એક મજાની વાર્તા : શક્તિ રૂપેણ

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
એક મજાની વાર્તા : શક્તિ રૂપેણ 1 - image


- સંકલન: પ્રતિભા ઠક્કર

- pratibhathakker@yahoo.com

સવારમાં એમ એલએ મેડમ યશોદાબહેન પોતાની ઓફીસમાં પ્રવેશ્યા. ખભા સુધીના લાંબાઘૂંઘટાનીં જગ્યાં આજે વ્યવસ્થિત પીનઅપ કરેલી સાડીએ લઇ લીઘી હતી. હા એજ ઘુંઘટ એટલે ઓઢણાનો એ છેડો જે ીના માત્ર ચહેરાનેજ નહીં, પણ તેના સમગ્ર અસ્તિત્વને, તેની ક્ષમતાઓને પણ ઢાંકી દેછે. તેઓ ઓફીસમાં આવી પોતાની ખુરસી પર બેઠાં અનાયાસે એમની નજર સામે લગાડેલાં ગૂજરાતના નકશા પર પડી, ગીરના સીમાડે આવેલું એક નાનકડું ગામ, જે નકશામાં એક ટપકાં જેવું દેખાતું હતું, એ ટપકાંનું પ્રતિબિંબ એમના ચશ્માના કાચ પર,અને એની સાથે હૃદય પર પણ ચોંટી ગયું હતું, મેળવવું અને ગુમાવવાની આ હુતુતુનીં રમત ત્યાથી તો શરુ થઇ હતી. સંબંધ છોડી સતા મેળવવાની કે, અહંકારનો સાથ છોડી સત્ય મેળવવાની લડાઈ. આજે યશોદાબેનના મનમાં  ઉઠેલો વંટોળ એમને દૂર ખેચી ગયો,અને લાવી પટક્યા ભૂતકાળનાં ભવરમાં.

જ્યારે એમ એલ એ યશોદા નહીં પણ સીધી સાદી યશોદા પોતાના પતિ સવજીભાઈ અને પુત્રી પલ્લુંનીં સાથે ગીરના નાનકડાં ગામ તલાલામાં રહેતા હતા. સવજીભાઈ સવારથીજ મુંજાયેલા હતા તેમની એકની એક દીકરી પલ્લુંના લગ્ન સંકટમાં આવી ગયાં હતા.અને જ્યારે તેઓ મૂંઝાતા ત્યારે પોતાના ભાઈના છોકરા રાજુને બોલાવતાં કોઇ પણ સમસ્યાની ચર્ચા તેઓ ઘરની ીઓ સાથે કરવામાં નહોતા માનતા તે સમજતાકે ીમાં એટલી અકલ હોતી નથી. ત્યાજ રાજુ ડેલીમાથી પ્રવેશ્યો તેને જોતાજ સવજીભાઈ બોલ્યા'અલ્યા રાજ્યા ક્યારનો તારી વાટ જોવસુ. રાજુ કહે' તે દાતણપાણી પતાવીને આવ્યો બોલો શું આભ ફાટયુંકે મને આમ દોડાવિયો. સવજીભાઈએ કહ્યું આ પલ્લુનો હાહરો કેસેકે પેલા તમી સરપંચ બનો પછીજ અમે જાન જોડિયે. રાજુએ કીધું 'તો ઇમાં હુસે તમી સુટણી પતે એટલે બનીજ જાહોને. ત્યારે સવજીભાઈએ વિલામોઢે કહ્યુંકે થોડા દિવસ પહેલા તેમણે ગુસ્સામાં તેમના પડોશી જીવનને ખુબ માર્યોે હતો,તો તેણે પોલિસ કમ્પલેન કરી દીધી તેથી તેઓ આ વખતે ચૂંટણી નહીં લડી શકે. થોડીવાર વિચાર કરી રાજુ બોલ્યો'કાકા પલ્લુંના હાહરાની શરતઈસે કે સરપંચના ખોયડેજ જાન આવસે પણ તમી સરપંચ હોવ એવું નથી કીધું. સવજીભાઈએ પૂછયું તો તું શુ કહે છે? રાજુ કહે આ વખતે ચૂંટણીમાં કાકી ઉભા રહે એમ. સવજીભાઈ ખીજાઈને કહે' એલા ઉતાવળમાં અકલ પણ ઘરે મુકી આવ્યો છે તારી કાકી હુ રાંધવું ઈયે મને પૂછેસે, રાજુ કહે કાકા વાતને હમજો કાકી ખાલી ઓલા રબ્બરનાસિક્કાની જેમ કામ કરસે, અને થોડા વખતમાં તમે કેસ પાછો ખેચાવી લેજો પછી કાકી પાહે રાજીનામું મેલાવી તમી સુટણી લડી જીતી જાજો ત્યા લગી સરપંચપદું તમારી પાહેજ રહેશે. અને સવજીભાઈ માની ગયાં   અને શરુ થયો પ્રચારને નામે એ કટપૂતળીનો ખેલ, જેની દોરી સવજીભાઈના હાથમાં હતી. અને આના ભાગરૂપે તેઓ પહોંચ્યા ગોમતીને ઘરે ગોમતીતો તેમને જોઈ હરખાઈ ગઇ, અને બોલી અલા નંદુડા જા ગોળનું પાણી લઇઆવ. અને ઠક ઠક કરતો આવ્યો ઘોડીનો અવાજ અને તેની સાથે આવ્યો એક પગ કપાયેલો નંદુ યશોદાબહેન આઘાત પામ્યાં આ જોઈને, તેમની આખમાં દેખાતો સવાલ સમજી ગઈ હોય તેમ ગોમતી બોલી, બુન ઈતો વાડ તુટી ગયસે તે મય દીપડો પેહી ગ્યોતો નંદુડાનો ટાંટિયો પકડી લીધોે નંદુતો બસી ગ્યો પણ પગ કાપવો પડયો. 

યશોદાબહેનના હૃદયમાં એક પીડા ઊપડી એ ન ખાઈ શક્યા કે ન સૂઈ શક્યા અને બીજે દિવસે પહોંચ્યા તે માસ્તર સતીષભાઈ પાસે. અને બધી વાત કરી. સાહેબ એક વાડ નો હમી થઈ ઈમાં સોકરાનો ટાંટિયો કપાઈગ્યો. એટલા પૈસાતો મારી પલ્લું શહેરમાં જલસા કરવામાં વાપરિયાવેસે. આ ગરીબગુરબાને સરકારની કોઇ સહાય નથી મળતી. શતીષભાઇએ કહ્યું સહાયતો મળેછે પણ ગામનાં મોટા માથા એમને ગરીબો સુધી નથી પહોચવા દેતા, આપણે અરજી કરિશુતો ઘણાં લોકો ઉઘાડા પડશે એમાં સવજીભાઈ પણ ખરા, પછી એ લોકો તમને કદાચ સરપંચ પણ ના બનવાદે તો તમારી પલલુંના લગનનું શું?  મારી પલ્લું ભણેલી ગણેલી સમજણી છે ઈને કોઇ હારું ઘર મળી રેહે. તમે તમારે કરો અરજી જીના આંગુઠાના નિશાન કેશો ઈ લાવી દઈશ. જે સોકરો કાલ હુધી શેરિયુંમા હડિયું કાઢતો હતો એ હવે ઘોડીને ટેકે આવી ગ્યોસે કારણકે ઈની વિધવા માં પાહે વાડ સમી કરાવવાનાં પૈસા નોતા. સમજાતું નથીકે નંદુનો પગ દીપડાએ ખાધો કે આ ગામનાં લાલચું લોકોની લાલચે.

અને અરજી થઈ જેમાં લાખવામાં આવ્યું હતું કે સરપંચ અને પંચાયતનાં સભ્યોની બેદરકારીને કારણે સરકાર તરફથી મળતી સહાય ગરીબો સુધી નથી પહોચી,જેમાં ગામ લોકો સાથે યશોદાબહેનના અંગુઠાનું પણ નિશાન હતું.  અરજીની જાણ થતાંજ સવજીભાઈનો પારો સાતમે આસમાને પહોચી ગયો અને ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો, એમણે ત્રાડપાડી, પલ્લુંની બા અહી આવ આ બધું શું માંડયું સે. મારી ગેરહાજરીમાં ઈ માસ્તરે તારા કાન ભર્યા અને તું હાલી નિકળી. તારી છોડીનાં લગનનો વીસાર નો કર્યો તે. યશોદાબહેને કહ્યું' વિસરીનેજ કર્યું સે મારી છોડીને કાય વાંધો નથી. કાનમાં ગરમ તેલ રેડાણું હોય તેમ સવજીભાઈ બોલ્યા'જો હવે આ ડેલીનો ઉંબરો ઓળંગી બાર પગ મેલયોસેતો પાછું ડગલું વાળતી નય આ ઘર હારે તારો સંબંધ પૂરો થઈ જાહે. આઘાત સાથે યશોદાબહેન તેમની સામે આવી ઊભા રહ્યા અને એક જાટકે ચહેરાપરનો ઘૂંઘટો હટાવી બોલ્યા સોળ વરસની ઉમરે પરણીને આવી ત્યારથી રોજ સુખ અને સમૃદ્ધિ માટે આ ઉંબરો પૂજ્યો ઈ ઘર મારું નથી તો કયાં કોઇ સંબંધ રહ્યોજછે અને તેઓ મક્કમ પગલે બહાર નીકળી ગયાં. દરેક સંબંધ ત્યજી યશોદાબહેને સેવાનો ભેખ લીધોે અને સતિષભાઈ જેવા ભણેલા અને પરોપકારી વ્યક્તિ ના માર્ગદર્શન હેઠળ તેઓ સરપંચની ચૂંટણી લડયા અને જીત્યા.

એમની સાફ નિયત અને સારા કામોએ તેમને સફળતાની સીડી ચડાવી અને તેઓ સતાધારી પક્ષમાંથી ચૂંટણી લડયા અને એ પણ જીત્યા ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણીમાં પણ જીત્યા.. ચત્યાજ મેડમ એવો એમના સક્રેટરીના આવજે તેમને વર્તમાનમાં લાવી દીધા

લેખક- મેઘના જોષી (સૂરત)


Google NewsGoogle News