જાજરમાન દેખાવા ધારણ કરો મોતીના ઘરેણા
- જો તમે ઘેરા રંગની સાડી સાથે મોતીના ઘરેણાં પહેરવા માગતા હો તેો તેના મોતી સોનાના પેન્ડન્ટમાં જડેલા હશે તો ખૂબ સુંદર લાગશે. પછી ભલે તેની માળા મોતીની હોય કે સોનાની. વળી તેની સાથે કાનમાં મેોતીના ડૂલ જે તે નારીને નમણાશ બક્ષશે.
આમ તો દાગીનામાં આજે પીળા સોના કરતાં હીરા અને રત્નજડિત અલંકારો વધુ પસંદ કરવામાં આવે છે. પરંતુ આભૂષણોની દુનિયામાં હજી સુધી મોતીની આણ પ્રવર્તે છે. વાસ્તવમાં મોતીના દાગીના કોઈપણ વયની મહિલાઓ દરેક જાતના પરિધાન સાથે ધારણ કરી શકે છે. ઝીણાથી લઈને મોટા મોતી સુધીના ઘરેણાંની આ ખૂબીને કારણે જ તે સદાબહાર ગણાય છે. આજે આપણે મોતીના કેટલાંક દાગીના વિશે વાત કરીએ. જો તમે ઘેરા રંગની સાડી સાથે મોતીના ઘરેણાં પહેરવા માગતા હો તેો તેના મોતી સોનાના પેન્ડન્ટમાં જડેલા હશે તો ખૂબ સુંદર લાગશે. પછી ભલે તેની માળા મોતીની હોય કે સોનાની. વળી તેની સાથે કાનમાં મેોતીના ડૂલ જે તે નારીને નમણાશ બક્ષશે.
ઓફિસની પાર્ટીમાં તમે બ્લેઝર પહેરો તોય કે પછી બ્રંચ પાર્ટીમાં સ્કર્ટ પહેરીને જાઓ તોય સ્ટેટમેન્ટ જ્વેલરી તરીકે રત્ન અને મોતીમાંથી બનાવેલા ઈયરરિંગ પહેરી લો.
સોનાના બ્રેસલેટના બેઉ મોઢાં ભેગાં થતાં હોયત્યાં ઝીણા મોતી જડી દેવામાં આવે તો અનોખી ડિઝાઈન તૈયાર થઈ જાય છે. તમે ચાહો તો બ્રેસલેટની વચ્ચેવચ્ચે મોતીની એક સેર ધરાવતી ડિઝાઈન પણ પસંદ કરી શકો છો. આ ડિઝાઈન સાથે બ્રેસલેટના બંને છેડે મોતી સાથે નાના નાના હીરા જડેલી ડિઝાઈન પણ ખૂબ સુંદર લાગે છે.
જ્યારે મોતીની માળાઓની તો વાત જ નિરાળી છે. તમે ચાહે એક સેરની મોતીની માળા પહેરો કે પછી બે, ત્રણ, ચાર કે પાંચ સેરની. તેમાં હીરાનું પેન્ડન્ટ જડેલું હશ તો તે ખૂબ સુંદર લાગશે. ઝીણા મોતીની વળવાળી માળા સાથે મોતીનું ગોળ પેન્ડન્ટ પણ મસ્ત લાગે છે. આવી માળા સાથે ઝીણા મોતી જડેલા ડૂલ અને પાટલા પહેરવાથી મોતીનો આખો સેટ તૈયાર થઈ જશે. પ્રૌઢાવસ્થામાં પ્રવેશેલી મહિલાઓ આવા ઘરેણાંમાં જાજરમાન દેખાય છે.
- વૈશાલી ઠક્કર