સર્વાંગ સુંદર બનવા માટેની બ્યુટિ ટિપ્સ
રોમછિદ્દો મોટા અને ખુલ્લા હોય તો ત્વચામાં કસાવ લાવવા માટે સ્નાનનાપાણીમાં એક કપ છાશ ભેળવવી.
ત્વચાને પોષણ આપવા માટે ૨ ટીસ્પૂન મીઠુંમાં દોઢ ટીસ્પૂન આલ્મંડ ઓઇલ અને અડધી ટીસ્પૂન વિનેગાર ભેળવી લગાડવું.
ત્વચા ટેન થઇ ગઇ હોય કે પછી જલદી ટેન થતી હોય તો આલ્મંડ ઓઇલ અને વિનેગરને સમાનમાત્રામાં લઇ સ્નાન કરવાના ૧ કલાક પહેલાં શરીર પર લગાડવું.
સનબર્ન થવા પર દહીંનો માસ્ક લગાડી ૧૦ મિનીટ પછી ધોઇ નાખવું.
સનબર્ન પર બરફ લગાડવાથી પણ રાહત થાય છે.
સખત તડકાના કારણે ત્વચા પર રેશિષ થવા પર કોર્ન સ્ટાર્ચને ઠંડા પાણી સાથે લગાડવું.
કાકડીના રસને ૧ ટી સ્પૂન ગુલાબજશ સાથે ભેળવી ત્વચા પર લગાડવાથી તે મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે.
પપૈયાનો પલ્પ બ્લેકહેડ્સ દૂર કરવા માટે ઉત્તમ ઉપાય છે.
મેંગો પલ્પ અથવા તો કેરીનો ગર ખીલ પર લગાડવાથી રાહત થાય છે.
તરબૂચનો રસ એક ઉત્તમ ટોનર છે તેને ચહેરા પર લગાડવાથી તાજગી આવે છે.
નારિેયેળ પાણી સ્કિન પર લગાડવાથી ત્વચા નિખરે છે તેમજ ત્વચા પરના રેશિસ દૂર થાય છે.
કાકડીને ચોલી તેને વાટી કાચા દૂધ સાથે ભેળળી ચહેરા પર લગાડવાથી ત્વચાને ઠંડક પ્રદાન થાય છે.
૨ ચમચા દહીંમાં એક ચમચો ચણાનો લોટ ચહેરા અને ગરદન પર લગાડી અડધ ોલાક પછી ધોઇ નાખવાથી તડકાના કારણે ટેન થઇગયેલી ત્વચા નિખરે છે.
ચંદન પાવડરમાં ગુલાબજળના ચાર-પાંચ ટીપાં તેમજ દૂધ ભેળવી ત્વચા પર લગાડી ૧૫ મિનીટ પછી ધોઇ નાખવું. ત્વચાને ઠંડક પ્રદાન થવાની સાથેસાથે નિખરે છે.
હોઠ પર રોજ રાતના આલ્મંડ ઓઇલ લગાડવાથી ત્વચા પરના ચીરા દૂર થાય છે તેમજ કોમળ રહે છે.
દહીંમાં કાકડીનો ગર લગાડી ચહેરાપર લગાડવાથી સનટેન દૂર થવાની સાથેસાથે ત્વચા મુલાયમ થાય છે.
કાકડીના રસને ફ્રિજમાં રાખી ચહેરા પર લગાડવાથી ત્વચાને ઠંડક અને તાજગી પ્રદાન થાય છે.
ચંદન પાવડર અને મુલતાની માટીમાં ગુલાબજળ ભેળવીપેસ્ટ બનાવી ચહેરા અને ગરદન પર લગાડી સુકાઇ જાય એટલે ધોઇ નાખવું. વાન નિખરવાની સાથેસાથે ત્વચા ચમકીલી થાય છે.
ફુદીનાનો પેક ત્વચાને શીતળતા પ્રદાન કરે છે. ફુદીનાના પાનને વાટી ચહેરા પર ૨૦-૨૫ મિનિટ લગાડી રાખવાથી ત્વચામાંથી ગરમી ખેંચી લઇને શીતળતા પ્રદાન કરે છે તેમજ ત્વચા તાજગી અનુભવે છે.
કોફીમાં એક ચમચો ચણાનો લોટ, ચપટી હળદર અને એક ચમચો મધ અને એક ચમચો દહીં ભેળવી ચહેરા પર લગાડી ૧૦-૧૫ મિનીટ પછી ધોઇ નાખવાથી ચહેરા પરના ડાઘા દૂર થાય છે.
એક ચમચો ચણાનો લોટ, ગુલાબ જળ, ચંદન પાવડર, કાચું દૂધ અને તેલનું મિશ્રણ ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરે છે.
કાકડીનો અને એલોવેરાનો રસ સપ્રમાણ માત્રામાં લઇ ચહેરા પર લગાડવું સુકાઇ જાય પછી ધોઇ નાખવાથી ત્વચા ચમકીલી થાય છે.
બેચમચા કાચુંદૂધ અનેચપટી હળદર ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા સ્વચ્છ થાય છે.
એક ચમચો મધમાં પાંચ-છ ટીપાં લીંબુનો રસ ભેળવી લગાડવાથી ત્વચા પરના ડાઘ-ધાબા દૂર થાય છે. મધમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોવાથી તે ત્વચાના પર ડાઘ-ધાબા દૂર કરવામાં સહાયક છે.
બટાકાનો રસ કાડી ચહેરાપર લગાડવાથી આંખન નીચેના કાળા કુંડાળાદૂર થાય છે તેમજ ચહેરાનો ગ્લો વધારે છે.
લીંબુ કુદરતી બ્લીચનું કાર્ય કરે છે. લીંબુના રસમાં મધ અથવા તો ચણાનો લોટ ભેળવીને લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે.
ચહેરા પર ગુલાબી રંગત લાવવા માટે ટામેટા ઉત્તમ પરિણામ આપે છે. ટામેટાના ગરને ચહેરા પર લગાડવો.
- મીનાક્ષી તિવારી