Get The App

જાયફળના ફાયદા .

Updated: Sep 4th, 2023

GS TEAM


Google News
Google News
જાયફળના  ફાયદા                              . 1 - image


જાયફળ અને ખસખસ બન્ને સાથે સામાન્ય રીતે ચુરમાના લાડુમાં ઉપયોગમાં લેવાતા હોય છે. ચુરમાના લાડુનો ભોગ ગણપતિબાપાને ધરવામાં આવતો હોય છે, તેથી જ ગણપતિબાપાના પધરાવાના દિવસોમાં ચુરમાના લાડુ બનાવામાં આવતા હોય છે. તેમજ  જાયફળ પૂજામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ભોજનમાં તેનો ઉપયોગ ઓછો થતો જોવા મળ્યો છે, પરંતુ દવા અને કોસ્ટમેટિક્સમાં જાયફળનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે.

જાયફળના ઘરગથ્થુ લાભ

જાયફળમાં વિટામિન બી ૬, ફોલેટ, મેગ્નેશિયમ, ફાઇબર, મેગ્નીઝ, કોપર, થિયામિન સમાયેલા હોય છે. જે સ્વાસ્થય માટે ગુણકારી છ.

દસ્તમાં રાહત 

જાયફળ ઘસીને તેના પાણીનું સેવન કરવાથી તેમજ નાભિ પર લેપ લગાડવાથી દસ્ત બંધ થઇ જાય છે.

ખીલ

જાયફળને ઘસીને ચહેરાપરલેપ લગાડવાથી ખીલ દૂર થાય છે. 

પાચનતંત્ર

આમાશય માટે ઉત્તેજક હોવાથી તે પાચક રસને વધારે છે. જેથી ભૂખ લાગે છે.આંતરડામાં પહોંચીને ગેસથી રાહત આપે છે. 

શરદી-ઊધરસ

નયણે કોઠે અડધો ચમચો જાયફળની પેસ્ટ ચાટવાથી શરદી-ઊધરસમાં રાહત થાય છે. 

માથાનો દુખાવો 

માથાનો દુખાવાથી છુટકારો પામવા જાયફળને પાણીમાં ઘસીને લગાડવું. 

અરુચિ દૂર કરીને ભૂખ વધારે

આહાર પ્રત્યે અરુચિ હોય અને ભૂખ ન લાગતી હોય તો જાયફળની ચપટી કતરન ચૂસવાથી પાચક રસોમાં વૃદ્ધિ થાય છે અને ભૂખ વધે છે તેમજ ભોજન પણ પાચન થાય છે. 

લકવો

શરીરના લકવાના હિસ્સામાં જાયફળને ઘસીને લેપ લગાડવાથી રાહત થાય છે.જોકે આ ઘરગત્થુ ઉપાય લકવો થયાને તરત જ લાંબો સમય કરવાથી ફાયદો કરે છે. 

ફાટેલી એડી

એડી પરની ફાટેલી ત્વચા પર જાયફળને વાટી ત્વચાની તિરાડોમાં ભરવી. થોડા દિવસોમાં રાહત થાય છે. 

હૃદયને મજબૂત કરે છે. 

જાયફળના ચૂરણને મધ સાથે ખાવાથી હૃદય મજબૂત થાય છે. 

અનિંદ્રાને દૂર કરે છે

અનિંદ્રાની તકલીફમાં રાતના સૂવા ટાણે જાયળફળની પેસ્ટને પાણી સાથે ચાટવાથી ઊંઘ આવે છે. અથવા તો ગરમ દૂધમાંભેળવીને પી શકાય છે. 

સ્વરને મધુર કરે છે

જાયફળનું સેવન સ્વરને મધુર કરે છે

કરચલી દૂર કરે

ચહેરાપરની કરચલી પર જાયફળનો લેપ કરીને લગાડવાથી દૂર થાય છે. જાયફળ, મરીનો ભૂક્કો અને લાલ ચંદન લગાડવાથી ખીલ દૂર થાય છે, કરચલી દૂર થાય છે તેમજ ત્વચા ચમકીલી થાય છે. 

કાળા કુંડાળા દૂરકરે

આંખની નીચેના કાળા કુંડાળાપર જાયફળની પેસ્ટ લગાડવી અને સુકાઇ જાયપછી ધોઇ નાખવું. 

- મીનાક્ષી તિવારી 

Tags :