બ્રાઇડલ ડ્રેસિસ વિંટર વેડિંગ માટે
લગ્નવિવાહની તૈયારીમાં નવવધૂના ડ્રેસ પણ મહત્ત્વનું સ્થાન રાખે છે. લેટેસ્ટ ફેશન, સારી ડિઝાઈન, બજેટ, કલર બધી વસ્તુને ધ્યાનમાં રાખીને તમારા માટે બ્રાઇડલ વેર પસંદ કરો છો. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવવધૂ માટે બ્રાઇડલ વેરમાં નવું શું છે, આ વિશે જણાવી રહી છે ફેશન ડિઝાઈનર.
લહેંગાચોલી : આ સ્ટાઈલ વિંટર્સ માટે બિલકુલ નવી અને ઈન છે. નવવધૂ માટે આ ખૂબ કંફર્ટેબલ પણ છે. આ આઉટફિટ સ્પેશિયલી તે નવવધૂ માટે છે, જે ઠંડીની મોસમમાં ગરમ રહેવા ઇચ્છે છે. તેમાં બ્લાઉઝની સાથે આ લોંગ કે શોર્ટ જેકેટ હોય છે. આ જેકેટના છેડે લહેંગા જેવી સુંદર એમ્બ્રોઇડરી હોય છે, જે તેને વધારે રોયલ બનાવે છે.
લહેંગા વિથ ટેલ : આ લહેંગામાં લહેંગાનો ઘેર પાછળથી વધારે હોય છે. તે પાછળથી જમીનને ટચ કરતો હોય છે. તેને પાછળથી કોઈએ પકડીને ચાલવું પડે છે અને આ જ વસ્તુ નવવધૂની ચાલમાં નાજુકતા વધારે અદા લાવે છે.
જેકેટ લહેંગો : તે મહદ્ અંશે શરારા જેવો હોય છે અને તેમાં લહેંગાની ઉપર એક હેવી જેકેટ હોય છે જે પૂરા લહેંગાને હેવી લુક આપે છે. આ જેકેટ લહેંગાના કલરની કે પછી કોંટ્રાસ્ટ પણ હોઈ શકે છે.
નેટનો લહેંગો : જો તમારા ગમતા રંગમાંથી પિંક એક છે, તો તમારા માટે નેટનો લહેંગો જેની પર હસ્ત કારીગરીથી ડિઝાઈન બનાવેલી હોય ખૂબ સુંદર લાગશે. તેની સાથે ફુલ સ્લીવની કોટી સારી લાગે છે. તેની પર ગોલ્ડન તારથી કામ કરવામાં આવે છે, જે લહેંગાને સોના જેવી ચમક આપે છે.
લહેંગો વિથ મિરર એન્ડ ક્રિસ્ટલ : આ પૂરા લહેંગા પર મિરર અને ક્રિસ્ટલનું કામ થાય છે, જેથી તેની ચમક કેટલાય ગણી વધી જાય છે. આ દિવસે નવવધૂ બધાથી અલગ દેખાવા ઇચ્છે છે. તેથી આ વર્કનો લહેંગો પણ લઈ શકાય છે.
લોંગ સ્લીવ્સ લહેંગો : વિંટરમાં નવવધૂ માટે આ સારો ઓપ્શન છે. તેમાં નેટ કે પછી સિલ્કની સ્લીવ્સ હોઈ શકે છે. ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ આ પરફેક્ટ છે. આ લહેંગામાં એમ્બ્રોઈડરી નીચે હોય છે તે જ વર્ક સ્લીવ્સ પર પણ હોય છે.
વેલ્વેટનો લહેંગો : વેલ્વેટનો લહેંગો એક વાર ફરી ટ્રેન્ડમાં છે. તેની પર પેચ વર્ક હોય છે, જે મોટાભાગે ગોલ્ડન કલરમાં કરવામાં આવે છે. મરુન રંગના લહેંગા પર ગોલ્ડન કલરનું પેચ વર્ક ખૂબ શોભે છે.
રિસેપ્શન માટે : જો તમને લગ્ન પછી રિસેપ્શનમાં ગ્લેમર અને રૂટિન સિવાય કંઈક અલગ જોઈએ તો તમે ગોલ્ડન કલરની સાડી પહેરો. આ કલરની સાડી સાથે સુવિધા એ રહે છે કે તેમાં તમે જ્વેલરી સાથે એક્સપેરિમેન્ટ કરી શકો છે. તે ઉપરાંત રોયલ અને કંટેંપરરી લુક માટે રો સિલ્ક, જરદોશીમાં વાદળી કલરની સાડી આ પ્રસંગે વધારે સારી રહેશે. તમારા લુકને વધારે બોલ્ડ અને બ્રાઇડ બનાવવા માટે તેમાં પીળો કે લાલ કલર પણ સામેલ કરો કે પછી અલગથી પસંદ કરો. આ કલરની સાડી સાથે મિક્સ એન્ડ મેચ કરી શકો છો. ગોટાપટ્ટી વર્કની પ્યોર શિફોન સાડી તેવી જ હળવી હોય છે, પરંતુ તમારા હેવી ગોટાપટ્ટીના વર્કના લીધે આ ફંક્શન માટે ખૂબ હેવી લાગશે. તે સિવાય બનારસી સિલ્ક સાડી પણ નવવધૂ પર ખૂબ શોભે છે કારણ કે તેનો લુક ડિફરન્ટ હોય છે.
નવવધૂ નવા કલર પણ ટ્રાય કરે. જ્યારે વાત લગ્નની આવે છે તો નવવધૂ હંમેશા એક જ કલર પહેરે છે અને તે છે રેડ, પરંતુ બદલાતા સમયની સાથે નવવધૂના લહેંગાનો કલર પણ બદલાવા લાગ્યો છે. હવે નવવધૂ એક્સપેરિમેન્ટ કરતા ગભરાતી નથી તે અલગઅલગ કલર સાથે પ્રયોગ કરી રહી છે. તે પેસ્ટલથી લઈને નીયોન અને લીલા કલરના લહેંગા ટ્રાય કરી રહી છે, પરંતુ તમે ફરી પરંપરાગત રેડ મરુન કલર સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવા નથી ઇચ્છતા અને તે જ પહેરવા ઇચ્છો છો, તો તેમાં દુપટ્ટો કે ચોલી અલગ કલરની લઈને એક નવો કલર કોમ્બિનેશન ફ્યૂઝન દ્વારા બનાવી શકો છો. બબલગમ પિંક, સ્કાય બ્લૂ, લાઈટ ગ્રીન, લીફ ગ્રીન, ઓરેન્જ, રેડ, પંપકિન ઓરેન્જ, ગોલ્ડન વગેરે કલર ટ્રાય કરી શકો છો.