એક મજાની વાર્તા : વિહંગી .

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
એક મજાની વાર્તા : વિહંગી                                              . 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

'ઉર્વી, તું આ જોબ છોડી દે.'

'પણ શા માટે?'

'હું કહું છું માટે...'

'પણ કોઈ કારણ તો હશે ને?...'

'કારણ આપવું જરૂરી છે, હું કહું છું એટલું પૂરતું નથી.'

'પૂરતું છે. તું કહે તો હું કંઈ પણ કરવા તૈયાર છું. પણ અહીં વાત મારાં વ્યવસાયની છે.'

'એવો કેવો વ્યવસાય કે જે તને મારા કરતાં પણ વિશેષ છે.'

' તું તારી જાતને જોબ સાથે શા માટે સરખાવે છે. જીવનમાં માત્ર વ્યક્તિઓ જ ખુશી આપે છે એવું તો નથી ને! પરમ તું જાણે છો કે હું મારાં આ પ્રોફેસનની સાથે મનથી જોડાયેલી છું. જો હું એ છોડી દઈશ તો કદાચ તને ખુશી આપી શકીશ પણ હું એક ખાલીપો મહેસુસ કરીશ.'

'બીજી ઘણી પ્રવૃત્તિઓ કરી શકાય.'

'હા, જરૂરથી કરી શકાય પણ એ મારાં માટે મનગમતી હોઈ એ જરૂરી તો નથી ને!'

'એ ખોટી માથાકૂટ તું રહેવા દે. અત્યારે માત્ર હું કહું છું એટલું તું કર...જોબ છોડી દે...' હવે પરમ ગુસ્સાથી લાલ થઈ બોલી રહ્યો હતો.

'બિલકુલ નહિ, હું જોબ નહિ છોડું શકું.' મેં મક્કમતાથી કહ્યું.

 અને પરમનો સણસણતો હાથ મારાં ગાલ પર પોતાની છાપ છોડી ચાલી ગયો. ફરી એ હાથ મારી તરફ લંબાયા અને મને ઢસડીને રૂમમાં મૂકી તે બહારથી લોક લગાવી મારી સ્વતંત્રતા ઝુંટવી ચાલી નીકળ્યો. જોકે ઘરની બહાર નીકળવું એ જ સ્વંત્રતા કહેવાય એવા સંકુચિત વિચાર મારાં નહતાં, પણ પરમના હતાં. મારાં માટે આ ઘટનાનું કોઈ નાવીન્ય હવે રહ્યું ન હતું.

મને પરમને કહેવાનું મન થઇ આવ્યું કે, ક્યાં ગયાં લગ્ન પહેલાં આપેલા તમામ વચનો? સપ્તપદીના સાત વચનો વખતે સાક્ષી માટે પ્રગટાવેલી અગ્નિમાં બળીને ખાખ થઈ ગયા કે તેમાં જ હોમી દીધા. પણ હું ચૂપ રહી.

છેલ્લા બે વર્ષથી હું પરમ સાથેના સંબંધમાં મૂંજારો અનુભવી રહી હતી તો પણ અમારા સંબંધને  હું વેલ્ટીનેટર પર રાખી જિવાડવાનો પ્રયાસ કરતી હતી. તેની મારકુટ, અસભ્ય વર્તન, શારીરિક માનસિક ત્રાસ વચ્ચે  હું ઝઝૂમી રહી હતી એક આશ સાથે કે તે બદલાશે .... 

 પણ પરમ બદલાઈ તે પ્રકારની માનવ જાત નહતી. તે તો પોતાની મરજી બીજા પર ઠોકી બેસાડનાર એક પ્રજાતિ હતી. સ્ત્રીને  પગની જૂતી સમજનાર એવા વર્ગમાં સમાવિષ્ટ થતું એક પ્રાણી હતું જેની પાસે લાગણીની કોઈ અપેક્ષા રાખી શકાય નહીં.હું આખી રાત મારાં અંતરાત્મા સાથે દ્વંદ્વ  યુદ્ધ કરતી છતને નિહાળતી રહી. એક પત્ની હોવાથી મારી ઈચ્છાઓ મુજબ હું કાર્ય પસંદગી ન કરી શકું? મારી ઈચ્છાઓ, મારી મરજીઓનું શું કોઈ મહત્ત્વ નથી? શા માટે હું જોબ છોડું? એ પણ કોઈ કારણ વગર...પત્નીની કામયાબી જોઈ પતિ ખુશ ન થઈ શકે? શા માટે મારી જોબ તેને આંખમાં કણા માફક ખૂંચે છે?

મારો દોષ એ જ કે મેં તેને પતિ તરીકે સ્વીકાર્યો, નિ:સ્વાર્થ પ્રેમ તેની પાછળ લૂંટાવ્યો, તેના દરેક સપનાઓને મારા સમજી પૂરાં કર્યાં. મારાં  અર્પણના બદલામાં મને મળ્યું શું? કોઈ જ કારણ વગર માત્ર તેની ઈચ્છાપૂત માટે મારાં જીવનનો એક અંગ બની ચૂકેલ એવા અંત્યત પ્રિય મારાં વ્યવસાયમાંથી બળજબરીથી મુક્તિ લેવા માટેનું દબાણ. મારાં હૃદયમાંથી એક પ્રશ્ન ઉદ્દભવ્યો, 'માત્ર એક જોબને લઈને જ તેને મારી સાથે તકલીફ છે?' જવાબ તો ના જ હતો.

મેં મારાં મુંજાતા હૃદયનો ઉભરો ઠાલવવા મારી પ્રિય સખી જુતાને કોલ કર્યો. સામેથી મને આશ્વાશનના બે શબ્દોની આશા હતી. પણ,તેના બદલે તેને પોતાની વ્યથા મને જણાવી જે મને મારા દુ:ખ કરતાં વધુ લાગી.

 બીજા દિવસે ઓફિસે જઈ તો રાધિકા પોતાના અંગત જીવનમાં ચાલતા વિવાદને કારણે આંસુ સારતી હતી. તેને ઘરમાં ઘણી તકલીફો વચ્ચે સમય પસાર કરવો પડતો. બાળકોના લીધે તે કોઈ પગલું ભરી શકે તેમ નહતી.

 ઘરે આવી છાપું લીધું તો નજર સામે પહેલાં જ શબ્દો અથડાયા સાસરિયા ત્રાસથી કંટાળેલ એક નવોઢાનો આપઘાત ...પેપર મૂકી ટીવી ઓન કર્યું તો પણ એવી જ ખબરો ...એક સર્વે મુજબ મહિલા અત્યાચારોની વધતી જતી સંખ્યા સ્ત્રીઓની સ્વતંત્રતા માટે લાલ ઝંડી સમાન છે.  મારાં મગજમાં વંટોળ ઉભો થયો હતો. આજના કહેવાતા આધુનિક સમાજમાં હજુ પણ મારા જેવી કેટલીયે ીઓ પોતાના જ ઘરમાં અત્યાચાર સહન કરે છે? આજની મોર્ડન યુવતીઓ તો જોબ સાથે ઘર અને બાળકોને બખૂબી સંભાળી પોતાના દરેક કામમાં પરફેકશન બતાવવા તૈયાર છે. શું આ અત્યાચાર ત્યાં પણ પોતાના નિશાન બતાવવા ઉભો થતો હશે?કદાચ ઘણી ીઓ આમાંથી બાકાત હશે. ઘણા ઘરોમાં તેને મદદ પણ મળતી હશે. પણ એવા ઘરોની સંખ્યા કેટલી? ખૂબ ઝુઝ હશે. દસ હાથે કામ કરતી વકગ વુમનને શું થાક નહિ લાગતો હોય?તેના ચહેરા પરના હાસ્ય પાછળ છુપાયેલ દર્દ કોઈની નજર માં નહિ આવતું હોય? તે એકલી જ કેમ સવારથી રાત સુધી દોડતી દેખાય છે, હાંફતી દેખાય છે?....કેટકેટલાંય પ્રશ્નો મારી સામે આવીને જાણે પોતાને ન્યાય અપાવવા આજીજી કરતાં દેખાયા. 

મારી સ્વતંત્રતા માટે પરમને છોડવાનો વિચાર મને આવવો. ત્યારબાદ એકાએક જ આસપાસ બનતી ીઓની તકલીફોનું મારી નજર સમક્ષ આવવું આ બધા પાછળ મને કોઈ ઈશ્વરીય સંકેત મળતો હોય એવી સકારાત્મક લાગણી ઉદ્દભવી. મને ભગવાને કેટલીયે ીઓની વ્યથાને સમાજ સામે લાવવા માટે એક નિમિત્ત બનાવી હોય તેવું લાગ્યું. એટલે જ કદાચ મારા જેવી છોકરી જેણે ક્યારેય કોઈ પાસે નમતું જોખ્યું ન હતું તે એક પત્ની બનતાં બધું જ સહન કરતા શીખી. કદાચ આ મારા માટે એક અનુભવ મેળવવા યોગ્ય હશે એટલે જ પ્રભુ એ થોડા સમય માટે મારી વાચા, મારી હિંમત મારી પાસેથી લઈને મને કૈક સમજાવવાનો પ્રયત્ન  કર્યો  હશે.

હવે મને સમજાય ચૂક્યું હતું કે હવે મારે હવે શું કરવાનું છે.

મેં બીજા જ દિવસે મારી પ્રિય જોબમાંથી થોડા દિવસની રજા લીધી. સાથોસાથ પરમની પત્નીમાંથી પણ....મારા પપ્પા દ્વારા મને મળેલ ફ્લેટ પર હું જરૂરી સામગ્રી સાથે શિફ્ટ થઈ. પહેલું કામ પરમને ડિવોર્સ પેપર મોકલવાનું કર્યું. મારુંલક્ષ્ય મારી સામે ઊભું હતું.

 આજે જીવનના એ મહત્ત્વપૂર્ણ વણાંક પર આવીને હું ઉભી છું, જ્યાંથી આગળ વધવા મારે કોઈ મજબૂત અને યોગ્ય નિર્ણય લેવાનો સમય પાકી ગયો હતો. અને એ જ નિર્ણય પર મારું અને મારાં જેવી કેટલીયે ીઓનું સ્વતંત્ર ભવિષ્ય રહેલું હતું.

 નારીસેવા મંડળના પ્રમુખ એવા નીરજા બહેન અને અનિતા કે જે એક નિષ્ઠાવાન વકીલ છે તે બન્નેને ઘરે બોલાવ્યા અને મારાં મંતવ્ય તેમની સમક્ષ રજુ કર્યાં.

 મારાં જેવી કેટલીયે ીઓ આવો અન્યાય સહન કરતી હશે?ક્યાંક પિતાની આબરૂ માટે એક દીકરીના સપનાઓની બલી ચડાવાય છે, તો ક્યાંક ભાઈ સાથે સારો સંબંધ ટકાવી રાખવા માટે તેની પાસેથી તેની મરજી વગર પિતાના હિસ્સામાંથી નામ બાકાત કરી તેનું કોઈ અસ્તિત્વ નથી એ  બતાવવામાં આવે છે, ક્યારેક પતિની કારકિર્દી માટે  પોતાનો વ્યવસાય છોડાવવા માટે મજબુર  કરવામાં આવતી હશે, ક્યારેક બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની વર્ષો જૂની ઓળખાણને નેવે મુકાવી તેની ઇચ્છાઓનું ગળું ઘૂંટાવી દેવામાં આવે છે. શું બાળક માટે માતપિતા બન્નેની જવાબદારી સરખી નથી હોતી? તો માત્ર સ્ત્રી  પાસે જ કેમ નમતું જોખવાની કે ઝુકવાની અપેક્ષા રાખવામાં આવે છે. મને તો એ જ નહીં સમજાતું કે બંધારણે આપેલ હકોને ી ક્યારે ભોગવી શકશે. સંબંધોને હથિયાર બનાવી લાગણીશીલ હૃદયને ક્યાં સુધી પિખવામાં આવશે? વડીલોની સેવા માટે વહુ પાસે જ કેમ વધુ અપેક્ષાઓ રાખવામાં આવે છે? સામાજિક જીવનનું ચક્ર સ્ત્રી  અને પુરુષ બન્ને થકી ચાલે છે તો વધુ ભાર  સ્ત્રી પર કેમ લાદવામાં આવે છે? કોઈ યુવતી કે સ્ત્રી સમાજે બનાવેલ નિયમોથી બહાર નીકળે તો પ્રતિતિ સમાજના ભદ્ર લોકો તેના પર આંગળી ચીંધે છે. આ તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ અને ન્યાય માટે હું ીજાતિ માટે કંઈક કરવા માગું છું, જેમાં આપનો સહકાર અને સલાહ માંગુ છું.

'સમગ સ્ત્રીજાતિની વેદનાને તમારી વાચા મળશે તેમના સપનાઓને વિહરવા ખુલ્લું આકાશ મળશે, તેમના હકો માટે લડવા હું આપની સાથે છું.' નીરજા બહેને કહ્યું.

કાયદાકીય મદદ માટે હું આપની માટે હંમેશા હાજર હોઈશ.' અનિતાએ મારી હિંમત વધારતાં ઉત્સાહથી કહ્યું.

 અને શરૂ થયો દરેક ઘરમાં પ્રેમના નામે, મર્યાદાના નામે, આબરૂના નામે લેવાતા બલિદાન માટેનો આ એક સંગ્રામ. સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરે ઘરે આ વિચાર પહોંચતો કર્યો. જેમાં મારી સાથે મારાં જેવી કેટલીયે નામીઅનામી ીઓ જોડાવા માંડી જેમને પોતાના હકો માટે લડતા શીખવાનું છે. એવી પણ ીઓ જોડાઈ કે જે આ કાર્યમાં મદદ કરવા ઈચ્છતી હતી. ઘણાં વિરોધીઓ પણ મળ્યાં. જેમની અમને કોઈ પરવાહ ન હતી.

કોઈનું ઘર તોડવા, છોડવા કે છીનવી લેવાનો ક્યારેય ઉદેશ્ય રહ્યો ન હતો. જ્યાં સમાધાન, માર્ગદર્શનથી ીને સ્વતંત્રતા મળી ત્યાં પહેલાં એને જ મહત્ત્વ આપ્યું અને જ્યાં કાયદાકીય પગલાં વગર ગુલામીના ચુંગલમાંથી નીકળવાનો કોઈ જ વિકલ્પ ન હતો ત્યાં એ પણ વાપર્યો...

 અને આજે તેમાંની જ કેટ કેટલીયે ીઓને ખુલ્લા ગગનમાં મોં પર એક મુક્ત હાસ્ય સાથે વિહરતી જોઉં છું ત્યારે એક કાર્ય સિદ્ધ થયાનો સંતોષ અનુભવું છું.

તતિક્ષા પી. રાવલિયા

જૂનાગઢ.  


Google NewsGoogle News