એક મજાની વાર્તા : પીળું ફ્રોક...

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
એક મજાની વાર્તા : પીળું ફ્રોક... 1 - image


- સંકલનઃ પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

- લગ્ન કરીને આવી તે પહેલાંથી રેવા કામ કરતી.. બેએક વર્ષની દીકરી નાનકીને સાથે લઈને આવતી.. ઘરમાં અંજુના પતિ, સાસુમા, જેઠ, જેઠાણી ને તેમની દીકરી.. ઘરની દુકાન.. પૈસેટકે સધ્ધર..એટલે જ તો અંજુનાં પિતા એ ગ્રેજ્યુએટ થતાં જ પરણાવી દીધી..

ખણણણણ.....ફરી પાછું કાઇ તૂટયું.. આંખ ઊઘડી ને મિંચાયી

સવારનાં કોમળ તડકામાં આરામ ખુરશીમાં બેસી છાપું વાંચતા અંજુની આંખ મળી ગઈ. 'શું તોડી નાખ્યું. ભાંગલા હાથ ની... વાંઝણી...'

'બાજી કપ તૂટી ગયો.'.'કાઇ વાંધોે નહિ..' લગ્ન કરીને આવી તે પહેલાંથી રેવા કામ કરતી.. બેએક વર્ષની દીકરી નાનકીને સાથે લઈને આવતી.. ઘરમાં અંજુના પતિ, સાસુમા, જેઠ, જેઠાણી ને તેમની દીકરી.. ઘરની દુકાન.. પૈસેટકે સધ્ધર..એટલે જ તો અંજુનાં પિતા એ ગ્રેજ્યુએટ થતાં જ પરણાવી દીધી..અંજુ ને તો કેટલું ભણવું હતું..ત્રણ વર્ષ વિતી ગયા..પારણું ન બંધાયું... દિવસે મહેણાટોણા.. ને રાત્રે... અસહ્ય વેદના...

રેવાની આંખો થી આ બધું છુપું ન હતું ..'ભણવા નથી જતી..?' નાનકીને અંજુ પૂછતી તો ગંદા ફ્રોક માં નાક રગડતી મલકાઈ ને ભાગી જતી...'તારી છોરી માટે લઈ જા..આ ફ્રોક..નવું નક્કોર છે...દરજી એ બગાડી દીધું.' સાસુમા એ રેવાને બૂમ પાડી કહ્યું.'સારું માડી..નાનકી ખુશખુશાલ થઈ જાશે.' 

'દિવાળી એ પહેરજે..' રેવાએ નાનકી ને કહ્યું તો આખે રસ્તે મોં ફુલાવી રાખ્યું..'કેમ ન પહેરાય હમણાં? કેટલું સરસ છે પીળું ફરાક !' નાનકડાં મગજમાં વિચારોની ગડમથલ ચાલી..

સવારે રેવાની બેન મળવા આવી.. 'આખી રાત ખાંસતો હતો..તાવે ઉતર્યોે નથી'..નાનકો જનમથી જ માંદો રહેતો..'દવાખાને લઈ જા'.'પૈસા ક્યાં છે?'. રેવાનો પતિ દારૂ પી પડી રહેતો..'લઈ જજે કાલે દાક્તર પાસે.. ચિંતા ન કરીશ..' બેને કહ્યું.

'માં ફરાક ક્યાં મારું? દિવાળી ક્યારે આવશે?' સવારે ઉઠતાં જ નાનકીએ  સવાલો કર્યાં..બપોરે માસી ને તેની દીકરીને જોયાં બજાર માં..કેટલી સુંદર લાગતી હતી એ પીળાં ફરાકમાં!! આંખમાં પાણી ધસી આવ્યાં.. બહેનનું ફરજ નિભાવવાનું શરું થઈ ચૂક્યું હતું..એકાએક એ મોટી થઈ ગઈ!

એ બપોરે અંજુ એનાં ઓરડામાં હતી ને પાછળથી કોઈએ મોં દાબ્યું.. જોયું તો જેઠ..ગંદુ હાસ્ય.. આંખમાં સાપોલિયા સળવળતાં જોઈ જોરથી ધક્કો મારી બહાર ભાગી. એજ સમયે સાસુમા અને જેઠાણી ઘરમાં દાખલ થયાં... બસ.. બધો આરોપ અંજુ પર લાગ્યો..મારીને ઓસરીમાં ફેંકી એને.. આડોશ પાડોશ ચૂપ રહ્યાં..આખરે બીજાનાં ઘરનો મામલો હતો!

સવારે રેવાની દયનીય આંખો તાકતી રહી એક સવાલ સાથે..'છોડી કેમ નથી દેતા.'. જે સવાલ અંજુએ તેને પૂછયો હતો એકવાર.. બંનેની આંખોમાં અજબ એક ચમકાર હતો..તે રાતે ત્રણે ીઓ એક અજાણી સફર પર નીકળી પડી..!

અંજુ ભાઈને ત્યાં ગઈ હતી..પણ પતિને છોડી દીધેલી ીને કોણ આશરો આપે? રેવાની બહેનની એક વધારાની ઓરડી હતી તેમાં ત્રણે રહેવા લાગ્યા.. શરૂ માં ટયુશન કર્યાં. પછી શાળામાં નોકરી મળી એટલે ભાડાનું ઘર રાખ્યું... નાનકીનો એ જ શાળામાં દાખલો કરાવ્યો..નાનકો તો ઘર છોડયાનાં બે દિવસ પહેલાં જ મરણ પામ્યો 'તો..ત્રણે પોતાની રીતે ઝઝૂમતા હતાં..વર્ષો વીતતાં ગયાં...

'ક્યારની ફોનની ઘંટડી વાગે છે.. બાજી.. ક્યાં ખોવાઈ ગયાં? ચા યે ઠરી ગઈ. બીજી બનાવું..' ધના રહેવા દે..'

'શું લાવું મમ્મી જી પેરિસ થી..?' એ જ મલકતો નાનકીનો ચહેરો મોબાઈલ પર ઊભર્યો.. 'પેલું તમારું ફેવરિટ પરફ્યુમ કે હંમેશાની જેમ પુસ્તકો? ચાલો બંને લાવીશ...' એક સફળ પાઇલટ, સ્માર્ટ, સુંદર, હોંશિયાર..નાનકી... ત્રણે ીઓ ની મહેનત!

'જોયું આ માં ને તો પૂછતી જ નથી..'  રેવાએ મીઠો છણકો કર્યો..

ત્રણ દિવસ પછી નાનકીનો જન્મદિન હોઈ.. તેનાં પીળાં ડ્રેસમાં છેલ્લું ફૂલ ભરતાં રેવાની આંખો અંજુની આંખોને મળી.. ચાર આંખો ફરી ચમકી.. મૂક આપલે થઈ.. ખુશ્બૂદાર ચા ની ચૂસકી લેતાં..અંજુ ગીત ગણગણવા લાગી...

લેખક : કલ્પના સવિકાન્ત


Google NewsGoogle News