ફાયદાકારક સરસવનું તેલ .

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
ફાયદાકારક સરસવનું તેલ                                         . 1 - image


સરસવનું તેલ શિયાળામાં ઉપયોગી છે. તે ફક્ત સ્વાસ્થ્ય જ નહીં પરંતુ સુંદરતા માટે પણ ફાયદાયાકરક છે. 

ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે

સરસવનું તેલ ઇમ્યુનિટીને વધારવાનું કામ કરે છે. તેનું નિયમિત સેવનશરીરની કમજોરીને દૂર કરે છે. તેંમજ તેનું માલિશ કરવાથી પણ ફાયદો થાય છે. 

ત્વચા માટે ફાયદાકારક

સરસવનું તેલ ત્વચા માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન-ઇનું પ્રમાણ પ્રચૂરમ ાત્રામાં હોવાથી તે ત્વચાને નમી પુરી પાડે છે. જેથી શિયાળામાં શરીરે સરસવના તેલથી માલિશ કરવાથી કરચલીઓ પડતી નથી. 

આંખ માટે ઉત્તમ

સરસના તેલમાં આંખની રોશનીને તેજ કરવાના ગુણ સમાયેલા છે. તેથી આ તેલથી પગના તળિયાની માલિશ કરવાથી આંખની રોશનીને ફાયદો થાય છે તેમજ શરીર તાજગી અનુભવે છે. 

વજન ઓછું કરવામાં મદદગાર

સરસવના તેલનો ઉપયોગ આહારમાં કરવામાં આવે તો વજન ઘટાડવામાં મદદ મળે છે. આ તેલમાં સમાયેલા વિટામિન્સ જેવા કે થિયામાઇન, ફોલેટ અને નિયાસિન શરીરની મેટાબોલિઝમને વધારે છે જેથી વજન ઘટે છે. 

દુખાવાથી રાહત આપે છે

સરસવના તેલના માલિશ કરવાથી સાંધાના દુખાવા તેમજ કાનનના દરદમાં પણ રાહત થાય છે. સાંધા પર સરસવના તેલથી માલિશ કરવું. તેમજ કાનમાં હુંફાળા સરસવના તેલના ટીપા કાનમાં નાખવાથી દુખાવામાં રાહત થાય છે. 

દાંતના દુખાવામાં ફાયદાકારક

સરસવના તેલથી પેઢા પર હળવું માલિશ કરવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે તેમજ પેઢા મજબૂત બને છે. 

ચહેરા માટે ગુણકારી

સરસવનું તેલ ચહેરા પર લગાડવાથી લાભ થાય છે. તેમાં સમાયેલ વિટામિન ઇ ચહેરા પરની ત્વચાને મુલાયમ કરે છે. જેથી ચહેરો અકાળે વૃદ્ધ થતો નથી. તેજ તેનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ડાઘ-ધાબા પણ દૂર થાય છે. 

માંસપેશિયો મજબૂત થાય 

સરસવના તેલથી માલિશ કરવાથી માંસપેશિયો મજબૂત થાય છે અન ેરક્ત સંચાર પણ બહેતર થાય છે. તે શરીરમાં ગરમી ઉત્તપન્ન કરવામાં મદદગાર થાય છે.

વાળ માટે ફાયદાકારક

સરસવનું તેલ ત્વચા  પર લગાડવાથી ત્વચામાં નમી જળવાઇ રહે છે. તેવામાંસરસવનું તેલ વાળમાં હેર કંડિશનિંગની માફક લગાડી શકાય છે. સરસવના તેલથી વાળમાં મસાજ કરવાથી વાળ મુલાયમ થવાની સાથેસાથે માથાના દુખાવાથી રાહત મળે છે, વાળ ખરવાનું અટકે છે, વાળમાં ખોડો હોય તો દૂર થાય છે. 

અનિંદ્રાથી છુટકારો મળે છે

રાતના ઊંઘ બરાબર ન આવતી હોય તો, રાતના સૂતા પહેલા પગના તળિયામાં સરસવના તેલથી માલિશ કરવાથી ફાયદો થાય છે. સરસવનું તેલ દિવસભરનો થાક દૂર કરે છે જેથી સારી ઊંઘ આવે છે. 

રક્તસંચાર

સરસવના તેલથી હાથ-પગ જકડાઇ જતા હોય તો સરસવના તેલથી માલિશ કરવું. જેથીરક્તસંચારમાં સુધારો થવાથી રહત થાય છે. બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો પણ હાથ-પગ સુન્ન થઇ જતા હોય છે તેવી પરિસ્થિતિમાં પણ સરસવના તેલથી માલિશ કરવું. 

ફંગસ પર રાહત

શરીરના કોઇ પણ ભાગ પર ફંગસને વધતી રોકે છે અને ત્વચાને ચમકદાર કરે છે. જ્યાં ફંગસ થઇ હોય તે ભાગ પર સરસવના તેલથી માલિશ કરવું. 

અરૂચિમાં ગુણકારી

ભૂખ ન લાગતી હોય તેવી વ્યક્તિઓએ ખાવામાં સરસવના તેલનો ઉપયોગ કરવો. તેના સેવનથી પાચનતંત્ર સુધરે છે. 

- મીનાક્ષી તિવારી


Google NewsGoogle News