Get The App

એક મજાની વાર્તા : સુર્ખ .

Updated: Jul 15th, 2024


Google News
Google News
એક મજાની વાર્તા : સુર્ખ                                      . 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

-  શો ની શરૂઆતમાં માનવે શ્યામા અને પુનમની વાતમાં તેમણે કરેલી સફર વિશે જણાવ્યું. ને પછી જ્યારે ઓન એર શ્યામા પુનમને બતાવ્યા મોટા ભાગના સો જોનારના મોઢા પર ચીતરીના ભાવ આવી ગયા હતા કેવા શેકાઈને તરડાઈ ગયેલા, કંપારી આવી જાય તેવા ચહેરા!!! 

''વૈશાખની બળબળતી બપોરે ના બાળી 

એને અષાઢના ઉઘાડે ઝાળ લગાડી''

સુર્ખ ટીવી શો ની ધૂમ મચાવવા હવે માનવ રોહન  પાંડે એક એવી શખશિયતને લાવી રહ્યા હતા. જેઓ એ છેલ્લા વર્ષમાં પોતાની હેલ્પલાઇન દ્વારા ૩૦ જિંદગીને ટૂકાવતા રોકી હતી.

 જાહેર જનતામાં પણ ખૂબ જ ઇંતેજારી હતી કે . કોણ છે આ સુખ પણ ફાઉન્ડેશનના કર્તા હર્તા! માનવ એ જ્યારે બધું ડિટેલિંગ ભેગું કર્યું ત્યારે એ દંગ રહી ગયો હતો અને એણે નક્કી કર્યું શ્યામા અને પૂનમને લોકો સુધી પહોંચાડવાનું.

 મોટાભાગે તેમની ટીવી જાહેરાતમાં ખૂબ જ ગ્લેમર રહેતું પણ આ વખતે માત્ર દીવાની જ્યોત અને તેની ફરતે ચુનરી  ઉડતી રહેતી. લોકોનું કુતુહલ ચરમ સીમાએ હતું. કે કોણ છે આ સુર્ક ફાઉન્ડેશનના કર્તાહર્તા ?

 શો ની શરૂઆતમાં માનવે શ્યામા અને પુનમની વાતમાં તેમણે કરેલી સફર વિશે જણાવ્યું. ને પછી જ્યારે ઓન એર શ્યામા પુનમને બતાવ્યા મોટા ભાગના સો જોનારના મોઢા પર ચીતરીના ભાવ આવી ગયા હતા કેવા શેકાઈને તરડાઈ ગયેલા, કંપારી આવી જાય તેવા ચહેરા!!! 

 પણ માનવ એકદમ સહજ થઈ વાત કરતો હતો અને પછી એ લોકોની સફર બતાવાઈ. કે તેમની માતાની તેમણે કઈ રીતે એમની સુરખીયાત વગરની જિંદગીમાં સુખ અને  સુર્ખ પૂર્ણ કર્યું!

 સિવિલ હોસ્પિટલમાં દાઝેલાની સારવાર નાં વોર્ડની બહાર દર્દીના સગા બેઠા હતા બપોરના સમયે મોટેભાગે પોતાના આત્મીય જન્મ માટે પાટલી પર બેસી સમય પસાર કરતા. વાત કરવા માટે શબ્દો નહીં પણ લાગણી જ કામ કરતી. આવી જ હાલતમાં બે મહિલાની સજળ આંખો મળી અને સહજ વાતચીતનો દોર શરૂ થયો. સજળ આંખે એક મહિલાએ બીજી ીને પૂછયું બેન કોણ દાખલ છે તમારું?

 ડુસકા લેતા ઇી સાડીનો છેડો સંકોરતા બોલી બુન મારી સોડી સે શ્યામા. એ થોડી શ્યામ એટલે અમે એને સામા કહેતા બહુ ડોહીને ઠરેલી મજૂરીએ જવું ત્યારે બધો ઘરનો ખ્યાલ રાખે અને ઘરે સાચવે માટે જ એના હાથ પીળા કરતા વાર ન લાગી. સામેથી માંગા આયા તે જોઈને એના બાપે નક્કી કર્યું પણ જુગારીયો નીકળ્યો ન કમાય અને ઢીંચ્યા જ કરે અને તે મારી શામાએ રોકડી શરૂ કરી તો મુવો વહેમાય અને બહુ મારે એને કંટાળીને ઘેર આઇ બાપે ફરી એના ઘરે મોકલી દીધી.

હજુ ગઈ પૂનમે મોકલી તી પણ એ જુગારીઓ એને ભરખી ગયો. બહુ ઢીંચીને આયો તો ને એને મારવા લીધી રોમ જાણે શું હશે તો એણે કકડો સાંપ્યો અને મારી સામા..

માના એક ડુસકા એ બાકીની બધી વાત કરી દીધી. 

પણ બેન તમે? 

 ભદ્ર સમાજની ી પોતાનું દુપટ્ટો ઠીક કરતા બોલી, બેન અહીં મારી દીકરી પૂનમ, જાણે પૂનમનો ચાંદ, ખૂબ ભણેલી સંસ્કાર અને કમાતિ પણ અને દેખાવે પૂનમ જ. તેના પ્રેમ લગ્ન હતા પણ સમય જતા લગ્ન જ રહ્યા... પ્રેમ? એનો વર વહેમ હતો ઓફિસેથી ઘરે આવતા મોડું થઈ જાય તો સતત એને માનસિક અને શારીરિક ત્રાસ આપતો. મારા સંસ્કારની લાજ રાખતી એ બધું સહન કરતી અને સુધરશે માની એણે મને ક્યારેય કહ્યું નહીં એકવાર એના ઘરે ગઈ ત્યારે મને ખબર પડી તો હું એને ઘરે પણ લઈ આવી હતી પણ એ સુવર એના મગરના આંસુ વહાવી ગઈ મહિને માફી માગી મારી પૂનમને ઘેર લઈ ગયો તેના પાડોશી કહેતા હતા કે રાત્રે બહુ ઝઘડો થયો અને થોડીવાર પછી ઘરમાં ગીઝર ફાટયું અને મારી પૂનમ... મારી પૂનમ પર તેના વહેમ નો અગ્નિદાગ પડી ગયો અને ડુસ્કા એ બાકીની વાત ... બંને દીકરીઓ તબીબી સારવારથી બચી તો ગઈ પણ ચહેરા પર પહેલા અન્યાયો છાપ છોડી ગયા. સામાન્ય જન સમુદાયમાં ભળવું બંને માટે મુશ્કેલ થઈ ગયું. પણ પછી પૂનમ અને શ્યામા વચ્ચે બેનપણા બંધાઈ ગયા. અને ઘણો બધો સમય સાથે વ્યતીત કરવા લાગ્યા.  બેઉ માતા ભલે અલગ અલગ સમાજમાં જીવતી હતી પોતાની દીકરી માટે અને લોકોની વચ્ચે તેમણે જીવવાની જીજીવિશા જાળવી રાખી અને સ્થાપના થઈ સુર્ખ ની. એ લોકો અન્યની જિંદગી બચાવવા કામે લાગી ગયા. પૂનમ એમ પણ હોશિયાર તો હતી જ થોડું આઈટી નું શીખી ગઈ અને ત્યાં સુધીમાં શામા પણ ટકોરાં બંધ બની ગઈ જિંદગીની અનેરી શરૂઆત કરી. 

મૂળ વાત એમ બની હતી કે, 

પૂનમને એક રાત્રે કોઈનો અજાણ્યા નંબર પરથી મિસકોલ આવ્યો.  પૂનમે સામે ફોન કર્યો સામેના છેડે એ વ્યક્તિ જિંદગીથી કંટાળી મરવા માંગતી હતી પૂનમે તેની સાથે વાત કરી તેને શાંત કરી અને અલગ દિશા તરફ દોરી અને ફરી ફોન કરવા કહ્યું, એક અજાણ્યા મિસ કોલ થી એક પ્રવૃત્તિની શરૂઆત થઈ, એ વ્યક્તિનું નામ પૂછયું તો તે બોલી ગઈ સુર્ખ બસ આમ જ શરૂ થયું અમારું સુર્ખ....

- લેખક ડો. ઉવ અમીન

Tags :