Get The App

તનમનમાં તાજગીનો તરવરાટ .

Updated: May 8th, 2023


Google NewsGoogle News
તનમનમાં તાજગીનો તરવરાટ                   . 1 - image


- ઉનાળા પણ તનમનમાં તાજગી અનુભવી શકો છો. પરંતુ એ શરતે કે તમે પરસેવાની દુર્ગંધ પર કાબુ મેળવી લો કારણ કે ઉનાળામાં પરસેવાની દુર્ગંધ એક સામાન્ય સમસ્યા છે. ચાલો, તો જાણીએ કેટલાય એવા ઉપાયોને કે જેને ધ્યાનમાં રાખીને ઉનાળામાં તમે તાજગી તથા ઠંડકની ભરપૂર મજા માણી શકો છે.

સ્નાયુનું ખાસ મહત્વ

* પરસેવાની દુર્ગંધથી બચવા માટે ઉનાળામાં દરરોજ ઓછામાં ઓછું બે વાર ઠંડા પાણીથી નહાવું જોઇએ. શરીરની સંપૂર્ણ સફાઇ રાખવી, ત્વચાને હંમેશા ઠંડી અને સૂકી રાખવી, નહાવા માટે એન્ટિસેપ્ટિક સાબુનો ઉપયોગ   કરવો.

* સ્નાન માટે પાણીમાં બાથ સોલ્ટ,લીંબુનો રસ અથવા યૂડીકોલોન નાખવાથી શરીરમાં લાંબા સમય સુધી તાજગી અનુભવાય છે અને શરીર સુગંધિત પણ રહે છે.

* આખો દિવસ શરીર સુગંધિત રહે એટલા માટે સ્નાન કરતી વખતે એક મગ પાણીમાં ગુલાબની પાંદડીઓ નાખીને એ પાણીથી નહાવું જેથી કરીને સ્નાન કર્યા પછી તમારુ શરીર સુગંધિત થઇ જશે.

* સ્નાન કર્યા પછી કોઇ પણ સુગંધિત ટેલકમ પાઉડર શરીરનાં  જે અંગોમાં પરસેવો વધાર વળતો હોય તેવાં અંગો પર લગાવો - ટેલકમ પાઉડર શરીર પર છાંટવાથી શરીર સુગંધિત થઇ જાય છે. સાથે સાથે પરસેવાની દુર્ગંધને દૂર કરવામાં પણ એ ઉપયોગી બને છે. વધારે પડતો પાઉડર ન લગાવવો કેમ કે તેથી ત્વચાનાં રોમછિદ્ર બંધ થઇ જાય છે.

* પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે ડિઓડોરેન્ટ તથા એન્ટિપરસ્પાયરેન્ટનો ઉપયોગ સવાર સાંજ બે વાર કરવો. સ્નાન કર્યા પછી તરત જ તેનો ઉપયોગ કરવો તેનો ઉપયોગ કરતાં પહેલાં એલર્જીટેસ્ટ જરૂરથી કરી લેવો જેથી ખ્યાલ આવે કે એ તમારી ત્વચાને અનુરુપ છે કે નહિં તેનો ઉપયોગ હંમેશા ત્વચા કોરી પડે પછી જ કરવો.

 * જો પરસેવામાં વધારે દુર્ગંધ આવતી હોય તો બહાર નીકળતી વખતે શરીરના જે ભાગમાં વધારે પરસેવો થતો હોય ત્યાં વસ્ત્રો પર પફર્યૂમનુું સ્પ્રે કરવું અથવા તો અત્તરનું પૂમડું મુકો તેનાથી પરસેવાની દુર્ગંધ ઓછી થશે અને તમારુ શરીર લાંબા સમય સુધી સુગંધિત રહેશે.

* ચહેરા પર પરસેવો ઓછો થાય એટલા માટે કાકડી તથા ચંદનનો ફેસપેક અઠવાડિયામાં એક- બે વખત લગાવો. હાથ તથા પગમાં વધારે  પરસેવો થતો હોય તો બરફના ટુકડા ઘસો મુલતાની માટી અથવા ચંદનનો લેપ લગાવો કયાંય બહાર નીકળતાં પહેલાં હાથ તથા પગમાં ટેલ્કમ પાઉડર લગાવો તથા ડિઓડોરેન્ટ સ્પ્રે કરો એવું કરવાથી પરસેવો ઓછો થશે.

* પરસેવાની દુર્ગંધ ઓછી કરવા માટે તમારા અનિચ્છનીય વાળની સ્વચ્છતા પર ધ્યાન આપો. વાળ હેર રિમૂવર તથા વેક્સિંગથી દૂર કરવા.

કેવા હોવા જોઇએ તમારાં વસ્ત્રો

* ઉનાળામાં પરસેવાની દુર્ગંધથી બચવા માટે તમારા પોશાક પર પણ ખાસ ધ્યાન આપો. શરીર સાથે ચોટેલાં તથા ટાઇટ કપડાં ન પહેરવાં તેમજ ભીનાં તથા મેલાં પણ ન પહેરવા કારણ કે કીટાણુઓની અસરથી એ વધારે દુર્ગંધયુકત બની જાય છે. તેનાથી તેમાં પરસેવો વધારે થાય છે એટલું જ નહિં, તેથી પરસેવાની દુર્ગંધ પણ વધારે આવે છે. તેથી ઉનાળામાં હંમેશા ચોખ્ખા, સ્વચ્છ, ધોયેલાં કપડાં જ પહેરવાં. ધોયા વગરનાં વસ્ત્રો કયારેય કબાટમાં ન મૂકવા.

* ઉનાળામાં સિન્થેટીક વસ્ત્રો પણ ન પહેરવાં કેમ કે તે પહેરવાથી પરસેવો વધારે થાય છે. આવા પોશાકમાં હવાની અવરજવર પણ થતી નથી.

* ઉનાળામાં હંમેશા ખૂલતાં લૂઝ, આછા રંગના કોટન વસ્ત્રો જ પહેરવાં જોઇએ કારણ કે તેમંા પરસેવાને શોષી લેવાની ક્ષમતા સારી હોય છે. ઘેરા રંગના પોશાકોમાં પણ પરસેવો વધુ થાય છે એ વાત ધ્યાનમાં રાખો.

કેવો હોવો જોઇએ તમારો ખોરાક

* ઉનાળામાં વધારે પાણી પીવું જેથી કરીને પરસેવા રુપે નીકળતાં પાણીની ખોટ  પુરાતી રહે.

* પરસેવા સાથે શરીરમાંથી મીઠું પણ બહાર નીકળે છે એટલા માટે શરીરમાં મીઠાનું સમતોલન જાળવી રાખવા માટે ભોજનમાં મીઠાનું પ્રમાણ વધારવું. તેના માટે પાણીમાં લીંબુનો રસ તથા મીઠું નાખીને રોજ એક ગ્લાસ પીવું જોઇએ.

* ઉનાળામાં પહેરવેશની સાથે સાથે તમે  તમારા આહારનું પણ ખાસ ધ્યાન રાખો. ખોરાક એવો લેવો કે જેનાથી પેટ સાફ રહે.

* ગરમીની મોસમમાં તમારા આહારમાં એવી ચીજવસ્તુઓ જરૂરથી લેવી કે જે શરીરને ઠંડક પહોંચાડે, જેમ કે ઠંડુ દૂધ, દહીં, લસ્સી, રાયતું, ઠંડાઇ, લીંબુપાણી, શેરડીનો રસ, શરબત, લીલાં શાકભાજીનું સૂપ, તાજાં ફળો તથા તેનું જ્યુસ વગેરે. પરંતુ મોટા વાળ હોય તો ચોટલો અથવા અંબોડો વાળવો ઉચિત રહેશે કેમ કે લાંબા વાળ ખુલ્લા અને છૂટા રાખવાથી તે ચહેરા તથા ગરદન પરના મેકઅપને ખરાબ કરી નાખશે. બાંધેલા વાળ ચહેરા તથા ગરદનથી દૂર રહેવાથી પરસેવો થતો નથી અને તેથી મેકઅપ વધારે સમય સુધી ટકી રહેશે.

ચહેરાનો પરસેવો લૂછવા માટે કોટન રૂમાલ તથા ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરવો. ચહેરા પર સ્ટિકરવાળા ચાંદલાનો ઉપયોગ કરવો કારણ કે જો કંકુ હશે તો પરસેવાની સાથે વહી જશે અથવા ફેલાઇ જશે. સેંથીમાં સિંદૂર ન પૂરવું કેમ કે પરસેવાથી સિંદૂર પણ માથા પર ફેલાઇ શકે છે. તેથી સેંથીમાં સિંદૂરના બદલે લાલ રંગની લિપસ્ટિકનો ઉપયોગ કરવો. ચહેરા પર તલ બનાવવા માટે પ્રવાહી કાળા રંગનો ઉપયોગ ન કરવો કેમ કે પરસેવાને લીધે તલ ફેલાઇ જશે એટલા માટે કાંતો તલ લગાવવો જ નહિં અથવા તો બનાવવો જ હોય તો કાજલ પેન્સિલથી બનાવો.

પરસેવા પર કાબૂ મેળવવા  માટે બની શકે તેટલાં ઠંડા પીણાં તથા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું. વધારે પડતાં તાપથી તથા ગરમીથી બચવું.

* ઠંડા તથા પાણીનું વધુ પ્રમાણ હોય એવા પદાર્થોનું સેવન કરવું. જેવા કે, તરબૂચ, શક્કરટેટી, કાકડી વગેરે ઉનાળામાં ખાસ કરીને બદામ તથા ખસનું શરબત, કાચી કેરીનો રસ તથા કાળા ગાજરની કાંજી પીવી ખૂબ ફાયદાકારક રહે છે.

* ઉનાળામાં હંમેશાં સાદુ, પૌષ્ટિક, તાજું તથા સમતોલ ભોજન કરવું. વધુ પડતું તીખું, તળેલું, ચીકાશવાળું ધમધમાટ મસાલેદાર ભોજન  ન કરવું. ડુંગળી લસણ વગેરે ખાવાથી પણ પરસેવામાંથી દુર્ગંધ વધારે આવે છે એટલા માટે તેનો ઉપયોગ ઓછો કરવો જોઇએ.

તડકાથી બચશો કેવી રીતે?

* અતિશય ગીચ અને ભીડવાળાં સ્થળે જવાનું ટાળવું તેમજ અતિશય  તડકામાં બહાર નીકળવાનું ઓછું રાખવું. ધોમધખતા તાપમાં માત્ર શરીરનું ઉષ્ણતામાન વધે છે તેવું નથી, પરંતુ તાપમાં રહેલાં પારજાંબલી કિરણોની  પણ ખરાબ અસર પડે છે તેથી જયારે પણ તડકામાં નીકળો ત્યારે છત્રીનો ઉપયોગ જરૂરથી કરો. સાથે સાથે આંખોના રક્ષણ માટે સનગ્લાસનો ઉપયોગ કરવો. બને ત્યાં સુધી છાંયડામાં વધારે ચાલવાનું રાખવું. આમ કરવાથી ધોમધખતા તડકાથી તમે બચી જશો સાથે સાથે પરસેવો પણ ઓછો વળશે.

* પરસેવાને હાથથી લૂછશો નહિં. પરસેવો લૂછવા માટે હંમેશા સ્વચ્છ, કોટન રુમાલ અથવા ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરવો. બની શકે તો માનસિક ટેન્શનથી મુક્ત રહેવું.

* ઉનાળામાં તમારી હેરસ્ટાઇલનું પણ ધ્યાન રાખો. વાળને બાંધેલા જ રાખવા. જો ખુલ્લા, વિખરાયેલા છૂટા વાળ હશે તો પરસેવો વધુ થશે.

* ગરમીમાં મેકઅપ પાઉડર સ્વરુપનાં સૌંદર્ય પ્રસાધનોથી જ કરવો. 

જો તમે આ બધા ઉપાયોને ધ્યાનમાં રાખશો તો તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે સાથે તનમન મસ્તીમાં ઝૂમી ઉઠશે. પરસેવાની દુર્ગંધ તમારાથી જોજન દૂર રહેશે અને દરેકને તમારો સંગાથ ગમશે. 

પરસેવાથી મેકઅપ નીકળી જાય ત્યારે....

ગરમી શરુ થતાં જ કેટલીક સમસ્યાઓની શરૂઆત થાય છે તેમાંની એક સમસ્યા મેકઅપ નીકળી જવાની પણ છે. આનું કારણ એ છે કે ઉનાળામાં પ્રસ્વેદગ્રંથિઓ વધુ સક્રિય થઇ જાય છે. અને તેથી વધારે પરસેવો થવા લાગે છે. પરસેવાને કારણે ચહેરા પરનો મેકઅપ લાંબો સમય ટકતો નથી અને તે ઝડપથી નીકળી જાય છે. અથવા તો તેમાં ધબ્બા પડી જાય છે જે જોવામાં ખૂબ ખરાબ લાગે છે. ઉનાળામાં બને ત્યાં સુધી સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ ઓછો કરવો જોઇએ. આ ઋતુમાં કોઇ પાર્ટીમાં જવાનું થાય ત્યારે મેકઅપ કરવો જરૂરી બની જાય છે. આ વખતે જે સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરો તે પાઉડરના સ્વરૂપમાં જ હોવા જોઇએ. આ પ્રસાધનોમાં તેલ અને લેનોલિનનુ પ્રમાણ બિલકુલ ન હોવું જોઇએ કેમ કે ચીકાશવાળાં સૌંદર્ય પ્રસાધનોથી મેકઅપ બહુ ઝડપથી નીકળી જાય છે.

મેકઅપ કરતાં પહેલાં સતત દસ -પંદર મિનિટ સુધી ચહેરા તથા ગરદન પર બરફ ઘસો ત્યારબાદ ચહેરો લૂછવો નહિં જાતે જ સુકાવા દેવો. તેનાથી ત્વચાનાં ટિશ્યૂ થોડીવાર માટે સંકોચાઇ જશે જેથી કરીને પરસેવો જલદી થશે નહીં. ત્વચા પર પાણી સૂકાઇ ગયા બાદ રૂના પૂમડા પર એસ્ટ્રિન્જન્ટ લોશન લઇને ચહેરાતથા ગરદનથી ત્વચા પર લગાવો જેથી જો રોમછિત્રો ખુલ્લાં હશે તો તે થોડીવાર માટે બંધ થઇ જશે. મેકઅપ કરતી વખતે સૌ પ્રથમ ફાઉન્ડેશન હથેળીમાં લઇ તેમાં ઠંડુ પાણી નાખીને ચહેરા તથા ગરદન પર એકસમાન રીતે લગાવો ત્યારબાદ ટેલકમ પાઉડર લગાવો. પાઉડરને રૂના પૂમડાથી ફેરવી તથા દબાવીને લગાવો અથવા પાઉડરને હથેળીમાં લઇને બેથી પાંચ મિનિટ સુધી ફેસિયલની જેમ માલિશ કરો તેનાથી પાઉડર રોમછિદ્રોને બંધ કરી દેશે તેથી પરસેવો જલદીથશે નહીં.

આંખો પર આઇશેડો લગાવો પરંતુ ઉનાળામાં પાઉડર ફોર્મમાં આઇશેડોનો ઉપયોગ કરવો. આઇશેડો લગાવ્યા બાદ આઇલાઇનર તથા મસ્કરા લગાવો. કાજળનો ઉપયોગ ન કરવો. આઇલાઇનરને ઉપરથી પાંપણ પર લગાવો. જો આંખોથી નીચે લાઇનર લગાવવું હોય તો કાળા રંગની પેન્સિલનો ઉપયોગ કરવો. ઉનાળામાં પાઉડરના રુપે બ્લશરનો ઉપયોગ કરવો કેમ કે ક્રીમ સ્વરુપે બ્લશરનો ઉપયોગ કરવાથી ત્વચા ચીકણી થઇજાય છે. જેનાથી પરસેવો ઝડપથી થવા લાગે છે. બ્લશર પાઉડર આછા રંગનો જ હોવો જોઇએ. ઉનાળામાં લિપસ્ટિક લગાવતાં પહેલાં હોઠ પર બરફ ઘસો અને સૂકાઇ ગયા બાદ કોમ્પેક્ટ અથવા ટેલકમ પાઇડર લગાવો. વધારાનો પાઉડર લૂછી નાખો. ત્યારબાદ લિપબ્રશ દ્વારા હોઠ પર આઉટ લાઇન બનાવો અને લિપસ્ટિક લગાવો પછી ટિશ્યૂ પેપર દ્વારા સારી રીતે બ્લોટ કરો લિપગ્લોસનો ઉપયોગ કરો. આમ કરવાથી  લિપસ્ટિક  વધુ સમય સુધી ટકી રહેશે તથા ફેલાશે પણ નહીં.

ઉનાળામાં વાળ પણ બરાબર રીતે સેટ કરવા જરૂરી છે. નાના વાળ હોય તો તો કોઇ સવાલ નથી.


Google NewsGoogle News