નવરાત્રિમાં અલકમલકનાં ટેટૂની ફેશન .

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
નવરાત્રિમાં અલકમલકનાં ટેટૂની ફેશન                            . 1 - image


નવરાત્રિ શરૂ થવાને એક-બે દિવસ બાકી હોય  ત્યારે ખેલૈયા યુવક-યુવતીઓ, વસ્ત્રો, આભૂષણો, ગરબે રમવાના સ્થળ રમવાની સ્ટાઈલ વગેરે તમામ બાબતોની તૈયારી પૂરી કરી ચૂક્યા હોય  છે, પરંતુ આ નવરાત્રિની ખરી ફેશન તો  ચમકતા સ્ટિક ઓન ટેટૂ આ વખતનું નવું આકર્ષણ છે.

સર્વ સામાન્ય બિન્દીથી મોટા કદના આ ટેમ્પરરી (સ્ટિકર જેવા) ટેટૂ જુદી જુદી સ્ટાઈલ્સ  અને ડિઝાઈનોમાં ઉપલબ્ધ થાય છે. યુવાનો આવા ટેટૂ તેમના હાથ, પીઠ, નખ, એડીઓ  અને દૂંટી એમ જુદી જુદી જગ્યાઓ ચોંટાડે છે.  નવી મુંબઈના વાશી સ્થિત એક મોલના માલિકે જણાવ્યું હતું કે ''આવા ટેટૂઝની માગ હાલ નવી મુંબઈમાં ઝાઝી નથી પણ ધીમે ધીમે તેની કદ અને ડિઝાઈન મુજબ ભાવ વધે છે. મોટાભાગના લોકો જરદોશી ડિઝાઈન્સ પસંદ કરે છે. પરંપરાગત પહેરવેશમાં દાંડિયા રમતાં યુવક-યુવતીનાં ચિત્રોની સૌધુ વધુ માગ છે. આ ટેટૂઝ ઝીણા આભલા, પાઈપ્સ, બટન્સ, મોતી વગેરે ચીજોથી સજાવેલા હોય છે. ટેટૂઝ પર આકર્ષક  સ્ટોન્સ-કૃત્રિમ રત્નો ચોંટાડયા હોય એવા ટેટૂઝ પસંદ કરનારા પણ ઘણા છે.'' 

એક ટેટૂ ડિઝાઈનર કહે છે કે 'ટેટૂઝની માગ છોકરીઓ પૂરતી મર્યાદિત નથી. યુવાન છોકરાઓ પણ કાંડા પર કે ગળા પર આવા ટેટૂઝ ચોંટાડે છે. છોકરીઓ પીઠ પર કે પેટ પર ટેટૂઝ મુકાવવાનું પસંદ કરે છે. કોલેજમાં ભણતી છોકરીઓ ચણિયાચોળીને બદલે શોર્ટ સ્લીવલેસ કુરતીઓ અને કેપ્રીઝ પહેરતી હોય તો હાથ, એડી કે પગના પંજાની ઉપર ટેટૂ મુકાવે છે. વેસ્ટર્ન આઉટફીટ્સની સાથે ડ્રેગન્સ અને સૂર્યના ચિત્રો તેમ જ સ્ટોન્સ અને બીડ્સના પણ આકર્ષણો હોય છે.''

ડ્રેગન ટેટૂઝ એક જ વખત વાપરીને ફેંકી દેવાના હોય છે. અન્ય ટેટૂઝ તેમાં વપરાતા ગ્લૂ અને બીજા પદાર્થોની ક્વોલિટી પર આધાર રાખે છે. 

ગરબે રમવા ગોરાંદે સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરીને તૈયાર થાય છે ત્યારે તેના લુકને શોભાવે તેવાં ટેટૂ ચીતરાવવાનો અભરખો જાગે છે. ટેટૂ એટલે અગાઉના છૂંદણા, પારંપરિક છૂંદણા ત્રોફાવતાં સમય વેડફાઈ જતો હોય છે. આ માટે પહેલેથી જ પ્લાનિંગ કરવું પડે છે. આ વખતે અવનવી ડિઝાઈન ધરાવતા યુઝ એન્ડ થ્રો ટેટૂ પર ઉત્સવઘેલાંની નજર છે. ગાલ, હાથ, પગ, પીઠ પર ડ્રેસના રંગ અને ડિઝાઈન સાથે મેચ થતાં ટેટૂ ચીતરાવવા પાછળનો ખર્ચ રૂ.૩૦૦ થી ૧,૦૦૦ સુધીનો આવે છે.

યુવતીઓના શોખને પોષવા અવનવી ડિઝાઈનનાં ઘરેણાંની શોપ્સમાં બંગડી, એરિંગ્સ, ચોલી કે પછી સહેજ ડૂંટી નીચેથી પહેરાતાં ઘાઘરાની ડિઝાઈન અને રંગ સાથે સુમેળ સાધે તેવાં આકર્ષક ટેટૂ તૈયાર મળે છે. આ વર્ષે ઘણાંએ ધાર્મિક પ્રતીક અને નંગવાળા ટેટૂ પર પસંદગી ઢોળી છે. ઘણાંએ ટેટૂ ચીતરાવવા કરતાં બાજુબંધ, ફૂલપાંખડી, ઉડાઉડ કરતાં પતંગિયા વગેરેની મિક્સ એન્ડ મેચ થતી મહેંદીની ડિઝાઈન મુકાવવાનું પસંદ કર્યું છે.


Google NewsGoogle News