમાં ગરમી વધુ લાગે છે. ગરમીમાં પર્પલ, ક્રીમ વગેરે પેસ્ટલ કલર પહેરવા વધુ સારા છે.

તડકા સામે રક્ષણ કઈ રીતે મેળવશો?

ગરમીમાં કૉટન ચૂડીદાર ડ્રેસ વધુ સારા લાગે છે. એમાં વધુ ડતું વર્ક નહીં, પરંતુ લાઈટ વર્ક વધુ સારું લાગે. અત્યારે હેરમ પૅન્ટ તેમ જ લેગિન્ગ્સની ખૂબ ફૅશન છે. એના પર કુરતા  અથવા ટયુનિક દરેક ઉંમરની મહિલાઓ પહેરી શકે છે. એની સાથે મૅચ કરતી એક્સેસરીઝ પહેરતાં ટ્રેન્ડી લુક આપશે. ગરમીમાં સ્કાર્ફને પણ એક્સેસરી તરીકે ઉપયોગમાં લઈ શકાય. એને માથા પર બાંધી શકાય, પર્સમાં ગાંઠ વાળીને વાળીને સ્ટાઈલ માટે બાંધી શકાય અથવા કુરતા પર નાખી શકાય. તડકાથી બચવા માથા પર ટ્રેન્ડી કૅપ પરણ પહેરી શકાય.

Tags :