Get The App

કસરત કરવાના લાભ .

Updated: Jan 14th, 2025


Google NewsGoogle News
કસરત કરવાના લાભ                                          . 1 - image


વિજ્ઞાને માણસના હિત માટે ઘણાં બધાં મશીનો અને અન્ય સગવડોની નવી શોધ કરી છે. આજે આપણે એક બટન દબાવીને ટીવી ચાલુ કરવાથી લઈને અંતરિક્ષમાં યાન મોકલવા સુધીના કામ સહેલાઈથી કરી શકીએ છીએ. સ્વાભાવિક છે કે આટલી બધી સગવડો ઉપલબ્ધ હોવાથી હવે આપણે શારીરિક શ્રમ કરવાનું કમ સે કમ ઓછું કરી દીધું છે. પરિણામે જીવનશૈલી સાથે સંબંધિત ઘણી બધી બીમારીઓએ હવે મહારોગનું રૂપ લઈ લીધું છે. આ પરિસ્થિતિએ આપણને ચેતવણી આપવાનું કામ કર્યું છે અને લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પહેલાં કરતાં વધારે જાગ્રત પણ થવા લાગ્યા છે. આવો, જાણીએ સામાન્ય રીતે યુવાનો કસરતમાં કેટલી રુચિ રાખે છે.

ભૌતિકશાસ્ત્રમાં એમ.એસસી. કરતી માધુરી સોની કહે છે, આધુનિક સગવડોએ આપણને વધારે આળસુ બનાવી દીધા છે. ખાસ કરીને જો આપણે મહિલાઓના સંદર્ભમાં વાત કરીએ, તો પહેલાંના જમાનામાં મહિલાઓ શારીરિક શ્રમ એટલો બધો કરતી હતી કે તેને બીજી કોઈ એક્સર્સાઈઝ કરવાની જરૂર નહોતી પડતી, જ્યારે હવે આપણે આધુનિક સાધનો પર વધારે નિર્ભર છીએ.

જોકે આજે શિક્ષણ અને માહિતીના પ્રચારપ્રસારના લીધે મહિલાઓમાં પોતાની ફિટનેસને લઈને જાગૃતિ પહેલાં કરતાં ઘણી વધી ગઈ છે, પરંતુ એવી મહિલાઓની સંખ્યા બહુ ઓછી છે. જરૂરી એ છે કે કસરત અને સ્વાસ્થ્ય સંબંધિત જાણકારીઓનો વધુ પ્રચાર થાય જેથી સામાન્ય મહિલા સુધી તે પહોંચી શકે. હું ફિટનેસ માટે 'વોકિંગ' સૌથી સારો ઉપાય માનું છું અને આને રૂટિનમાં સામેલ કરવાનો છું પ્રયત્ન કરું છું.

જરૂરી છે સજાગતા

ફિટનેસ પ્રત્યે સતર્ક રહેવું ઘણું જરૂરી છે. ખાસ કરીને આજના સંદર્ભમાં, જ્યારે આપણે ઘણુંખરું કામ એક જગ્યાએ બેસીને કરીએ છીએ. આ કહેવું છે ઈતિહાસમાં એમ.એ. કરતી સંગીતાનું. તે માને છે કે શારીરિક ફિટનેસની સાથેસાથે માનસિક ફિટનેસની પણ જરૂર છે, જેથી તમે તમારી ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરી શકો. જો શરીર ફિટ છે તો માનસિક રીતે પણ તમે તમારી ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરી શકશો. કહેવાય છે ને કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મગજનો વાસ હોય છે એટલે દરેક વ્યક્તિએ આ વાત સમજી લેવી જોઈએ. તે કહે છે કે હમણાં તો કોલેજ આવવાજવામાં અને ઘરનું કામકાજ કરવામાં જ કસરત થઈ જાય છે. આ ઉપરાંત જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે સાઈકલ ચલાવીને કે વોકિંગ દ્વારા પોતાની ફિટનેસ બનાવી રાખવાનું કામ કરે છે.

સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક

જ્યાં સુધી સામાન્ય રીતે છોકરીઓનો પ્રશ્ન છે તો સિટી બસમાં આવવાજવામાં જ અમારી એટલી કસરત થઈ જાય છે કે કસરતની જરૂર જ નથી પડતી. એમ.એ. સમાજશાસ્ત્રની વિદ્યાથની સંગીતા કહે છે, આ ઉપરાંત બાકી રહેલી કસરત ઘરનાં કામ અને ભણવા પાછળ પૂરી થઈ જાય છે. સ્કૂલના દિવસોમાં અમે રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં હતાં, પરંતુ હવે તેના માટે સમય જ નથી મળતો. આમ તો મને યોગ અને રમવામાં ઘણો રસ છે. વિદ્યાર્થી જીવન પછી જ્યારે જવાબદારીઓ બદલાશે, ત્યારે વધારે કસરતની જરૂર પડશે અને ત્યારે હું આમાંથી કોઈ એકને દિનચર્યાનો ભાગ બનાવીશ. આ બિલકુલ સાચી વાત છે કે શરીર સ્વસ્થ હોય તો તમે માત્ર ભણવામાં જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકો છો. એટલે સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવું જરૂરી છે.


Google NewsGoogle News