ફાયદાકારક બેકિંગ સોડા
બેકિંગ સોડા એક શુદ્ધ પદાર્થ છે, તે ક્ષારીય હોવાની સાથેસાથે થોડો ખારો સ્વાદ ધરાવે છે. તેને સોડિયમ બાઇકાર્બોનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને કુકિંગ સોડા તરીકે પણ ઓળખે છે. તેનો ઉપયોગ રસોઇની સાથેસાથે કપડા અને ઘરના ફર્નિચરને સાફ-સફાઇ માટે પણ કરાતો હોય છે. તેમજ ત્વચાની કાળજી પણ લે છે.
તેમ છતાં બેકિંગ સોડાનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવો જોઇએ નહીં. તેનામાં ઇલેકટ્રોલાઇટ અને એસિડને અસંતુલન કરવાની ક્ષમતા છે. જે શરીરને હાનિ પહોંચાડે છે.
અતિસંવેદનશીલ ત્વચા પર પણ તેનો ઉપયોગ કરવો જોઇએ નહીં. તેમજ આંખની આસપાસ પણ તેનો વપરાશ ન કરવો. ઇજા તથા કપાયેલા ભાગ પર કે તેના નિશાન પર પણ બેકિંગ સોડા લગાડવો નહીં. અન્યથા ત્વચા પર ખુજલીની તકલીફ વધી જશે.
જો કોઇ દવાનું સેવન કરતા હોય તો દવા ખાવાના બે કલાક પહેલા અને પછી બેકિંગ સોડાનોઉપયોગ કરવો જોઇએ નહીં. તે દવાના પ્રભાવને પ્રભાવિત કરી શકે છે.
બેકિંગ સોડાનો ઉપયોગ
બેકિંગ સોડાનો ઉપયોગ બેકિંગ અર્થાક રસોઇ, મામૂલી ઇજા, મુખ દુર્ગંધ દૂર કરવામાં, ઝેરી જીવાણુઓનું ઝેર ઓછુ કરવા માટે પણ કરવામાં આવે છે.
તેનાથી સખત શાક અને કઠોળને નરમ કરી શકાય છે.
તેનો ઉપયોગ કેક, બ્રેડ, પેનકેક્સસ તેમજ તળેલી વાનગીઓને બનાવતી વખતે પણ કરવામાં આવે છે.
શરીરમાં એલર્જીનો પ્રભાવને ઓછો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
ત્વચા માટે ફાયદાકારક
ત્વચાને ગોરી કરવા અને મૃત ત્વચાને દૂર કરવા માટે એક મોટા ચમચા પાણી સાથે બે ચમચા બેકિંગ સોડા ભેળવી પેસ્ટ બનાવી પ્રભાવિત ત્વચા પર ધીરે ધીરે ગોળાકારમાં માલિસ કરવું અને થોડી વાર રહેવા દેવું. સુકાઇ જાય પછી હુંફાળા પાણીથી સાફ કરવું. આ પ્રક્રિયાને અઠવાડિયામાં ત્રણ-ચાર વખત કરી શકાય છે.
આ ઉપરાંત બેકિંગ સોડાને પાણી સિવાય છાશ, દૂધ અથવા ગુલાબજળમાં ભેળવીને પણ ત્વચા પર લગાડી શકાય છે. તેની સાથે એક ક્લીનર ક્રીમ પણ ભેળવી શકાય છે. બેકિંગ સોડાને મધ સાથે ભેળવીને લગાડી શકાય છે. મધમાં બેકટેરિયા સામે લડવાના ગુણ છે. તેમજ તે સનબર્નથી પણ રક્ષણ કરે છે. એક ચમચો બેકિંગ સોડા અને બે ચમચા મધને ભેળવી પેસ્ટ બનાવી ૧૫ મિનીટ સુધી પ્રભાવિત ત્વચા પર લગાડવું અને પછી ધોઇ નાખવું.
એક ચમચો બેકિંગ સોડામાં જૈતૂનનું તેલ અને અડધો ચમચો મધ ભેળવીને રોટેશન મેનરમાં હળવે હળવે માલિશ કરવું૧૦ મિનીટ પછી ધોઇ નાખવું. અઠવાડિયામા એક વાર કરી શકાય.
જવના લોટ અને બેકિંગ સોડાને ભેળવી પેસ્ટ બનાવી તવ્ચાને સ્ક્રબ કરવાથી ત્વચા સ્વચ્છ થાય છે. એક ચમચો બેકિંગ સોડાઅને બે ચમચા જવનો લોટ ભેળવી તેમાં પાણી ભેળવી પેસ્ટ તૈયાર કરવી. હળવા હાથ ેઆ પેસ્ટને ત્વચા પર લગાડી સુકાઇ જાય એટલે ધોઇ નાખવું. આ ઉપરાંત તેમાં મધ પણ ભેળવીને ચહેરા ગરદન પર લગાડવાથી ત્વચા પર ૧૫ મિનિટ રાખીને ધોઇ નાખવું.
બે કપ એપ્સન સોલ્ટ, એક કપ બેકિંગ સોડા ભેળળી પેસ્ટ બનાવી પૂરા શરીર પર લગાડવું. સુકાિ જાય પછી હળવે હળવે રગડીને ધોઇ નાખવું. ત્વચા સાફ થાય છે.
બેકિંગ સોડાને બ્લિચિંગ એજન્ટ તરીકે પણ વાપરી શકાય છે. બેકિંગ સોડામાં લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવવો. અડધો કપ બેકિંગ સોડામાં લીંબુનો રસ, મધ અને કોઇ પણ તેલ ભેળવીને પેસ્ટ બનાવી સુકાઇ જાય બાદ હળવેહળવે દૂર કરી ધોઇ નાખવું.
બે ચમચા ગરમ પાણીમાં એક ચમચો બેકિંગ પાવડર અને લીંબુનો રસ ભેળવી રૂના પૂમડાની મદદથી ત્વચા પર લગાડવું. નિયમિત રીતે કરી શકાય. ત્વચાને સાફ કરવાની સાથેસાથે ચમકીલી કરે છે. લીંબુના સ્થાને દ્રાક્ષ અથવા તો સંતરાનો રસ પણ ભેળવી શકાય.
ત્વચાની સફાઇ માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે. બે ચમચો કિંગ સોડા અને ત્રણ મોટા ચમચા સરકાને ભેળવી પેસ્ટ બનાવી ત્વચા પર લગાડવું. ૧૫ મિનિટ પછી ઘોઇ નાખવું અને ત્વચા સુકાઇ જાય પછી મોઇશ્ચરાઇઝર લગાડવું. અઠવાડિયામાં બે વખત કરી શકાય છે. ત્વચા સંવેદનશીલ હોય તો પેસ્ટમાં લીંબુ સાથે પાણી ભેળવી ઉપયોગમાં લેવું.
ત્વચા પરના કાળા ધાબા દૂર કરવા માટે બેકિંગ સોડા ફાયદાકારક છે.અડધ ોચમચો લીંબુનો રસ, એક ચમચો બેકિંગ સોડા અને બે ચમચા કોપરેલ ભેળવી પેસ્ટ બનાવી પ્રભાવિત જગ્યા પર લગાડવાથી ફાયદો થાય છે. અઠવાડિયામાં એક વખત કરવું.
ચમકીલી ત્વચા બનાવા માટે બેકિંગ સોડાને ગાઇડ્રોજન પેરોકસાઇડ સાથે ભેળવીને લગાડી શકાય છે. જોકે આ પેસ્ટનો ઉપયોગ અતિસંવેદનશીલ ત્વચા પર કરવો નહીં. બે ચમચા લીંબુનો રસ, પા ચમચી દહીં, એક ઇંડુ અને એક ચમચો બેકિંહ સોડા ભેળવી પેસ્ટ બનાવી ત્વચા પર લગાડી. ૧૫-૨૦ મિનીટ પછી ધોઇ નાખવું. ત્વચા પર મોઇશ્ચરાઇઝર લગાડવું. અઠવાડિયામાં બે વાર કરવાથી ફાયદો થાય છે.
બેકિંગ સોડાનો ઉપયોગ ત્વચા પર કર્યા પછી તરત જ તેને ધોઇ, સાફ કરી સુકાઇ જાય પછી મોઇશ્ચરાઇઝર લગાવું ભૂલવું નહીં. ત્વચા રોગવાળાએ તબીબની સલાહ લેવી.
- દિજીતા