ટામેટા સૂપના સેવનના ફાયદા
ટામેટાનું સૂપ સામાન્ય રીતે રોજિંદા આહારમાં સેવન કરવામાં આવતું જ હોય છે. પરંતુ શિયાળામાં ટામેટાનું હુંફાળું સૂપ પીવાના ફાયદા અને આનંદ અનેરો છે. ટામેટા સૂપમાં ફાઇબર પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલનો નાશ કરે છે તથા કોલોસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે અને તેના પ્રમાણને વધુ વધવા દેતો નથી. તેથી અઠવાડિયામાં ૩-૪ વખત ટામેટાનું સૂપ અવશ્ય પીવું જોઇએ.
ટામેટાનું સૂપ એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે, જે શરીરને ઊર્જા પ્રદાન કરે છે. ઘરની બહાર નીકળતા પહેલા ટામેટાનું સૂપ પીને જવાથી જલદી થાક લાગતો નથી તેમજ શરીરમાં ઊર્જાનો સંચાર કરે છે. જેથી શરીરમાં તાજગી અનુભવાય છે. ઓફિસ જાતા પહેલા શક્ય હોય તો ટામેટાનું સૂપ અવશ્ય પીને જવું જેથી દિવસ દરમિયાન તાજગી અનુભવાય છે.
ટામેટાના સૂપમાં ફાઇબર સારી માત્રામાં હોય છે, જે પેટની સામાન્ય સમસ્યા જેવી ગેસ, અપચો, કબજિયાત તેમજ સૂપલીવર માટે પણ ફાયદાકારક છે. ટામેટાનું સૂપ પેટની સમસ્યા દૂર કરવા માટે એક સારુ ંપીણું છે.
સલાડના સ્થાને ટામેટાના સૂપનું સેવન કરવાી શરીરને અધિક ફાઇબર મળે છે. તેથી પાચન ક્રિયામાં સહાયક હોવાથી તેને ભોજન પહેલા સ્ટાર્ટર તરીકે પીવાથી ફાયદો થાય છે.
ટામેટાના સૂપમાં સમાયેલા લોઇકોપીન ્ને કેરોટોનોયડ જેવાએન્ટી ઓક્સીડન્ટ શરીરમાં કેન્સરના જોખમને ઓછું કરે છે.
ટામેટો સૂપ સ્વાદિષ્ટ હોવાની સાથેસાથે પૌષ્ટિક પણ છે. તેથી ખાતા પહેલા સ્ટાર્ટર તરીકે પીવાથી ટામેટા સૂપમાં સમાયેલા વિટામિન એ, ઇ, સી, કે અને એન્ટી-ોક્સીડન્ટસ સ્વસ્થ અને ફિટ બનાવી રાખવામાં મદદ કરે છે.
ટામેટાના સૂપના સેવનથી મગજ સ્વસ્થ રહે છે. તેમાં પ્રચુરમ ાત્રામાં કોપર અને પોટેશિયમ સમાયેલુ ંહોય છે. જે આપણી નર્વસ સિસ્ટમને ઠીક રાખે છે.
ડાયાબિટીસના દરદીઓએ પોતાના આહારમાં નિયમિત રીતે ટામેટાનું સૂપ સામેલ કરવું જોઇએ. તેમાં સમાયેલ ક્રોમિયમ શરીરના બ્લડ સુગરને નિયંત્રિત રાખવામાં સહાયક હોય છે.
એનિયમિકની બીમારી ધરાવતી વ્યક્તિઓએ નિયમિત રીતે ટામેટાનું સૂપ પીવું જોઇએ. ટામેટામાં સમાયેલા સેલેનિયમ આપણા શરીરના રક્ત પ્રવાહને વધારે છે,જેથી એનિમિયાનું જોખમ ઓછું થઇ જાય છે તેમજ રક્તની કમી દૂર થાય છે.
ટામેટા સૂપને ઓલિવ ઓઇલમાં બનાવામાં આવે તો તે વજન ઘટાડવામાં સહાયક છે. તેમાં પાણી અને ફાઇબરની માત્રા વધુ હોવાથી જલદી-જલદી ભૂખ લાગતી નથી.
- સુરેખા