Get The App

તજના ફાયદા .

Updated: Mar 4th, 2024

GS TEAM


Google News
Google News
તજના ફાયદા                                                     . 1 - image


રસોઇમાં તજને સોડમ અને સ્વાદ માટે ઉમેરવામાં આવે છે. ખાસ કરીને ગરમ મસાલામાં તેને ભેળવવામાં આવ ે છે. 

તજમાં એમિનો એસિડ, એન્ટી-ોક્સીડન્ટ, ફાઇબર, આર્યન, કેલ્શિયમ, વિટામિન કે, કોપર, પોટેશિયમ, મેગ્નેશિયલ, ફોસ્ફોરસ અને વિટામિન બી૬ ગુણ સમાયેલા હોય છે. જે શરીર માટે લાભકારી નીવડે છે. 

કોલેસ્ટ્રોલ

શરીરમાં વધેલા કોલેસ્ટ્રોના પ્રમાણને ઓછું કરવા માટે તજનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. તજને ચા સાથે સેવન કરવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં લાવી શકાય છે. 

અપચો

અપચો, પેટનો સામાન્ય દુખાવો અને છાતીમાં બળતરા થતી હોય તો તજ, સૂંઠ, જીરૂ, અને એલચી સમાન મા૬ામાં લઇ તેનો પાવડર બનાવી ગરમ પાણી સાથે પીવાથી ફાયદો થાય છે. 

તજ, કાળા મરીનો ભૂક્કો, અને મધ ભેળવી ભોજન પછી લેવાથી પેટમાં ગેસની તકલીફ થતી નથી.  ઊલટી જેવું થવું, ગભરામણ થવી, ઊલ્ટી તેમજ દસ્ત રોકવા માટે તજનું પાણી પીવાથી રાહત થાય છે. 

તજના  સેવનથી પેટ, ગેસ, કબજિયાતની સમસ્યાથી રાહત થાય છે. તજને દૂધસાથે સેવન કરવાથી પાચનતંત્ર વ્યવસ્થિત રહે છે. 

શરદી

તજમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. જે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. તજના સેવનથી હાડકાને નબળા પડતાં અટકાવી શકાય છે. 

ગઠિયા વા

હુફાળા  પાણીમાં તજ અને મધ ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. તેના તેલથી ઘૂંટણ પર પણ મસાજ કરી શકાય છે. તજ અને તુલસીના પાન ભેળવી પાણી ઉકાળી ગાળીને દિવસમાં વારંવાર પીવાથી પગના દુખાવામાં રાહત થાય છે. 

ડાયાબિટીસ

ડાયાબિટીસના દરદીઓ તજયુક્ત પાણી પીએ તો ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે. 

વીર્યવૃદ્ધિ

વીર્ય વૃદ્ધિ માટે તજનો પાવડર સાંજના હુંફાળા  દૂધ સાથે લેવું, 

મેદ

શરીર પરના મેદને ઓછો કરવા અને વજન ઘટાડવા માટે સવારે તજવાળી ચાનું સેવન કરવાથી ફાયદો થાય છે. 

માથાનો દુખાવો

ઠંડીના કારણે માથું દુખતું હોય તો તજને પાણી સાથે વાટી કપાળ પર લગાડવું. 

મુખ દુર્ગધ

મુખ દુર્ગં અન દાંતની દવામાં તજનો ઉપયોગ કરવામાં આવે છે. 

કેન્સર

તજના સેવનથી કેન્સર સેલ્સની ગ્રોથને ઓછી કરી શકાય છે. રક્તવાહિનીઓમાં ટયૂમરનું નિર્માણ  સીમીત કરે છે અને કેન્સરની કોશિકાઓને મારે છે. 

બ્લડપ્રેશરને અંકુશમાં રાખે

સંશોધનના અનુસાર તજનું સેવન બ્વડપ્રેશરને અંકુશમાં રાખવા માટે મદદગાર સાબિત થાય છે. 

એન્ટી વાયરલ ગુણો

તજ એન્ટી વાયરલ ગુણોથી ભરપુર હોય છે. તેમાં ફ્લૂ ્ને ડેન્ગ્યુ જેવા તેમજ વિવિધ વાયરસથી બચાવવાના ગુણ હોય છે. 

હેડકી

હેડકી આવવી ે એ સામાન્ય વાત છે, પરંતુ ઘણી વખત એકસરખી હેડકી આવતી હોય છે. એવામાં તજ ફાયદાકારક સાબિત થાય છે. તજને ઉકાળી તેનું પાણી પીવાથી રાહત થાય .

- જયવિકા આશર

Tags :