ચાંદબાલી ઝુમખા ફેસ્ટિવ લૂકમાં લગાડે ચાર ચાંદ .
ચાંદબાલી નામ બે શબ્દો મળીને પડયું છે. જેમાં ચાંદનો અર્થ છે ચંદ્ર અને બાલી મતલબ ઝુમખા. ચંદ્રના આકારના ઝુમખા માનુનીઓની પસંદ છે. રાજસ્થાનના શાહી રાજવંશોથી લઇને હૈદરાબાદના નિઝામો સુધી ચાંદબાલી માનુનીઓની પસંદ રહી છે. ચાંદબાલીનીે ટીકડાની ડિઝાઇનમાં પણ લોકોની પસંદગીની રહી છે. ચાંદબાલી મુગલોથી લઇનેમહારાણીઓ તેમજ બોલીવૂડમાં પણ જોવા મળી છ.ે
મીનાકુમારીએ ફિલ્મ પાકીઝામાં, જોધા અકબરમાં ઐશ્વર્યા રાયઅને સંજય લીલા ભણશાલીની ફિલ્મોમાં દીપિકા પદુકોણે ભારેભરખમ પરિધાનો સાથે ચાંદબાલી પહેરી છે. ચાંદબાલી સાડી, શરારા-ઘરારા, અનારકરલી ડ્રેસ, કુર્તા તેમજ ઇન્ડો-વેસ્ટર્ન લુક પર શોભે છ.ે હવેના સમયમાં ચાંદબાલી ડિઝાઇન્સમાં મોર્ડન ટચ આપવામાં આવે છે. જેથી તે એથનિક અને વેસ્ટર્ન બન્ને લુક સાથે પહેરી શકાય છે. તેના ઝુમખા મોટી સાઇઝમાં પહેરી શકાય છે. જેથી ચહેરો વધુ આકર્ષક લાગે છે.
ઓવરસાઇઝ્ડ ચાંદબાલી
બોલ્ડ અને ડ્રામેટિક લુક માટે ઓવરસાઇઝ્ડ ચાંદબાલી પહેરવી. આ ઝુમકા ખાસ કરીને ફ્લોરલ અથવા તો જ્યોમૈટ્રિક પેર્ટનમાં આવે છે, જે ફેસ્ટિવ લુકમાં ચાર ચાંદ લગાડે છે. ઓવરસાઇઝ્ડ ચાંદબાલી બ્રાઇટ કલરના શરારા-ઘરારા અથવા સાડી સાથે પહેરવી.
કુંદન ચાંદબાલી
કુંદન વર્કવાળી ચાંદબાલી રાજસ્થાની અને મુગલ શૈલીને દર્શાવે છે. આ ઝુમકા ભારી ઝરી ભરેલા શરારા-ઘરારા, સાડી સાથે શોભે છે. લીલા, લાલ અથવા ગુલાબી રંગના કુંદનના ઝુમખા તહેવારમાં પહેરવાથી સુંદર લાગે છે.
પોલ્કી ચાંદબાલી
પોલ્કી એટલે કે અનકટ ડાયમંડથી સજેલી ચાંદબાલીની ફેશન લાઇફટાઇમ છે. આ ડિઝાઇનના ઝુમખા એક રિચ અને રોયલ લુક આપે છે. પોલ્કીના ઝુમખા સામાન્ય રીતે પર્લ અને ્બીડસ સાથે બનાવવામાં આવે છે જેથી તે વધુ ખૂબસૂરત દેખાય છે. પોલ્કી ચાંદબાલીને સિલ્ક સાડી અથવા ગોટા-પટ્ટીવાળા સૂટ સાથે પહેરવાથી વધુ શોભે છે.
મોતીની ચાંદબાલી
મોતીની ચાંદબાલીમાં સફેદ અથવા રંગીન મોતીઓનો ઉપયોગ કરવામાંઆવે છે. જેથી તે વધુ સુંદર લાગે છે. આ ઝુમકા વજનમાં હળવા એને એલિગન્ટ હોય છે જે ક્લાસી લુક આપે છે. સફેદ અથવા ક્રીમ પર્લ ચાંદબાલીને પેસ્ટલ અથવા બ્રાઇટ કલરના આઉટફિટ સાથે પહેરવા.
મીનાકારી ચાંદબાલી
મીનાકારી ઝુમખામાં ચટક રંગો અને ખૂબસૂરત ર્ેપેટર્ન્સનો ઉપયોગ કરવામાંઆવે છે. આ ઝુમખા ખાસ કરીને રાજસ્થાની એને ગુજરાતી પરંપરાને દર્શાવે છે. તહેવારો પર બ્રાઇટ કલરની મીનાકારી ચાંદબાલી ટ્રેડિશનલ અને સ્ટાઇલિશ લુક આપે છે. બાંધણી અથવા પટોળા સાડી સાથે આ ઝુમખા વધ ુસુંદર લાગે છે.
ગ્લોડ પ્લેટેડ ચાંદબાલી
તહેવારો પર ગોલ્ડ પ્લેટેડ ચાંદબાલી પહેરવી એ એક ક્લાસિક વિકલ્પ છે. તે ઝુમખા વજનમાં હળવા હોય છે તેમજ તેમાં ગોલ્ડ ફિનિશ સાથે સ્ટોન વર્ક અથવા તો પર્લનું કામ કરવામાં આવ્યું હોય છે. હોલ્ડ પ્લેટેડ ચાંદબાલીને બ્રાઇટ રેડ, ગ્રીન, બ્લ્યૂ સાડી અથવા અનારકલી ડ્રેસ સાથે આકર્ષક લાગે છે.
- જયવિકા આશર
ચહેરાના આકાર અનુસાર ચાંદબાલીની પસંદગી
ગોળ ચહેરો
ગોળ ચહેરો ધરાવનાર માનુનીએ લાંબા આકારની ચાંદબાલી પહેરવી જેથી ચહેરો પાતળો લાગે છે.
ઇંડા આંકારનો ચહેરો
ઓવલ ફેસ ચહેરા માટે પહોળી અને મોટા આકારની ચાંદબાલી લુકને આકર્ષક બનાવે છે.
ચોરસ ચહેરો
ચોરસ ચહેરાવાળી માનુનીએ ગોળ અને કર્વી ચાંદબાલી પહેરવી જેથી ચહેરો કુમળો નજર આવે.