Get The App

નોરતામાં ટેટૂની રમઝટ .

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
નોરતામાં ટેટૂની રમઝટ                                      . 1 - image


નવરાત્રિ આવતાં પહેલાં યંગસ્ટર્સમાં એની તૈયારી જોરશોરથી શરૂ થઈ જાય છે. ડાન્સ અને ડ્રેસિંગમાં તેમને જરાય કચાશ નથી રાખવી હોતી. એથી જ તેઓ એક તરફ ગરબાનાં નવાં-નવાં સ્ટેપ્સ શીખી રહ્યાં છે, નવરાત્રિના સ્પેશ્યલ ડ્રેસિસ કરાવી રહ્યા છે, આખા શરીરને જોમવંતું બનાવવા અને નિખારવા જાતજાતની ટ્રીટમેન્ટ્સ લઈ રહ્યાં છે. એ જ ઉત્સાહથી આ વખતે યંગસ્ટર્સ નવરાત્રિ માટેનાં ખાસ ટેટૂ પણ કરાવી રહ્યા છે  એવું શહેરના જાણીતા ટેટૂ-આર્ટિસ્ટ્સનું કહેવું છે. તેઓ એક્સૂરે એક હકીકત સ્વીકારે છે કે ટેટૂ કરાવવા આવનારાઓની સંખ્યામાં નવરાત્રિમાં ઘણો વધારો થાય છે.

આ પહેલાં નવરાત્રિમાં લોકો ટેમ્પરરી ટેટૂ, કરાવવાનું પ્રિફર કરતા હતા એના બદલે હવે નવરાત્રિમાં પણ લોકો પર્મનન્ટ ટેટૂ કરાવવા લાગ્યા છે.

અગાઉ મહિલાઓ અને પુરુષો ટેટૂ કરાવતાં હતાં. એ કોઈ નવી ફેશન નથી. હા, ટેટૂની  ફેશનમાં હવે ફરક એ આવ્યો છે કે એની ડિઝાઈનમાં  અઢળક વરાઈટી આવી ગઈ છે. અગાઉ માત્ર બ્લેક ઈન્કથી જ છૂંદણાં થતાં હતાં એના બદલે હવે છૂંદણાની ડિઝાઈનમાં જુદા-જુદા કલર ભરવામાં આવે છે એટલું જ નહીં, હવે બહુ આર્ટિસ્ટિક બ્યુટિફુલ ટેટૂ ડિઝાઈન્સ બની રહી છે. જોઈએ આ નવરાત્રિમાં કઈ ટેટૂ ડિઝાઈન્સ હોટ છે.

 મુંબઈના એક ટેટુ આર્ટિસ્ટનું કહેવું છે કે રાસ રમતાં રાધા-કૃષ્ણનું ટેટૂ ખાસ કરીને યુવતીઓ તેમની બેંક પર કરાવે છે. ચણિયા-ચોળી અથવા તો કોઈ પણ બેકલેસ ડ્રેસ પહેરતી યુવતીઓ આવું ટેટૂ કરાવવાનું પસંદ કરે છે. આ ટેટૂ પર્મનન્ટ નથી હોતું. ખાસ કરીને લોકો ટેમ્પરરી જ કરાવે છે. નવરાત્રિમાં બેક પર નેક નીચે, બેકના લોઅર પાર્ટમાં કે કમર પર છોકરીઓ નવરાત્રિમાં જે મોટાં ટેટૂ કરાવે છે એ ટેમ્પરરી હોય છે. આ ડિઝાઈનનું ટેટૂ છોકરાઓ હાથ પર, છાતી પર અને ગળાની નીચેના પાર્ટમાં કરાવે છે. હાથ અને છાતી પર તેઓ ઘણી વાર આ ડિઝાઈનનું પર્મનન્ટ ટેટુ પણ કરાવે છે.

દાંડિયા રમતાં સ્ત્રી-પુરુષનું નવરાત્રિનું જે સિમ્બોલિક ચિત્ર છે એ પણ યુવતીઓ બેક પર, કમર પર, ગળાની નીચે કે હાથ ઉપર એટલે કે જ્યાં વિઝિબિલિટી વધુ હોય ત્યાં કરાવે છે. છોકરાઓ અને છોકરીઓ બન્ને આવાં ટેટૂ કરાવે છે. છોકરીઓ પીઠ પર તો છોકરાઓ હાથ પર આ ટેટૂ કરાવે છે.

મોર અને મોરપીંછનું ટેટૂ ખાસ કરી છોકરા અને છોકરીઓ પર્મનન્ટ કરાવે છે. નવરાત્રિ માટે જ કોઈએ કરાવવું હોય તો એ ટેમ્પરરી પણ કરાવે,  પરંતુ આજકાલ લોકો આ ડિઝાઈન ટેમ્પરરી કરવાનું વધુ પ્રિફર કરે છે. હાથ, ગળા પર, કમર પર અને લોઅર બેકમાં આ ડિઝાઈન લોકો વધુ કરાવે છે. રાધા-કૃષ્ણ, રાસ રમતાં સ્ત્રી-પુરુષ અને મોરપીંછનું ટેટૂ યંગસ્ટર્સ જ નહીં,  ત્રીસ વર્ષની આસપાસની મહિલાઓ પણ વધુ કરાવે છે.

નવરાત્રિમાં વાંસળીની ડિઝાઈન યંગસ્ટર્સ વધુ કરાવે છે. આ ઉપરાંત તેઓ ફ્લાવર્સ, હાર્ટ, બિલવ્ડનું નામ, ઈન્ફિનિટી બર્ડ્સ જેવાં ફન્કી ટેટૂ અને જાતજાતનાં પોર્ટેટ્સ ખાસ કરીને નવરાત્રિમાં પણ બનાવે છે. ડિઝાઈનરનું  કહેવું છે કે આ ઉપરાંત પણ ડાન્સ રિલેટેડ ઘણીબધી ડિઝાઈન્સ યંગસ્ટર્સ જ નહીં, ૩૦ થી ૩૫ વર્ષના એજગુ્રપની યુવતીઓ પણ નવરાત્રિમાં ખાસ કરાવે છે એટલું જ નહીં,  નવરાત્રિમાં ટેટૂ કરાવવામાં યંગસ્ટર્સ કરતાં ત્રીસી અને એ પછીની વયની  યુવતીઓનું પ્રમાણ વધુ છે.

કેટલીક વાર યુવતીઓ જ્વેલરી પહેરવાના બદલે ટેટૂ કરાવે છે. આવાં ટેટૂ પર્મનન્ટ નથી હોતાં.

યંગસ્ટર્સમાં છોકરાઓ બાવડાં પર, કાંડાની આસપાસ, છાતી પર, ગરદન પર ટેટૂ વધુ કરાવે છે અને છોકરીઓ પીઠ, કાંડા, ગરદન, કાન પાછળ, કમર પર, ગાલ પર, નાભિ આસપાસ ટેટૂ કરાવે છે. એ રીતે જોઈએ તો નવરાત્રિમાં હવે ટેટૂ બનાવવાનો એક નવો એસ્પેક્ટ ઉમેરાયો છે.

- અવન્તિકા


Google NewsGoogle News