બાળકો અને તરૂણાનાં બેડરૂમની સજાવટ .
બાળકોના બેડરૂમની સજાવટની વાત આવે ત્યારે માતા-પિતા ઉત્સાહમાં આવી જતા હોય છે. પોતાની સારી કલ્પનાઓ બાળકોના રૂમની સજાવટમાં ઉપયોગ કરે છે.
બાળકોના બેડરૂમ માટે આજકાલ માર્કેટમાં વિવિધ આકાર તથા સાઇઝના ફર્નિચરમળે છે જેવા કે બંક બેડ, રેસ કાર બેડ, બર્ડ અથવા એનિમલ આકારની ખુરશી. બાળકના મનપસંદ આકારની ખરીદી કરી તેના બેડરૂમને આકર્ષક કરી શકાય છે.
બ્રાઇટ રંગના રમકડાં, બીન બેગ, બેડશીટ, કુશન્સ, લોન્ડ્રી બાસ્કેટ વગેરેથી બાળકોના કલરફુલ બનાવી શકાય છે.
બાળકોના બેડરૂમના ફર્નિચરનો ખૂણો અણીદાર ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો ગમે ત્યારે બાળકોને ઇજા થઇ શકે છે.
બાળકોના રૂમની એક દિવાલને ઘણા બધા ફોટોગ્રાફરથી લગાડી સજાવી શકાય છે.
બાળકોના રૂમને સામાન્ય કરતાં અલગ જ બનાવવો હોય તો એક ટેન્ટ લગાડી દેવો જેમાં બેસી તે રમકડા કે ગજેટસથી રમી શકે.
બાળકોને શિક્ષણ પ્રત્યે રૂચિ જગાવવા એક દિવાલ પર ઇન્ફર્મેટિવ ટાઇલ્સ લગાડવી જેથી રૂમ ખૂબસૂરતની સાથેસાથે ક્રિએટિવ પણ લાગે.
બાળકોની વધતી વયને ધ્યાનમાં રાખીને તેના બેડરૂમનો લુક બદલાવતાં રહેવુંજેથી વય અનુસાર લુક રહે.
બાળકોના બેડરૂમમાં ઓછામાં ઓછું ફર્નિચર રાખવું જેથી તેમને રમવાની પૂરતી જગ્યા મળી રહે.
બાળકોનો બોડરૂમ સજાવતી વખતે તેમની પસંદગીને પણ સ્થાન આપવું. તેઓ પોતાના રૂમની સજાવટથી ઉત્સાહમાં આવશે ઉપરાંત તેની પસંદ જાણવાથી તેની કલ્પનાશક્તિ પણ વિકસશે અને તમને એ વિશે જાણવા પણ મળશે.
બાળકોના રૂમમમાં બ્લ્યૂ, પિન્ક, યલો, પર્પલ,ઓરેન્જ જેવા બ્રાઇટ કલર્સનો રંગ કરાવવો.
દિવાલ પર તેમની પસંદના કાર્ટુન કેરેકટરના પોસ્ટર અથવા વોલ પેપર લગાડવા. પોતાના પસંદગીના કેરેકટર સાથે વાત કરવાથી બાળકોને આનંદ આવે છે.
તરૂણોનો બેડરૂમ
યંગસ્ટર્સને ફક્ત પોતાની પસંદગી જ ગમે છે ઉપરાંત મોટા ભાગના તરૂણો ટ્રેન્ડી ચીજો પસંદ કરતા હોય છે. તેથી તેમના રૂમની સજાવટ વખતે તેમની પસંદ-નાપસંદની સાથેસાથે લેટેસ્ટ ટ્રેન્ડનો પણ ખાસ ધ્યાન રાખવું.
તરૂણોને ફક્ત સૂવા માટે જ નહીં પરંતુ અભ્યાસ તેમજ મિત્રો સાથે મોજમસ્તી માટે પણ તેમના આરડાનો ઉપયોગ કરતા હોય છે. તેથી તેમની દરેક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બેડરૂમ સજાવવો.
યંગસ્ટર્સ માટે ડ્રોઅરવાળા ફર્નિચર યોગ્ય છે. જેથી જુદા જુદા ખાનામાં તેમનો મોટા ભાગનો સામાન રહી શકે.
દરેક ખાના પર ચીજવસ્તુ અનુસાર સ્ટિકર લગાડી દેવાથી દરેક ચીજ યોગ્ય સ્થાને રહેશે તેમજ તેમને શોધવાની પણ જરૂર નહીં રહે.
યુવાનિયાઓને બોલ્ડ કલર અને ફંકી ડેકોર પસંદ હોય છે તેથી તેમની બેડરમની સજાવટ માટે તેમની સલાહ લેવી.
મોટા ભાગે પર્પલ, ઓરેન્જ,રેડ જેવા બોલ્ક કલર પસંદ કરી શકાય.
તેમની પસંદ પ્રમાણે રૂમની દિવાલ પર વોલ પેપર લગાડી શકાય.
ઘણા યંગસ્ટર્સ પોતાની પસંદગીના ખેલાડી, સ્ટાર-કલાકારોના મોટો પોસ્ટર લગાડવાની ઇચ્છા હોય તો તેમ કરવા દેવું.
દિવાલોના રંગ, પડદા બેડ, સ્ટડી ટેબલ વગેરેની પસંદગી તેમને કરવા દેવી.
બેડરૂમ મોટો હોય તો િંગ સાઇઝ બેડને પ્રાથમિકતા આપવી, જેથી પોતાના બેડનો છૂટથી ઉપયોગ કરી શકે. બેડરૂમ નાનો હોય તો સોફા કમ બેડ બેસ્ટ ઓપ્શન છે. તેનાથી જગ્યા પણ બચશે અને સામાન રાખવો પણ સરળ થશે.
તેમની સ્ટડી એરિયામાં બ્રાઇટ લાઇટ રાખવી. તેના માટે ટાસ્ક લાઇટનિંગની પસંદગી કરી શકાય.તેનાથી ફક્ત સ્ટડી ટેબલ પર જ ફોકસ રહે છે. અને શેડો પણ નથી પડતો. રાતના અભ્યાસ કરવા માટે ગ્લેયર ફ્રી ટાસ્ક લાઇટ પણ લગાડી શકાય છે.
- મીનાક્ષી તિવારી